Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: ‘હે કાન્હા હું તને ચાહું.. અને તને ગાતા જોઈ પનઘટની વાતે મારું મન મોહી ગયું જેવા ગરબા વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર ધૂમ મચાવી રહ્યા છે. નવરાત્રી પર્વ તેની મધ્યાહને પહોંચ્યો છે ત્યારે ખેલૈયાઓમાં જોમ બેવડાઈ ગયું છે. અને અનેરી ઉર્જા સાથે તેઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. યુવક યુવતીઓ પારંપરિક પોશાકોથી સજ્જ થઈને ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી રહ્યા છે અને મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.

આજે શારદીય નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાનું પુજન
વડોદરા: આજે નવલી નવરાત્રિના પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે.સ્કંદ કુમાર (કાર્તિકેય) ની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદમાતા નામ આપવામાં આવ્યું છે. તેમના ખોળામાં સ્કંદ બાળરૂપમાં વિરાજમાન છે. સ્કંદમાતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે (સ્કંદ = કાર્તિકેય). કાર્તિકેય કે કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે.

તેમનું વાહન સિંહ છે. નવરાત્રીના પાંચમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને “પદ્માસના દેવી” પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ છે. માતાના દરેક રૂપની જેમ આ રૂપ પણ અત્યંત સુંદર, મોહક છે. સ્કંદમાતા પોતાના ભક્તોને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. માં દુર્ગાના પાંચમા રૂપ સ્કંદમાતાની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. સ્કંદમાતાને પ્રસન્ન કરવા અને મોક્ષની પ્રાપ્તિ માટે માતાની પૂજા આ શ્લોક દ્વારા કરવી જોઈએ સ્કંદમાતાની પૂજાથી સંતાનની પ્રાપ્તિ સરળતાથી થઇ શકે છે. આ ઉપરાંત જો સંતાનની તરફથી કોઇ કષ્ટ છે તો તેનો પણ અંત થઈ શકે છે. સ્કંદમાતાની પૂજામાં પીળા ફૂલ અર્પિત કરો તથા પીળી વસ્તુઓનો ભોગ ચઢાઓ, જો પીળા વસ્ત્ર ધારણ કરવામાં આવે તો પૂજાના પરિણામ વધારે શુભ હશે.

To Top