Science & Technology

બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા હોવ તો સાવધાન, મુશ્કેલીમાં મુકાઈ શકો છો

નવી દિલ્હી : જો તમે તમારા સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ (platforms) પર તમારા બાળકોના ફોટા શેર કરો છો, તો સાવધાન. આવું કરવું તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પર બાળકોના ફોટા શેર નહીં કરવા અપીલ કરી છે.

ફેસબુક-ઈન્સ્ટ્રાગ્રામ (Facebook-Instragram) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કરનાર માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) કેટલીક બાબતોને લઈને સાવધાન રહે છે. હાલમાં તેમણે પોતાનો એક ફેમિલી ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે ફોટોમાં તેમણે પોતાના બાળકોના ફોટો પર ઈમોજી લગાવી સંતાડી દીધા હતા. આટલું જ નહી ઘણા મોટા સેલિબ્રિટી પણ પોતાના બાળકોના ફોટા સંતાડી દેતા હોય છે.

શું છે ફોટા સંતાડવાનું કારણ ?
સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી પોતાના બાળકોના ફોટો સંતાડી દેતા હોય છે. જેના પરથી આપણને એવું લાગતું કે તે તેમની પ્રાઈવસીની ચિંતાના કારણે કરતા હોય છે. પરંતુ તેવું હોતું નથી. હાલમાં પોલીસે લોકોને પોતાના બાળકોના ફોટો સોશિયલ મીડિયા પર શેર ન કરવા માટે અપીલ કરી છે.

પોલીસે કહ્યું હતું કે ‘લાઈક્સ ફિક્સ થઈ જાય છે, પરંતુ ડિજિટલ ઘા રહી જાય છે. તમે જે પણ વસ્તુ ડિજિટલ વર્લ્ડમાં શેર કરો છો તે હંમેશા માટે ત્યાં રહી જાય છે. જેના માટે તમારે બાળકો માટે સાવધાની રાખવી જરૂરી છે. જો તમે સોશિયલ મીડિયા પર બાળકોના ફોટા શેર કરો છો તેની સાથે જ ફોટો તમારા કંટ્રોલમાંથી બહાર થઈ જાય છે. જેના લીધે તમારા બાળકોનું આઈડેન્ટીફીકેશન ખોવાઈ શકે છે. બાળકના નામે ફ્રોડ પણ થઈ શકે છે. તેના નામનો અથવા તેના ફોટાનો દુરઉપયોગ થઈ શકે છે. આ સાથે તેમના ફોટાનો કોઈ પણ ખોટા કામમાં પણ યુઝ થઈ શકે છે.

અમેરિકામાં બાળકોના ફોટા-વીડિયા પોર્નોગ્રાફિક સાઇટ્સ પર શેર કરવામાં આવ્યા
અમેરિકામાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. અમેરિકામાં બાળકોના ફોટા અને વીડિયા પોર્નોગ્રાફિક સાઇટ્સ પર શેર કરવામાં આવ્યા હતા. આ સાથે જો તમારા બાળકોના ફોટોગ્રાફ્સ પીડોફિલ્સ પકડે છે, તો આવા અશ્લીલ વીડિયો પણ બનાવી શકાય છે. આજના સમયમાં સાયબર બુલિંગ એક મોટી સમસ્યા છે. જેના બાળકો શિકાર થઈ શકે છે. સોશિયલ મીડિયા કંપનીઓ તમારા કેટલાંક પ્રકારના ડેટાનો સંગ્રહ કરતા હોય છે. જેનો ઉપયોગ કંપની ઘણી રીતે કરી શકે છે. આ સાથે તે ડેટા કોઈ અન્ય થર્ડ પાર્ટી પાસે પણ જઈ શકે છે. જેના માટે ધ્યાન રાખવુંં જરુરી છે.

Most Popular

To Top