National

ના ખડગે ના રાહુલ, આખરે સોનિયા ગાંધીથી માન્યા ડીકે: કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, 20મીએ શપથ લેશે

નવી દિલ્હી: કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. સિદ્ધારમૈયા 20 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડશે. તેમની નારાજગી દૂર કરવા માટે હાઈકમાન્ડે તેમને મહત્વનું મંત્રાલય આપવાની ખાતરી પણ આપી છે.

કર્ણાટકમાં સરકાર રચવાની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. કર્ણાટકથી દિલ્હી સુધી 100 કલાકની મંથન અને જોરદાર બેઠકો બાદ સીએમના નામ પર મહોર મારવામાં આવી હતી. સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી હશે. સાથે જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. તેમને સરકારમાં મહત્વપૂર્ણ મંત્રાલયો પણ આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીના હસ્તક્ષેપ બાદ કર્ણાટકમાં સમગ્ર રાજકીય સંકટ દૂર થઈ ગયું હતું. હવે 20 મેના રોજ કર્ણાટકમાં નવી સરકાર બનશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો ન હતો. જોકે, સમયાંતરે પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સીએમ પદ માટે પોતાનો દાવો રજૂ કરતા રહ્યા. રાજ્યમાં જીત મેળવ્યા બાદ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે સીએમ બનવાના પ્રયાસો તેજ કર્યા હતા. જ્યાં કોંગ્રેસ હાઈકમાન્ડ સિદ્ધારમૈયાને સીએમ અને શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવાના પક્ષમાં હતું. જોકે, શિવકુમાર સીએમ પદથી નીચેની કોઈ વાત સ્વીકારવા તૈયાર ન હતા.

સોનિયાના હસ્તક્ષેપ પછી પ્રશ્ન ઉકેલાયો
કર્ણાટકમાં સરકાર રચવાની ફોર્મ્યુલા મોડી રાત્રે નક્કી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીના હસ્તક્ષેપ બાદ કર્ણાટકમાં રાજકીય સંકટ દૂર થઈ ગયું છે. શિવકુમાર ડેપ્યુટી સીએમ પદ માટે સંમત થયા. જ્યારે સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી હશે તે નક્કી હતું.

Most Popular

To Top