National

કોરોના રીટર્ન: ગુજરાતમાં 24 કલાકમાં 100થી વધુ કેસ, દેશમાં આંકડો 5 હજારને પાર

ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં કોરોના(Corona)એ ધીમે ધીમે સદી ફટકારી દીધી છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ(Ahmadabad) મનપામાં 48 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં આજે 29 કોરોના દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસ(Active Case)ની સંખ્યા વધીને 445 થઈ છે.

એક્ટિવ કેસની સંખ્યા પણ 445 ઉપર પહોંચી
રાજ્યમાં આજે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 48, વડોદરા મનપામાં 25, સુરત મનપામાં 8, રાજકોટ મનપામાં 7, ગાંધીનગર મનપા, વલસાડમાં 5 અમદાવાદ ગ્રામ્ય, આણંદ, જામનગર મનપામાં, રાજકોટ ગ્રામ્ય, સુરત ગ્રામ્યમાં 2, જામનગર ગ્રામ્ય, મહેસાણા અને મોરબીમાં એક કેસ નોંધાયો છે. ભારતમાં 93 દિવસ બાદ દૈનિક કોરોનાવાયરસ ચેપના નવા 5,233 કેસ નોંધાવા સાથે દેશમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા વધીને 4,31,90,282 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 28,857 થયા છે. એમ બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં 2,701 નવા કેસ, એકલા મુંબઈમાં જ 1,765 કેસ નોંધાયા
બુધવારે સવારે 8 વાગ્યે આરોગ્ય મંત્રાલયના અપડેટ ડેટા મુજબ, દેશમાં કોરોનાના કારણે વધુ 7 લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 5,24,715 પર પહોંચી ગયો છે. નવા 7 લોકોનાં મોતમાં કેરળના 5, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના 1-1નો સમાવેશ થાય છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કોવિડ-19 કેસ લોડમાં 1,881 કેસનો વધારો નોંધાયો છે. સક્રિય કેસોમાં કુલ ચેપના 0.07 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.72 ટકા નોંધાયો છે. મહારાષ્ટ્રમાં બુધવારે 2,701 તાજા કોરોનાવાયરસ પોઝિટિવ કેસ નોંધાયા છે, જે લગભગ ચાર મહિનામાં સૌથી વધુ છે, પરંતુ કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જ્યારે સક્રિય કેસ લોડ 9,806 પર 10,000-માર્કની નજીક પહોંચી ગયો છે, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

આ જ પ્રમાણે દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેરની નાગરિક સંસ્થાના જણાવ્યા મુજબ, મુંબઈમાં 1,765 કેસ નોંધાયા છે, જે દિવસ માટે રાજ્યની કુલ સંખ્યાના 60 ટકાથી વધુ છે. જ્યારે શહેરમાં સક્રિય સંખ્યા 7,000 સુધી પહોંચી ગઈ છે. મેટ્રોપોલિસમાં 26 જાન્યુઆરી પછી સૌથી વધુ દૈનિક કોવિડ-19 કેસ નોંધાયા હતા. 26 જાન્યુઆરીએ મુંબઈમાં 1,858 કેસ અને 13 જાનહાનિ નોંધાઈ હતી.

Most Popular

To Top