ડાકોરછ ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બુધવારના રોજ સવારના સમયે મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી હતી. સતત દોઢ-બે કલાક સુધી વરસેલાં વરસાદે પાલિકાના...
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ બની રહી છે, જેને કારણે દુનિયામાં ભૂખમરો ફેલાઈ જાય તેવો ભય પેદા થયો...
સુરત: મહારાષ્ટ્રનાં (Maharashtra) જલગાવ (Jalgaon) જિલ્લાનાં હથનૂર ડેમ (HathnurDam) વિસ્તારમાં 24 કલાકમાં જોરદાર વરસાદને (HeavyRain) કારણે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જેને લઈ ડેમમાંથી ટોટલ...
હું ખેડૂત પુત્ર નથી અને ખેડૂત સમાજનો પ્રતિનિધિ પણ નથી.પરંતુ જનહિતને કારણે આ લખી રહ્યો છું.એક તરફથી સરકાર કહે છે કે જળ...
ચંદ્રયાન-3ને અવકાશમાં છોડતાં પહેલાં વૈજ્ઞાનિકો મંદિરે જતાં જોવામાં આવ્યાં. તરત જ ટ્વિટર પર કમેંટ્સનો મારો ચાલ્યો, ‘જો તમારે ભગવાનને પ્રાર્થના કરવી પડે...
ધાતુઓ હંમેશા ઘન સ્વરૂપમાં જ હોય છે. અપવાદરૂપ ‘પારો’ એ પ્રવાહી ધાતુ છે. પારાને વૈજ્ઞાનિકોએ ઘન સ્વરૂપમાં ફેરવવા કદી જીદ કરેલ નથી....
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ઇસ્કોન બ્રિજ (IsconBridge) પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા...
એક સમય એવો હતો કે સહકારી સંસ્થાઓમાં રાજકારણ ન હતું. ચુંટાયેલા સભ્યો ભાજપ કોંગ્રેસ કે જનતા દળની વિચારસરણીવાળા હોય, છતાં બધા એકારાગિતાથી...
દર એકાંતરા દિવસે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની વિકાસની બણગા ફૂંકતી જાહેરાતો અખબારો અને ટી.વી.માં દેખાય છે. આ પ્રથમ વરસાદે જ વહીવટીતંત્રની...
એક ગામમાં એક મોટા વેપારીના બે દીકરા મોટા થયા. વેપારીએ બંને દીકરાઓને મિલકતમાંથી થોડો થોડો ભાગ આપ્યો અને બાકીનો પોતાની પાસે રાખ્યો...
સાહિત્યકૃતિઓનું માધ્યમાંતર થાય એ બાબતની નવાઈ નથી. મુદ્રિત માધ્યમમાંથી ભજવણી સુધી અનેક સાહિત્યકૃતિઓ યા તો મંચ પર ભજવાતી આવી છે, કે પછી...
૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણી પછી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન સાથે ગેમ કરવામાં આવી હતી એ કદાચ યાદ હશે. આ તો એક...
જે તે દેશનો નાગરિક અન્ય દેશમાં ફરવા અને તેની સંસ્કૃતિને જોવા-માણવા માટે અતિઉત્સુક હોય છે પરંતુ ખાટલે મોટી ખોડ વિઝાની છે. જે...
હાલના સમયમાં દેશની સૌથી મોટી સમસ્યા યુવા વયે આવતા હાર્ટ એટેકની છે. તે દિશામાં કાર્યવાહી તો થઇ રહી છે પરંતુ તેના કોઇ...
સુરત: સુરત (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના (The Southern Gujarat Chamber of Commerce and Industry) પ્રમુખ રમેશ વઘાસિયાના...
સુરત : સુરત (Surat) શહેરના ખટોદરા (Khatodara) સ્થિત હોજીવાલા કંપાઉન્ડ ના એક ડિજિટલ પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી...
નવસારી : નવસારી-કસ્બા રોડ (Road) પર કારે (Car) બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક (Bike) સામેથી આવતી અન્ય બાઇક સાથે અથડાતા (Accident) એકનું...
નવી દિલ્હી: કેન્દ્રની એનડીએ (NDA) સરકાર સામે એકતા દર્શાવવા માટે વિરોધ પક્ષોના (Opposition Party) નેતાઓ બેંગલુરુમાં (Bengaluru) એકઠા થયા હતા. આ દરમિયાન...
નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક દિવસોમાં ટામેટાના (Tomato) ભાવ અસામાન્ય રીતે વધી ગયા હતા. જેનાથી હવે સામાન્ય માણસોને મોટી રાહત મળી છે. ટામેટાંના...
સુરત: સુરતના (Surat) રીંગરોડ રઘુકુળ માર્કેટના (Raghukul market) પહેલા માળે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં...
સુરત: સુરત (Surat) સચિનમાં ચાર વર્ષીયની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ (Rape) કરી નિર્મમ હત્યા કરનાર અને વોન્ટેડ (Wanted) જાહેર કરાયેલા આરોપીને PCB...
