Vadodara

બાયો ડીઝલ કૌભાંડમાં અઢી માસથી ફરાર સાળા બનેવી ઝડપાયા : બે દિવસ ના રિમાન્ડ

વડોદરા : દશરથ ગામ નેશનલ હાઇવે નં.૪૮ મેઇન રોડ ઉપર રણછોડજી મંદિરની બાજુમાં આવેલ શ્રી શિવ ટ્રાન્સપોર્ટમાં બાયો ડીઝલ વેચાણ થાય છે. તેવી બાતમી આધારે છાપો માર્યો હતો.તપાસ દરમ્યાન ઓરડીમાં બેટરી સંચાલિત ડીઝીટલ ડીસ્પ્લેવાળુ મીની ફયુઅલ પંપ મુક્યા હતા તે પંપ દ્વારા ફીલીંગ કરી વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવતા લાયસન્સો તથા એન.ઓ.સી. વગર ચલાવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા. રેઇડ દરમ્યાન ત્રણઆરોપીઓ  (૧) માધવ કિશનલાલજી શર્મા ઉ.વ.૨૩ રહે. ગામ કંટાલીયા પોસ્ટ લોહારીયા થાણા સોયેતકલા તા.સુસનેર જી.આગરમાલવા મધ્યપ્રદેશ (૨) રાકેશકુમાર રામપ્યારે યાદવ ઉ.વ.૩૪ રહે. ગામ કસાઇપુર તા.લંભુવા જી.સુલતાનપુર ઉત્તર પ્રદેશ (૩) જસવીન્દરસીંગ હાકમસીંગ મથારૂ ઉ.વ.૩૮ રહે. મ.નં.૩૮, વિજયનગર, શાંતીનગર પાસે, ન્યુ સમા રોડ વડોદરા ના પકડાયા હતા. તેમજ કુલ રૂા.૩૨,૭૫ લાખનો મુદ્દમાલ રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો.

 આરોપીઓ અંગે વધુ તપાસ કરતા આરોપી નં (૧) મિતેશ ચિત્રકેતુ પટેલના સગા મામા અશોકભાઇ મગનભાઇ પટેલ રહે. બિલ્ડીંગ નં ૧૪, મકાન નં ૯-૧૦ સોના એપા. ઉમીયાધામ રોડ, વરાછા રોડ સુરત નાઓની સંડોવણી પ્રકાશમા આવી હતી. આરોપીને પોતાના ઘરે આશરો આપીને  બંન્ને આરોપીઓને સુરત બેઠા બેઠા ધંધો કરવા માટે પોતાના આર.ઓ પ્લાન્ટ ઉપર નોકરી કરતા પરપ્રાંતીય કર્મચારીઓના નામે મેળવેલ સીમકાર્ડ અપાવનાર   અશોકભાઇ મગનભાઇ પટેલની તા.5 નાં રોજ ધરપકડ કરવામા આવી હતી.  

ગુન્હો બન્યાના ૭૬ દિવસ બાદ તા.૦૭ ના રોજ બંને સાળા બનેવી ની ધરપકડ કરવામાં આવી હતી. વાહનોની નોંધણી કરવા માટે પંપનો ફીલર આરોપી માધવ શર્માને તેઓએ ડાયરી આપેલ જેમાં દિવસ દરમ્યાન આવતા વાહનોની નોંધ કરવામાં આવે છે તે ડાયરી કબજે કરવામાં આવેલ છે. જેમાં તા.૧૦/૦૧/૨૨ થી તા.૨૨/૦૩/૨૨ સુધીમાં રીફીલીંગ કરેલ વાહનોની નોંધ થયેલ છે તે અગાઉની ડાયરીઓ આરોપી માધવ શર્માએ  આરોપીઓ પાસે જમા કરાવેલ છે આ ગુનાવાળી જગ્યાએ છેલ્લા એક વર્ષથી આ પ્રવૃતિ ચાલતી હોય તે હિસાબ-કિતાબની ડાયરીઓ કબ્જે કરવાની બાકી છે જે ક્યા રાખેલ છે ? કોના કબજામાં છે ? જે માહિતી છુપાવે છે.  તે તમામ દિશાઓ તરફ તપાસ કરવા પીસીબીએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રીમાન્ડ માગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Most Popular

To Top