Charchapatra

મૌન અને શબ્દો

ક્યાં બોલવું..? કેટલું બોલવું..? કેમ બોલવું..? કોની સામે બોલવું..? બોલવાની પણ એક કળા હોય છે… મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય જેવા દિગ્ગજોના મૌનને કારણે જ યુદ્ધનાં બીજ રોપાયાં, જ્યારે બીજી બાજુ દ્રૌપદીના “આંધળાના દીકરા આંધળા જ હોય ને..!” જેવાં આકરા વેણને કારણે પણ યુદ્ધની સંભાવના દ્રઢ બની…”ન બોલવામાં નવ ગુણ અને બોલે એના બોર વેચાય.” આવી વિરોધાભાસી કહેવત હોય તો શું કરવું.? એક જ જવાબ છે, “વિવેકબુદ્ધિ” વાપરવી… બોલવાનું હોય ત્યાં પણ મૌન ધારણ કરીએ એ જેટલું ટીકાને પાત્ર છે એટલું જ મૌન રહેવાનું હોય ત્યારે બકબક કરવી એ પણ નિંદાને પાત્ર છે..

બંદૂકમાંથી ગોળી છોડે એને જ આતંકવાદી કહેવાય એવું નથી, શાબ્દિક ગોળા ફેંકે એને પણ આતંકવાદી કહેવાય… સારો વક્તા એને કહેવાય કે જ્યારે વક્તાના શબ્દોની શ્રોતાઓના કાનને તાલાવેલી જાગે… પૈસા જ વેડફાય એવું નથી, ક્યારેક શબ્દો પણ વેડફાતા હોય છે. શબ્દોમાં ત્યારે જ વજન પડે જ્યારે કથની અને કરણીમાં ફરક ન હોય.. બાકી ઘણી વખત શબ્દો પણ બોદા સાબિત થતા હોય છે. મૌનમાં રહેલા શબ્દો અને શબ્દોમાં રહેલું મૌન કળાય તો એનાં જેવી “કળા” એકેય નહીં. શારીરિક સ્વાસ્થ્ય માટે મિતાહારી બનવું જરૂરી છે તો માનસિક સ્વાસ્થ્ય માટે મિતભાષી બનવું જરૂરી છે.
સુરત     – પ્રેમ સુમેસરા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સેલિબ્રિટીઓ જાહેરાતો કરતાં પહેલાં જવાબદારી સમજો
તાજેતરમાં એક ઇ-કોમર્સ કંપનીની જાહેરાત યા અમિતાભ બચ્ચન એવો સંવાદ બોલે છે કે આ વસ્તુ દુકાનો યા મળશે નહીં તેની વિપરીત અસર હેઠળ આ સંદર્ભમાં મોબાઈલ રિટેલ દુકાનદારોમાં ત્યારે ગુસ્સો અને રોષ ફેલાયો છે જે સ્વાભાવિક પણ છે અને વિવિધ સંગઠનો દ્વારા એવું સંયુકત નિવેદન આપવામાં આવ્યું છે કે આવી જાહેરાત કરી અમિતાભ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હવે સમજવાનું એ છે કે આ સિવાય પણ પ્રજાની તંદુરસ્તીને હાનિકારક કે આર્થિક દૃષ્ટિએ હાનિકારક હોય તેવી તમામ જાહેરાતોથી પ્રતિષ્ઠિત એવા સેલિબ્રીટીઓ દૂર રહેવું તેમની પ્રતિષ્ઠા માટે હિતાવહ છે. કોઇ પણ જાહેરાત કરતાં પહેલાં સેલિબ્રીટીઓએ જનતા પ્રત્યેની તેમની જવાબદારી સમજવી ખૂબ જ જરૂરી છે.
સુરત     – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top