નવી દિલ્હી: ભારતનું સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસ ટાટા (TATA) ગૃપ ફરી એકવાર ચર્ચામાં છે. ટાટા ગ્રુપે (Tata Group) યુકેમાં (UK) વૈશ્વિક 40...
નવી દિલ્હી : જો તમે તમારા સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ (platforms) પર તમારા બાળકોના ફોટા શેર કરો છો, તો સાવધાન. આવું...
મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી (TV) પરનો એક પ્રખ્યાત કોમેડી શો (Comedy Show) છે જે...
નવી દિલ્હી: પ્રેમમાં સરહદ પાર કરનાર સીમા હૈદરનો (Seema Haider) મામલો સતત ગરમ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર અનેક...
ચમોલીઃ આફતગ્રસ્ત ઉત્તરાખંડમાં (Uttrakhand) એક પછી એક દુ:ખદ ઘટનાઓ બની રહી છે. અહીંના ચમોલીમાં (Chamoli) વીજકરંટ (Current) લાગતા પોલીસકર્મી સહિત 15 લોકોના મોત...
સુરત: વેસુમાં આભવા ચોકડી નજીક અવધ એરફોલ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા મજૂર ની 7 વર્ષીય બાળકી અને પાંડેસરા માં 4 વર્ષની...
સુરત: ગોરાટ હનુમાન ભક્તમંડળ દ્વારા તેમના વિસ્તારમાં અશાંતિ ફેલાવનારાં 15 તત્ત્વો સામે કાર્યવાહી કરવા અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી સિટી પ્રાંત સામે પગલાં...
સુરત: શહેરમાં ધોધમાર વરસાદે રસ્તાઓ પર નદીઓ જેવી સ્થિતી ઉભી કરીને પાલિકાની પ્રિમોનસુન કામગીરીની પોલ ખોલી નાંખી છે, ત્યારે વરસાદનો રેલો શાસકોના...
સુરત : સામાન્ય લોકો તો ઠગ ટોળકીના હાથે છેતરાતા હોવાના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા જ હોય છે પરંતુ એલ એન્ડ ટી કંપનીના...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ડાકોરછ ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બુધવારના રોજ સવારના સમયે મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી હતી. સતત દોઢ-બે કલાક સુધી વરસેલાં વરસાદે પાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી હતી. નગરમાં ઠેર-ઠેર પાણી ભરાતાં નગરજનો તેમજ યાત્રાળુઓને ભારે મુશ્કેલીમાં મુકાયાં હતાં. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે. પરિણામ સ્વરૂપ સામાન્ય વરસાદમાં પણ નગરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ રહ્યાં છે. વરસાદના પ્રથમ બે રાઉન્ડમાં પાણી ભરાવાની સમસ્યાથી નગરજનો તેમજ વૈષ્ણવો ભારે મુશ્કેલીમાં મુકાયાં હતાં.
જે બાદ પણ પાલિકાના ભ્રષ્ટ અને નઘરોળ તંત્રએ નગરમાં પ્રિમોન્સુનની કામગીરી કરવાની તસ્દી લીધી ન હતી. જેથી, બુધવારના રોજ સવારના સમયે યાત્રાધામ ડાકોરમાં વરસેલાં ધોધમાર વરસાદથી નગરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. સવારનો સમય હોવાથી બાળકોને શાળા-કોલેજ જવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી. મસમોટા ખાડા વાળાં રાજમાર્ગો પર ભરાયેલાં પાણીમાં થઈ બાળકો અવરજવર કરવા મજબુર બન્યાં હતાં. આ દરમિયાન કેટલાક બાળકો પાણીમાં પડ્યાં હોવાના કિસ્સા પણ સામે આવ્યાં હતાં. બીજી બાજુ વિશ્વ વિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિરની બહાર પણ ઢીંચણસમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેથી નગરજનો ઉપરાંત અધિક માસ નિમિત્તે મંદિરમાં દર્શનાર્થે આવેલાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
આ ઉપરાંત નગરના વોર્ડ નંબરના 7 માં આવેલ ગોકુલનગર સોસાટીમાં તો મકાનોના પગથીયા સુધી પાણી પહોંચી ગયાં હતાં. જેને પગલે સ્થાનિકોને ઘરમાં જ કેદ થવાની ફરજ પડી હતી. પાણી ઘરમાં ઘુસી જશે તેવો ડર પણ સ્થાનિકોમાં સતાવવા લાગ્યો હતો. જોકે, વરસાદ બંધ થતાં સોસાયટીના રહીશોએ રાહત અનુભવી હતી. વરસાદ બંધ થયાંના કલાકો બાદ પણ નગરના કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યાં ન હતાં. તેમછતાં પાલિકાતંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. આ વરસાદી પાણીના નિકાલ બાબતે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર અતુલસિંહાને ફોન કરતાં તેઓએ ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી.