Gujarat

કેન્દ્રીય કર્મચારીઓ બાદ હવે ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30%નો વધારો કરવામાં આવ્યો

ગુજરાત: બુધવારે મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓની ડીએમાં 4 નો વધારો કરીને નવરાત્રિમાં તેમને ભેટ આપી છે. ત્યાર બાદ હવે ગુજરાત સરકારે ફિક્સ પેના કર્મચારીઓની પગારમાં 30 ટકાનો વધારો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે લાંબા સમયથી ગુજરાત ફિર્સ પેના કર્મચારીઓ પગાર વધારવાની માંગ કરી રહ્યા હાત. જેને લઇને તેમના મનમાં સરકાર પ્રત્યો રોષ પણ જોવા મળ્યો હતો.

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હજારીમાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ફિક્સ પે કર્મચારીઓના રોષને ઠરાવવા માટેની ચર્ચા-વિચારણા કતરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓના પગાગ વધારવાની માંગને લઇને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યના ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા જ 30 ટકા પગાર વધારાની ભેટ આપી છે.

મુખ્યમંત્રીની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ફિક્સ પે કર્મચારીઓના પગારમાં વધારો કરવા અંગેની જાણકારી આપી હતી. જો કે સરકારના આ નિર્ણય પહેલા જ ફિક્સ પે કર્મચારીઓ દ્વારા ફિક્સેશન હટાવવા માટે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આ મામલે સુપ્રીમ કોર્ટે મુદત આપી છે. આ તમામ વચ્ચે ગુજરાત સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારે ફિક્સ પે કર્મચારીઓના પગારવધારાની માગને સંતોષી રોષ ઠારવાનો પ્રયાસ કર્યો હોય એવી ચર્ચાઓએ સચિવાલયમાં જોર પકડ્યું છે.

રાજ્યમાં કર્મચારીઓના પગાર વધારાના નિર્ણયનો અમલીકરણ 1 ઓક્ટોબરથી થશે. જેનાથી સરકારની તિજોરી ઉપર વાર્ષિક 500 કરોડથી પણ વધુ ભારણ વધશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61,560 કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. આ નિર્ણયથી વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. ઉપરાંત વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.16,224 થી વધીને રૂ. 21,100 થશે.

Most Popular

To Top