National

કુનો જંગલમાં ચિત્તાઓનાં મોતથી સુપ્રીમને ચિંતા: રાજસ્થાન ખસેડવા વિચારણા કરવા કેન્દ્રને જણાવ્યું

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (SC) મધ્ય પ્રદેશના (MP) કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) સાઉથ આફ્રિકા (South Affrica) અને નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓમાંથી (Leopard) ત્રણનાં મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે રાજકારણથી ઉપર ઉઠીને તે આ ચિત્તાઓને રાજસ્થાન ખસેડવાની વિચારણા કરે. જસ્ટિસ બી.આર. ગવઇ અને જસ્ટિસ સંજય કારોલની બેન્ચે કેન્દ્રને જણાવ્યું છે કે નિષ્ણાતોના અહેવાલો અને લેખો પરથી એવું જણાય છે કે કુનો વન આટલી મોટી સંખ્યામાં ચિત્તાઓ માટે પુરતું જણાતું નથી અને કેન્દ્ર સરકારે તેમને અન્ય અભયારણ્યોમાં ખસેડવા વિચારણા કરવી જોઇએ. બે મહિના કરતા ઓછા સમયમાં ત્રણ મૃત્યુઓ(ચિત્તાના) ગંભીર ચિંતાની બાબત છે.

  • કેન્દ્રને સુપ્રીમે કહ્યું કે રાજકારણથી ઉપર ઉઠીને વિચારણા કરો
  • કેન્દ્રે સુપ્રીમમાં કહ્યું કે કોઇ અધિકારીને ચિત્તાઓ સાથે કામ પાર પાડવાનો પુરતો અનુભવ નથી
  • બે મહિના કરતા ઓછા સમયમાં ત્રણ મૃત્યુઓ(ચિત્તાના) ગંભીર ચિંતાની બાબત: SC

મીડિયામાં નિષ્ણાતોના અભિપ્રાયો અને લેખો છે. એવું લાગે છે કે કુનો એ આટલા બધા ચિત્તાઓ માટે પુરતું નથી…શા માટે તમે રાજસ્થાનમાં અનુકૂળ જગ્યા શોધતા નથી? ફક્ત એટલા ખાતર કે રાજસ્થાન વિપક્ષ દ્વારા શાસિત છે તેનો અર્થ એ નથી કે તમે તેની વિચારણા કરશો નહીં એમ બેન્ચે કહ્યું હતું. કેન્દ્ર તરફે ઉપસ્થિત થયેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું હતું કે તેમને અન્ય અભયારણ્યમાં ખસેડવા સહિત તમામ પાસાઓ પર તપાસ ચાલુ છે.

દરમ્યાન, કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ટાસ્ક ફોર્સના સભ્યો સહિત કોઇ પણ અધિકારીને ચિત્તા મેનેજમેન્ટનો કોઇ અનુભવ નથી કારણ કે ભારતમાંથી આ પ્રાણી ૧૯૪૭-૪૮માં લુપ્ત થઇ ગયું હતું. જો કે અનેક વન અધિકારીઓને આફ્રિકન દેશો પાસેથી તાલીમ અપાવી છે એમ પણ તેણે કહ્યું હતું.

Most Popular

To Top