Dakshin Gujarat

ઓલપાડ-સાયણ રોડ ઉપર પૂરપાટ દોડતી કારે બાઈકને દૂર સુધી ઢસડી, બાઈક ચાલકની હાલત ગંભીર

સાયણ: (Sayan) ઓલપાડ-સાયણ રોડ ઉપર અટોદરા ગામ પાસેની એક સોસાયટીના ગેટ સામેથી બાઈક હંકારી જઈ રહેલા ઉત્તરપ્રદેશ (UP) રાજ્યના શ્રમજીવીને પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે (Car Driver) ટક્કર મારી અડફેટે લીધો હતો. આ ઘટનાને કારણે બાઈક ચાલક બાઈક (Bike) સાથે 100 મીટર સુધી ઢસડાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે સુરત હોસ્પિટલમાં ખસેડાયો છે.

  • ઓલપાડ-સાયણ રોડ ઉપર પૂરપાટ દોડતી કારે બાઈકને દૂર સુધી ઢસડી, બાઈક ચાલકની હાલત ગંભીર
  • ઘટનાને કારણે બાઈક ચાલક બાઈક સાથે 100 મીટર સુધી ઢસડાયો હતો
  • અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે સુરત હોસ્પિટલમાં ખસેડાયો
મળતી માહિતી મુજબ મુળ ઉત્તરપ્રદેશ રાજ્યના મહારાજા ગંજ જિલ્લાનો વતની સંજય ગુરવ શર્માઉ.વ.૩૫) હાલમાં ઓલપાડ તાલુકાના અટોદરા ગામે રોયલ પાર્ક સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી રહે છે. તે કલરકામની મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રવિવાર 15 ઓક્ટોબરના રોજ રાત્રે-૮:૦૦ કલાકના સુમારે સંજય શર્મા તેની બાઈક નં- જીજે-05, એનપી-6297 હંકારી સાયણ-ઓલપાડ રોડ ઉપર રોયલ પાર્ક સોસાયટીના ગેટ સામેથી જઈ રહ્યો હતો ત્યારે રોડ ઉપર પુરપાટ ઝડપે દોડતી ગ્રે કલરની કાળા કાચવાળી ફોર વ્હીલ કાર નંબર- જીજે-05, આરએન-9664 નાં ચાલકે કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સંજય શર્માની બાઈકને ટક્કર મારી અડફેટ લીધી હતી. એટલું જ નહીં પણ આ કાર ચાલક તેની બાઈકને 100 મીટર દુર સુધી ઘસડી ગયો હતો. 

જેથી સર્જાયેલા અકસ્માતમાં સંજય શર્માને માથામાં ગંભીર ઈજા થતા સારવાર અર્થે 108 એમ્બયુલન્સ દ્વારા સુરત ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સંજય શર્માની હાલ સારવાર ચાલુ છે તેની હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જયારે અકસ્માત સર્જાતા કારનો ચાલક ઘટના સ્થળે કાર મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત નજરે જોનારા લોકોએ કાળા કાચવાળી ફોર વહીલ કારનો ચાલક નશામાં હોવાનું જણાવી રહ્યા છે. જયારે પ્રાથમિક તપાસમાં આ કાર ઓલપાડ પોલીસ મથકમાં ફરજ બજાવતા જી.આર.ડી. ચંદ્રેશ પટેલની હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બાબતે ઈજાગ્રસ્તના નાનાભાઈ અનિલ શર્માએ હોસ્પિટલ ખાતેથી ઓલપાડ પોલીસને કાર ચાલક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે હાલ તો અજાણ્યા કાર ચાલકવિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Most Popular

To Top