Vadodara

RTOમાં ફાયરના સાધનો એક્સપાયર્ડ શૌચાલય અને પાણીના કૂલરો બંધ

વડોદરા : વડોદરા શહેર નજીક દરજીપુરા ખાતે આવેલી આરટીઓ કચેરીમાં પ્રાથમિક સુવિધાના અભાવે જરૂરી કામકાજ અર્થે આવતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે સામાજિક કાર્યકરે આરટીઓ કચેરી ખાતે પહોંચી મુખ્ય અધિકારીને આરટીઓ કચેરી ખાતે નાગરિકો માટે પાણી, શૌચાલયની સુવિધા ઉપલબદ્ધ કરવા રજૂઆત કરી હતી.
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સૌપ્રથમ આરટીઓ કચેરી કાર્યરત હતી. જોકે આ કચેરીમાં ભારણ વધતા જગ્યા નહિવત્ હોવાથી ફરજ નિભાવતા અધિકારીઓ અને જરૂરી કામ અર્થે આવતાં લોકો હેરાન પરેશાન થઈ ઊઠતા હતા. જેને ધ્યાનમાં રાખીને આરટીઓનું દરજીપુરા ખાતે વિશાળ જગ્યામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

જેથી કરીને કામગીરી સમયાંતરે પાર પડે અને લાયસન્સ સહિતના વાહન સંબંધિત કામ અર્થે આવતા લોકોને મુશ્કેલી વેઠવી ન પડે. જોકે હાલમાં આરટીઓ કચેરીમાં પ્રાથમિક સુવિધા નહીં હોવાથી જરૂરી કામકાજ અર્થે આવતા લોકો હાલાકી નો સામનો કરવા મજબૂત બન્યા છે. આ બાબતે શહેરના એક જાગૃત નાગરિકે આરટીઓ કચેરીની મુલાકાત લેતા ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટવાળા, પીવાના પાણીની કોઈ સુવિધા નહીં તેમજ શૌચાલય,ખુલ્લી ગટરો,કુલરો બંધ હાલતમાં નજરે પડ્યા હતા.જ્યારે બહાર ખુલ્લી જગ્યામાં વૃક્ષો ફુલછોડ પણ સુકાઈ ગયેલા જોવા મળ્યા હતા.

જેને લઈ જાગૃત નાગરિકે આ મામલે આરટીઓ અધિકારીને આવેદનપત્ર પાઠવી કચેરીમાં જે પણ અસુવિધાઓ હોય તો તે તમામ સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે,જો કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કામ ન કરવામાં આવતા હોય અને કામચોર કર્મચારી હોય તો તેવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવે સાથે સાથે વડોદરા શહેરી વિસ્તારમાં સમય સૂચન હોવા છતાં પણ કેટલાક ભારદારી વાહનો નીતિનિયમો તોડીને અવર-જવર કરતાં હોય છે,સાથે કેટલાક ખાનગી ભારદારી વાહનો પર વીએમસીનું બોર્ડ મારીને પણ અવર જવર કરતા હોય છે.તો તેવા તમામ વાહનોની પણ સંપૂર્ણ તપાસ કરી જપ્ત કરવામાં આવે તેમજ તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

Most Popular

To Top