World

છી…. વિમાનના ટોઈલેટમાં કોઈકે કરી એવી ગંદી હરકત જેના લીધે ફ્લાઈટ કેન્સલ કરવી પડી

નવી દિલ્હી: વિમાનમાં મુસાફરો દ્વારા મારપીટ કે અન્ય વિચિત્ર ગેરવર્તણુંકના અનેક કિસ્સા સાંભળવા મળતા હોય છે, એવો જ એક કિસ્સો તાજેતરમાં બન્યો છે. ઈજીજેટ એરલાઈન કંપનીએ એક પેસેન્જરની ગંદી હરકતના લીધે ફ્લાઈટ કેન્સલ કરવી પડી અને આખી રાત મુસાફરોએ હોટલમાં વિતાવવી પડી હતી.

એરલાઈન ઈજીજેટના મુસાફરો ત્યારે નારાજ થઈ ગયા જ્યારે એક મુસાફરના લીધે તેમની ફ્લાઈટ કેન્સલર થઈ હતી. લંડનથી ગૈટવિક જતી ફ્લાઈટમાં મુસાફરો બેસી ચૂક્યા હતા અને ટેકઓફ માટે તૈયાર હતા ત્યારે પાયલોટે એનાઉનસમેન્ટ કરી કે પેસેન્જર્સ ફ્લાઈટમાંથી ઉતરી જાય અને એક રાત માટે હોટલમાં રોકાઈ જાય. કારણ કે ફ્લાઈટ હવે ઉડશે નહીં. આ સાંભળતા જ મુસાફરો ચોંકી ગયા હતા. ફ્લાઈટ રાત્રે 8.05 વાગ્યે ટેકઓફ થવાની હતી પરંતુ આ ઘટનાના લીધે તેમાં વિલંબ થયો હતો.

આ ઘટનાની એક વિચિત્ર ક્લીપ વાયરલ થઈ છે. જ્યાં એક પાયલોટ એવું કહેતા સાંભળવા મળે છે કે સામેના ટોઈલેટમાં જવું મુશ્કેલ છે. તેથી આપણે રાત અહીં જ વીતાવવી પડશે. પોતાની હોટલોની વ્યવસ્થા કરી લો. આપણે કાલે સવારે ફ્લાઈ કરીશું. ખરેખર કોઈ પેસેન્જરે વિમાનના ટોઈલેટના ફર્શ પર જ ટોઈલેટ કરી લીધી હતી. ગંદકીનું કારણ આપી ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ સાથે જ મુસાફરોને એવો મેસેજ કરાયો કે ખૂબ જ ડિમાન્ડ હોવાના લીધે અમે તમારા માટે હોટલના રૂમની વ્યવસ્થા કરી શકતા નથી. જો તમને હોટલના રૂમની જરૂરિયાત હોય તો તમે તેની જાતે જ વ્યવસ્થા કરી લો. અમે તેનું ચૂકવણું પાછળથી કરીશું. તમારી હોટલમાં ડીનર અને આવવા જવાનો ખર્ચ એરલાઈન્સ ઉઠાવશે. થ્રી સ્ટાર હોટલમાં તમે રૂમ બુક કરાવી શકો છો.

જોકે, એરલાઈનના આ પ્રસ્તાવથી મુસાફરો ગુસ્સે ભરાયા હતા અને ટ્વીટર પર રોષ વ્યક્ત કર્યો હતો. એક પેસેન્જરે લખ્યું પહેલાં સાડા ત્રણ કલાક મોડું કર્યું અને પછી ફ્લાઈટ રદ કરી. અને તે પણ માત્ર એટલા માટે કે કોઈકે વિમાનના ટોઈલેટના ફર્શ પર પોટી કરી. આ બકવાસ છે.

Most Popular

To Top