Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ચીનમાં (China) યોજાયેલ એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) સમાપ્ત થઈ ગઈ છે. આ ગેમ્સના સમાપન સમારોહમાં (Closing Ceremony) ભારતીય હોકી ટીમનો (Indian Hockey Team) ગોલકીપર પીઆર શ્રીજેશ ધ્વજવાહક બન્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતે (Inida) કુલ 107 મેડલ જીત્યા અને નવો ઈતિહાસ રચ્યો છે. આ પહેલા ભારતે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ક્યારેય આટલા મેડલ જીત્યા ન હતા. સમાપન સમારોહ બાદ ખેલાડીઓ ભારત પરત ફર્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 4:30 વાગ્યે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023માં ભાગ લઈને પરત ફરી રહેલા ભારતીય દળને મળશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આ અવસર પર વડાપ્રધાન ખેલાડીઓને તેમની અસાધારણ સિદ્ધિ માટે માત્ર અભિનંદન જ નહીં પરંતુ તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવશે. પીએમઓએ કહ્યું કે ભારતીય ટુકડીમાં સામેલ તમામ ખેલાડીઓ, તેમના કોચ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓ, રાષ્ટ્રીય રમત મહાસંઘના પ્રતિનિધિઓ અને રમત મંત્રાલયના અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

એશિયન ગેમ્સ 2023માં ભારતે કુલ 107 મેડલ જીત્યા જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ સામેલ છે. મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે. એશિયન ગેમ્સમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે કુલ 70 મેડલ જીત્યા હતા, જેમાં 16 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ચીને 383 મેડલ જીત્યા છે, જેમાં કુલ 201 મેડલ સામેલ છે. મેડલ ટેલીમાં ચીન પ્રથમ ક્રમે છે.

એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય ક્રિકેટ ટીમે ભાગ લીધો હતો અને ઋતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળ ટીમે ગોલ્ડ મેડલ જીતીને અજાયબીઓ કરી હતી. મહિલા ક્રિકેટ ટીમે પણ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય શૂટરોએ એશિયન ગેમ્સ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને કુલ 19 મેડલ જીત્યા છે.

To Top