Vadodara

વડોદરામાં માંજલપુરના ડીવાઇન સ્પામાં કામ કરતી પરપ્રાંતિય યુવતી ઝડપાતા મેનેજરની અટકાયત, સંચાલક વોન્ટેડે

વડોદરા: વડોદરામાં માંજલપુરના ડીવાઇન સ્પાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારના ઈવા મોલ પાસેના મેબલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ચાલતા ડિવાઇન સ્પા પોલીસ વેરીફિકેશન વગર કામ કરતી પરપ્રાંતિય યુવતી ઝડપાઈ હતી. પોલીસે દરોડો પાડી મેનેજરની અટકાયત કરી સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન પીઆઇ બી બી પટેલને બાતમી મળી હતી કે માંજલપુર વિસ્તારમાં ઈવા મોલની બાજુમાં વ્રજધામ મંદિર રોડ પર આવેલા મેબલ પ્લાઝા કોમ્પ્લેક્સના પ્રથમ માળ પર ડિવાઇન સ્પામાં સંચાલક દ્વારા એક મહારાષ્ટ્રની યુવતીને કામ પર રાખી છે. જેની આધારે ટી.યુ નાની ટીમે મંગળવારે ડિવાઇન સ્પામાં રેડ કરી હતી. દરમિયાન સ્પામાંથી એક મહારાષ્ટ્રની પરપ્રાંતીય યુવતી પોલીસ વેરિફિકેશન વગર કામ કરતી મળી આવી હતી. ઉપરાંત સ્પામાં કામ કરતો મેનેજર ધર્મેશ ભિખાભાઇ સોલંકીની અટકાયત કરી હતી.

જ્યારે સ્પા માલિક શંકરસિંહ ભગતસિંહ ચુડાવતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે સંચાલક વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બોકગ્સ- વાઘોડિયા રોડ પર આવેલા સ્પા મસાજ પાર્લરમાં પાણીગેટ પોલીસનુ સપ્રાઇઝ ચેકિંગતેવી જ રીતે વાઘોડિયા રોડ ખાતેના વાઇટ ફેધર બ્યુટી સ્પા એ્ન્ડ મસાજ સેન્ટરમાં પાણીગેટ પોલીસની ટીમ દ્વારા સપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સંચાલક કસીસ ઉર્ફે શકીના સુભાષ કોટિયા દ્વારા પોલીસ વેરિફિકેશન કરાવ્યા વિના સ્પામાં કર્મચારીઓને કામ પર રખ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી પોલીસે સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં ગતરાત્રે ગરબા થોભાવી જનાઝો પસાર કરવા રસ્તો અપાયો
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાને રાજ્યનું સાંસકૃતિક પાટનગર કહેવામાં આવે છે. આ વાતની પ્રતીતિ કરાવે તેવી ઘટના ગતરોજ બની હતી. શહેરના રાજમહેલ રોડ પર આયોજિત શેરી ગરબા ટાણે જનાઝો પસાર થવા માટે રસ્તો કરી આપવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.

વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે. હાલ નવરાત્રી ચાલી રહી છે, જેમાં મોટા પાયે થી લઈ ને વિવિધ શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મસમોટા પૈસા ખર્ચી ને પણ લોકો ગરબે ઘૂમી રહ્યા છે, અને બીજી તરફ શેરી ગરબાઓમાં પણ લોકો નિઃશુલ્ક ગરબાનો આનંદ મણિ રહ્યા છે. તેવામાં એક એવી ઘટના સામે આવી છે, જેને વડોદરાના સંસ્કાર અને સંસ્કૃતિના દર્શન એક સાથે જ કરાવી દીધા છે. ગતરાત્રે રાજમહેલ રોડ પર આયોજિત શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકી ને ગરબે ઘૂમી રહ્યા હતા. તેવામાં મુસ્લિમ અગ્રણીનો જનાઝો નીકળતા આયોજકો દ્વારા ગરબા થોભાવીને રસ્તો કરી આપવામાં આવ્યો હતો. આમ કોમી એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. શહેરના તાડફડિયા અને દયાળભાવ શેરી ગરબાના આયોજકો દ્વારા કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસનો પણ જરૂરી સહકાર મળ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જનાઝો પસાર થવા માટે 10 મિનિટ સુધી ગરબા થોભાવી દેવામાં આવ્યા હતા. જનાઝો પસાર થયા બાદ પુનઃ ગરબા શરુ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે લોકોને વડોદરાના સંસ્કાર અને સંસ્કૃતિનો અહેસાસ થવા પામ્યો છે. અગાઉ પણ શહેરમાં કોમી એખલાસના દર્શન કરાવે તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે

Most Popular

To Top