Charchapatra

વૃદ્ધોની સેવા માટે શ્રાદ્ધ પક્ષની શી જરૂર?

જે પિતૃઓનું આપણે શ્રાદ્ધ કરતા હોઇએ છીએ એમની સેવા વૃદ્ધાવસ્થા દરમ્યાન કેટલી કરી છે? એ આપણે જ આપણે પૂછવું જોઇએ. પલાયનવાદી એવા આપણે આ પ્રશ્નને જ હડસેલી દઇએ છીએ. મૃત વ્યકિતના જીવનના સદ્‌ગુણોને આપણા જીવનમાં ઉતારવાનો ભારોભાર પ્રયત્ન કરવો જોઇએ. મૃત વ્યકિતની સેવા જો નહિ કરી હોય તો એના પ્રાયશ્ચિતરૂપે કુટુંબની કોઇ પણ જીવંત વૃદ્ધ વ્યકિતની સેવા કરવી જોઇએ. પડોશમાં રહેતા વડીલોની સેવા કરી શકાય. તેઓના ઘરમાં કોઇ સંતાન ન હોય તો એમની જરૂરિયાત પ્રમાણે બજારમાંથી વસ્તુઓ દ્વારા પણ તેમના માટે લાવી શકાય. ઘણાં વડીલોનાં સંતાનો પરદેશ હોય તો એવા વડીલો માટે સમય ફાળવી તેઓને મદદ કરવી એ આપણો ધર્મ છે. તેમનું લાઇટબીલ, વીજળીનું બીલ, ટેલીફોન બીલ પણ ભરવાની સેવા આપણે કરી શકીએ. આ પ્રમાણે ફકત એક જ દિવસ શ્રાદ્ધ કર્મ કરીને અટકી નથી જવાનું. આખા વર્ષના કાંક બેઠેલા વૃદ્ધોની સેવા કરવાનો નિત્ય ક્રમ રાખવાથી ખરા અર્થમાં શ્રાદ્ધ કરેલું લેખી શકાય. આ વાત માટે છત્તીસગઢમાં આવેલા રાયપર શહેરમાં યુવાનોનું કાર્ય ઉદાહરણરૂપ થઇ શકે. શહેરના 700 યુવાનો એકલા રહેતાં વૃદ્ધોની રોજ ફોન કરી ખબર અંતર પૂછે છે. ગમે ત્યારે ફોન કરીએ ત્યારે આવી જાય છે. હોસ્પિટલમાં જવાનું હોય કે દવા મંગાવવાની હોય તો આ યુવાનો તરત જ હાજર થઇ જાય છે. થોડા મિત્રોથી શરૂ થયેલી બ્રાહ્મણ યુવા પહેલા સંસ્થા હવે રકતદાન, શબવાહિની, એમ્બ્યુલન્સ જેવી સેવાઓ તેમજ બોડી ફીશ્ચર, વ્હીલ ચેર, વોકર, પેશન્ટ બેડ સ્ટીક વગેરેની સેવા આપે છે. કહેવાનો આશય એ છે કે વૃદ્ધોની આખું વર્ષ સેવા કરીને એમનું ઋણ ચૂકવી શકાય. આ પ્રમાણે જો આપણે કરીશું તો શ્રાદ્ધ પક્ષની રાહ જોવી નહિ પડે.
સુરત              – રેખા ન. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિદેશ અભ્યાસનું ઝનુન
સ્વેદશી જાગરણ મંચ એ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થવા અંગે ચિંતા વ્યકત કરી છે. છેલ્લા 30 વર્ષમાં આ સંખ્યામાં દસ ગણી વધી છે જે દેશ માટે પણ ચિંતાનો વિષય છે. એક આધારભૂત અહેવાલના જણાવ્યા અનુસાર વર્ષ 2022માન વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓએ 11.2 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. વિદેશી યુનિવર્સિટીઓ માટે આ વિદ્યાર્થીઓ પૈસા કમાવવાનું એક માત્ર માધ્યમ બની ગયા છે. વિદેશી શિક્ષણ અને વાસ્તવિકતા સાથે કોઇ લેવાદેવા નથી. નોકરી મેળવવાની આશાએ લાખો યુવાનો વિદેશ અભ્યાસ માટે જાય છે પરંતુ તેઓ એ સમજી શકતા નથી કે આજે કેનેડા ઓસ્ટ્રેલિયા અને યુરોપીન દેશોની શૈક્ષણિક સંસ્થાઓ તેમને તેમના પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સરળતાથી પ્રવેશ આપી રહી છે. ભારત અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ પાસે ફીસ્વરૂપે મોટી રકમ વસૂલ કરે છે આ અંગે સરકારે પણ જાગૃતી અભિયાન ચલાવી જરૂરી પગલા લેવા જ જોઇએ.
સુરત              – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top