Sports

ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી વર્લ્ડકપમાં ભારતની વિજયી શરૂઆત

યજમાન ભારતીય ટીમે આજે ICC ODI વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયા (Team India) આ મેગા ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા (Australia) સામે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 30 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં મુકાયું હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે. 30 ઓવરને અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ 5 વિકેટ ગુમાવી ફક્ત 119 રન બનાવી શકી હતી. ફક્ત 199 રન પર જ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરી દીધી હતી. 200 રનના ટાર્ગેટ સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરી હતી.

વર્લ્ડ કપ 2023ની તેની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર 199 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો જ્યારે વિરાટ કોહલીએ ત્રીજી ઓવરમાં જ જસપ્રિત બુમરાહના બોલ પર મિશેલ માર્શનો શાનદાર કેચ લીધો. મિશેલ માર્શ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આ પછી કાંગારૂ બેટ્સમેનો ભારતીય સ્પિનરોની જાળમાં ફસાઈ ગયા. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. તેણે 10 ઓવરના ક્વોટામાં માત્ર 28 રન આપીને ત્રણ મોટી વિકેટ લીધી હતી. આઈપીએલના પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલા જાડેજાના બોલનો ઓસ્ટ્રેલિયા પાસે કોઈ જવાબ નહોતો.

ભારતીય ટીમ આ મેચમાં શુભમન ગિલ વિના રમી રહી છે જ્યારે રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ 11માં તક આપવામાં આવી છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 12 વખત ટકરાયા છે જેમાં ભારત 4 જીતવામાં સફળ રહ્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયા 8 મેચ જીતવામાં સફળ રહ્યું છે. ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ મેચ રમી રહી છે. આ મેચમાં શુભમન ગિલ ટીમ સાથે સ્ટેડિયમ પહોંચ્યા નથી. તમને જણાવી દઈએ કે ગિલ વાયરલ ફીવરને કારણે છેલ્લા કેટલાક દિવસોથી પ્રેક્ટિસમાં ભાગ લઈ રહ્યો ન હતો.

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા હતા. મિચેલ માર્શના વહેલા આઉટ થયા બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરે ઇનિંગની કમાન સંભાળી હતી. બંને સારી બેટિંગ કરી રહ્યા હતા. જોકે લેફ્ટ આર્મ સ્પિનર ​​કુલદીપ યાદવે ભારતને બીજી સફળતા અપાવી હતી. તેણે 17મી ઓવરના ત્રીજા બોલ પર ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો. વોર્નરે 52 બોલમાં 41 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. આઉટ થતા પહેલા વોર્નરે સ્ટીવ સ્મિથ સાથે બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી.

ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ 110 રનના સ્કોર પર પડી હતી. રવિન્દ્ર જાડેજાએ સ્ટીવ સ્મિથને ક્લીન બોલ્ડ કર્યો હતો. સ્મિથે 71 બોલમાં 46 રન બનાવ્યા હતા. તે પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. ગ્લેન મેક્સવેો માર્નસ લાબુશેન સાથે ક્રિઝ પર રહી 28 ઓવર પછી 112 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ એલેક્સ કેરીને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો હતો. આ જ ઓવરમાં જાડેજાની આ બીજી વિકેટ હતી.

Most Popular

To Top