Madhya Gujarat

કોરોનાના મૃતકોના સ્મૃતિ અભિયાનમાં મંદિરો જોડાયા

  આણંદ : 2021 જાન્યુઆરી 19ના દિને, કોવિડ-19માં જીવ ગુમાવનાર મૃતકોની સ્મૃતિ અને સન્માનમાં ઉત્તર અમેરિકાના બીએપીએસ મંદિરો પીળા રંગોથી ઝળહળ્યાં હતાં. એ જ દિવસે વોશિંગટન, ડીસીના લિંકન મેમોરિયલ રિફ્લેક્ટિંગ પૂલ આગળ સ્થાનિક સમય સાંજના સાડા પાંચ વાગ્યે રાષ્ટ્રીય સ્મૃતિસભા યોજાઈ હતી. રાષ્ટ્રવ્યાપી અનેક જાણીતા સ્મારકો પણ આ અભિયાનમાં જોડાયા હતાં અને પીળો પ્રકાશ રેલાવ્યો હતો. બીએપીએસ મંદિરોની રોશની પણ આ અભિયાનનો જ ભાગ હતી.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેઓ બીએપીએસ સ્વામિનારાણ સંસ્થાના આધ્યાત્મિક વડા અને બીએપીએસ ચૅરિટિઝની અનેક પ્રવૃત્તિઓના પ્રેરક છે, તેમણે સર્વેને દૈનિક સવાર અને સાંજ કોવિડ-19 રોગચાળાના શીઘ્ર અંત માટે અને મહામારી દ્વારા આહત લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરવા અનુરોધ કર્યો છે. સમગ્ર 2020ના વર્ષમાં બીએપીએસના સત્સંગીઓએ રોગચાળામાં જીવ ગુમાવનારાઓ માટે, પીડિતોના સારા સ્વાસ્થ્ય માટે, કોવિડ-19 વિરુદ્ધ લડતા  વ્યાવસાયિકો માટે અને આર્થિક નુકશાન ભોગવનારા લોકો માટે પ્રાર્થનાઓ કરી હતી.

બીએપીએસની સખાવતી સંસ્થા બીએપીએસ ચૅરિટીઝે વિશ્વભરમાં અનેક સ્વયં સેવકોને રોગચાળાની શરૂઆતથી જ અનેક પ્રકારની સેવાઓમાં જોતરી દીધાં છે. એકલા અમેરિકામાં જ બીએપીએસ ચૅરિટીઝે કોવિડ-19 સામે ઝઝૂમતા અગ્રીમ હરોળના વ્યાવસાયિકો, પહેલાં પ્રતિભાવીઓ, સમાજસેવી સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો અને પછાત લોકોને સેવા આપી છે; બીજા દેશોમાં અલગ! છેલ્લા કેટલાંય મહિનાઓથી બીએપીએસ ચૅરિટીઝે કોવિડ-19 સામે લડતા વ્યાવસાયિકો માટે એક લાખ દશ હજારથી વધુ પીપીઈ કીટ, એક લાખ એંશી હજાર ડોલરથી વધુનું દાન અને એંશી હજારથી વધુ ભોજન/ટિફિનની વ્યવસ્થા કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top