Dakshin Gujarat

નેશનલ હાઇવે નં. 48 ઉપર એકની પાછળ એક 4 વાહનો અથડાયા, લાંબો ટ્રાફિક જામ

નવસારી: (Navsari) નેશનલ હાઇવે નં. 48 (National Highway No. 48) ઉપર સિસોદ્રા ગામ પાસે એક પાછળ એક ૪ વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી. આ ઘટનામાં એક પાછળ એક 4 કાર અથડાઈ હતી. જેના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ જતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

  • સિસોદ્રા પાસે હાઇવે પર 4 વાહન એક સાથે અથડાયા, એક પાછળ એક 4 કાર અથડાઈ હતી
  • જેના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ જતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી

મળતી માહિતી મુજબ, નેશનલ હાઇવે નં. 48 24 કલાક વાહન વ્યવહારથી ધમધમતો રહે છે. હાઇવે હોવાથી ટ્રક, ડમ્પર, ટેમ્પો, બસ અને કાર પુરઝડપે ચલાવતા હોય છે. જેના પગલે હાઈવે ઉપર અકસ્માતો પણ થતા રહે છે. જે અકસ્માતોમાં વાહન ચાલકો જીવ પણ ગુમાવતા હોય છે. જેથી અકસ્માતો રોકવા માટે નવસારી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગત વર્ષના અંતિમ દિવસે લક્ઝરી બસ અને કાર વચ્ચે હચમચાવી દેતો અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. જોકે ત્યારબાદ પણ હાઇવે પર અકસ્માતો સર્જાયા છે.

આજે મંગળવારે સવારે નેશનલ હાઇવે નં. 48 ઉપર સિસોદ્રા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક પાછળ એક 4 કાર અથડાઈ હતી. જેના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ જતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. આ અકસ્માતને પગલે હાઇવે ઓથોરીટી અને નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેઓએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલ્યા હતા. જ્યારે હાઇવે ઓથોરિટીએ વાહનોને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવું કામગીરી શરૂ કરી હતી.

નવસારીમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 13.4 ડિગ્રી નોંધાયું
નવસારી : નવસારીમાં આજે લઘુત્તમ તાપમાન વધુ 2 ડિગ્રી ગગડીને 13.4 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધતા 31.4 ડિગ્રી નોંધાયુ હતું. જોકે નવસારીમાં ઠંડીમાં વધારો થયો હતો. નવસારીમાં ગત 1લી જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયા બાદથી લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો હતો. જેથી લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીને પાર થતા નવસારીમાં ઠંડીને બદલે ગરમી પડી હતી. જોકે ગત રવિવારથી લઘુત્તમ તાપમાનમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે. ગત 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આજે મંગળવારે લઘુત્તમ તાપમાનમાં વધુ 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. જોકે ઠંડીમાં વધારો થયો હતો.

આજે મંગળવારે લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી ગગડતા 13.4 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે મહત્તમ તાપમાન 1.1 ડિગ્રી વધતા 31.4 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 25 ટકા જેટલું ઓછું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન 7.1 કિ.મી. ની પૂરઝડપે પવનો ફૂંકાયા હતા. જેથી દિવસ દરમિયાન ઠંડી અનુભવાઈ હતી.

Most Popular

To Top