Vadodara

નોટબુકના ભાવમાં 20થી 25 ટકાનો વધારો

વડોદરા : શાળાઓમાં  ઉનાળા વેકેશન ચાલી રહયું છે.  ત્યારે  હવે ટૂંક સમયમાં  શાળાઓ ખુલશે ત્યારે વાલીઓની ચોપડા નોટબુક સહિત  ગણવેશ  નો ખરીદી માટે દોડધામ શરૂ થશે. શાળાના આચાર્યો સંચાલકો નવા શૈક્ષણિક સત્રની તડામાર તૈયારીમાં  લાગી ગયા છે.  દરમિયાન શાળામાં નવા સત્રના આરંભે જ વાલીઓના ખિસ્સા પર વધારાનો બોજ પડશે . કારણકે , નોટબુક , અને સ્ટેશનરીના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે સ્ટેશનરી બજારમા ઉહાપોહ જોવા મળી રહ્યો છે .

શિક્ષણમાં ઉપયોગમાં લેવાતી ૮૦ પાન,૧૪૪ પાન અને ૧૭૨ પાનાની નોટબુક અને ડ્રોઈંગ બુકના ભાવો વધારવાની નોબત આવી છે.  નોટોના રો – મટીરીયલ, લેબર  અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની સાથે  ઉત્પાદકોએ ભાવ વધારવો પડ્યો છે. જેની સીધી અસર વાલીઓના ખિસ્સા પર પડશે. નોંધનીય છે કે , છેલ્લા બે વર્ષમાં કોરોનાના કપરા કાળ  દરમિયાન શાળા કોલેજો બંધ રહેતા  સ્ટેશનરી બજારને મોટું  નુકશાન વેઠવુ પડ્યું હતું.  તેમજ સ્ટેશનરીના વેપાર સાથે સંકળાયેલાઓએ કોરોનામાં શાળાઓમાં ઓનલાઇન ઓફલાઇન શિક્ષણની અનિશ્ચિતતા વચ્ચે ઘરાકી ન દેખાતા વેપારીઓએ વધારાનો સ્ટોક કરવાનું માંડી વાળ્યું હતું . હવે  વર્ષ ર૦રર – ર૩ના ઉઘડતા શૈક્ષણીક સત્રમાં ભાવ વધારાને લઇને ચિંતાનું મોજુ ફળી વળ્યું છે. પેપર , રો – મટીરીયલ, લેબર ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધવાને કારણે નોટબુક, સ્ટેશનરીની કિંમતમાં ૨૦ થી ૨૫ ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે. વિવિધ કંપની, મેન્યુફેકચર દ્વારા એ-૪, એમ અને સ્મોલ સાઇઝની નોટબુકના ભાવમાં વધારો કરી દેવાયો છે . જયારે આવનારા દિવસોમાં ઉઘડતા સત્ર સાથે જ વાલીઓ સાથે રીકીંકની સ્થિતિ જોવા મળરો.

ભાવવધારાને પગલે ૮૦ પાનાની નોટબુક ૨૦-૨૫ની જગ્યાએ હવે ૨૫ થી ૩૦ રુપીયામાં વેચાઇ રહી છે . આ સિવાય ૧૪૪ પાનાની નોટબુક ૪૫-૬૦ ની જગ્યાએ ૫૫ થી ૭૦ રુપિયામાં મળી રહી છે. ડ્રોઇંગ બુક સહિતની સ્ટેશનરીમાં પણ આવા જ હાલ જોવા મળ્યા છે. જે પેપર પહેલા ૬૦ રુપિયા કિલોના ભાવે મળતા હતા તે હવે ૯૦ રુપિયો કિલોએ વેચાણ થઇ રહ્યા છે. આ સિવાય રો – મટીરીયલ, લેબર, બાઇન્ડીંગ પુંઠા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા સ્ટેશનરી નોટબુકના ભાવ વધ્યા છે.  તેથી ભાવ વધારો કરવાની ફરજ પડી હોવાનું ઉત્પાદકોએ જણાવ્યું હતું.

Most Popular

To Top