Charchapatra

નવ-નેજા પાણી

વરસાદ વધુ હોય કે ઓછો, મુશ્કેલીઓ આવે. જરૂરિયાત મુજબ હોય તો સારું. આ વખતે પહેલાં વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું. અરે ગામડાંની વાત તો ઠીક, વિકસિત શહેરોની પણ અવદશાના દ્રશ્યો જોવા મળ્યાં. ઠેરઠેર રોડ-રસ્તામાં ગાબડાં, પૂલમાં તિરાડો પડી ગઈ. લોકો તોબા પોકારતાં થઈ ગયાં. નવ-નેજા થવાં એટલે મહામુશ્કેલી પડવી. મોટેભાગના વિસ્તારોમાં દરેક ચોમાસામાં વિકટ પરિસ્થિતિ ઊભી થતી હોય તેનો કાયમી ઉપાય શોધવો જોઈએ. મુશ્કેલીઓનું નિવારણ થવું જોઈએ. મહામુશ્કેલી વેઠતાં લોકોની અવદશા માટે જે જવાબદાર હોય તેને પાઠ ભણાવવા જોઈએ. કોઈપણ મહામુશ્કેલીમાંથી બહાર નીકળવા વધારાનો પ્રયત્ન કરવામાં સમજદારી છે.

ક્યાંક તો જીવનભરની કમાણી પાણીમાં સમાણી જેવી હાલત થતી હોય છે. નવનેજા પાણી થવાં કે ઉતરાવવાં બીજા અર્થમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જેમકે જીવનના કોઈપણ ક્ષેત્રોમાં આગળ વધવા, સફળતા મેળવવામાં નવ-નેજા પાણી પડે છે. સફળતા મેળવવામાં ક્યાંક તો અડધી જિંદગી નીકળી જતી હોય છે. સફળ થવાં માટે ખૂબ જ પરિશ્રમ અને પુષ્કળ મહેનત કરવી પડે છે. અતિશય કષ્ટો વેઠીને જે મુકામ હાંસલ કર્યો હોય તે પાણીમાં વહી જાય તો? જે તે વ્યક્તિ માટે મહામુશ્કેલીઓ આવી પડે. કોઈપણ પ્રશ્નનો કાયમી ઉકેલ તે રામબાણ ઈલાજ છે. ઈલાજ ન મળે તો કાયમી આપદા ભોગવવાની માનસિક તૈયારી રાખવી પડે, બીજું શું? અસ્તુ!
 નવસારી – કિશોર આર. ટંડેલ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

કમિશ્નરને કહેવા જેવા થોડા કામો
સુરત શહેરમાં ઉંચા કલોક ટાવર (ઘડિયાળ) બનેલા છે તે લગભગ બંધ જ રહે છે. આ બાબતે એસએમસીએ ધ્યાન રાખવું રહ્યું. કતારગામ સ્વામીનારાયણ મંદિરમાં જે ટાવરમાં ઘડિયાળ લગાવેલ છે તે પણ બંધ જ રહે છે. (કતારગામ ચંદ્રશેખર આઝાદ બ્રીજ). સુરત કમિશનરનું ધ્યાન દોરવાનું કે શહેરમાં કૂતરાઓનો જે ત્રાસ છે તે કાયમી ધોરણે દૂર કરવો જોઇએ! લાલદરવાજા ચાર રસ્તા પર જે ટ્રાફિક થાય છે તે બાબતે સુરત પોલીસ કમિશનરે ધ્યાન કરવું રહ્યું. રોંગ સાઇડ વાહનોની ઘણી જ અવરજવર થાય છે.
સુરત              – જવાહર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top