Entertainment

નાના પાટેકર થયા ટ્રોલ: ફેનને થપ્પડ મારતો વિડીયો વાયરલ

મુંબઈ: નાના પાટેકરનો (Nana Patekar) એક વિડીયો સોશિયલ મીડિયા (Social media) ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેના કારણે તેઓને ખૂબ જ ટ્રોલ (Troll) કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ પોતાના એક ફેનને (Fan) થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ પણ થઈ ગયો હતો અને તેઓને ચાહકોની ખરાબ કોમેન્ટસનો (Comments) સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વિડિયો પાછળ શું ખરેખર કંઈ બીજી સચ્ચાઈ છે? નાના પાટેકરના ડિરેક્ટરે કર્યો અસલ ખુલાસો.

મળતી વિગતો અનુસાર નાના પાટેકરનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર હાલ ટ્રેન્ડ કરી રહ્યો છે. પરંતુ તેમના ડિરેક્ટરે આ વિડીયો અંગે ખુલાસો કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે આ વિડીયો નાના પાટેકરની એક ફિલ્મ શૂટ દરમિયાન ઉતારવામાં આવ્યો હતો. હાલ આ વીડિયોને ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે વીડિયોના કારણે નાના પાટેકરના ફેન્સ ખૂબ જ રોસે ભરાયા છે અને નાના પાટેકરને ટ્રોલ કરી રહ્યા છે.

નાના પાટેકર પોતાના દમદાર રોલ અને ધમાકેદાર અભિનય માટે ખૂબ જ જાણીતા છે. પરંતુ આ વખતે તેઓ ફરી એકવાર સુર્ખીઓમાં આવ્યા છે અને તેનું કારણ ગંભીર છે. નાના પાટેકરનો ફેનને થપ્પડ મારતો વિડીયો વાયરલ થયો છે પરંતુ તેમની ફિલ્મના ડિરેક્ટરે ખુલાસો કર્યો છે કે આ સીન તેમની આવનારી એક ફિલ્મનો છે.

નાનાનો આ વીડિયો વારાણસીના દશાશ્વમેધ ઘાટનો છે. અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી અહીં તેમની આગામી ફિલ્મ ‘જર્ની’નું શૂટિંગ કરી રહ્યા છે. નાનાની ફિલ્મ ‘જર્ની’નું શૂટિંગ દશાશ્વમેધ ઘાટના રસ્તે ચાલી રહ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે નાના પાટેકર શુટીગના કપડાં અને ટોપી પહેરીને શૂટિંગ માટે તૈયાર હતા. નાનાનું ધ્યાન શૂટિંગ અને તેના ડાયલોગ્સ પર હતું. આજ સમયે તેમનો એક ફેન પાછળથી આવીને સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. ત્યારે નાના પાટેકર ખૂબ જ રોશે ભરાઈ જાય છે અને ફેનને થપ્પડ મારી દે છે.

વીડિયોની સચ્ચાઈ જણાવતા ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માએ જણાવ્યું હતું કે ‘વિડીયો વાયરલ થયા બાદ જ મને પણ આ સમાચારની જાણ થઈ છે. પરંતુ આ વિડીયો ક્લિપ મારી ફિલ્મના એક ભાગ સ્વરૂપ છે. ફિલ્મના એક શોર્ટમાં રસ્તાની વચ્ચે નાના પાટેકરે પાછળથી આવનાર એક ફેનને માથાના ભાગમાં થપ્પડ મારવાની હતી. અને નાનાએ થપ્પડ મારી પણ. પરંતુ ત્યાં ઉપસ્થિત લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં આ વિડીયો ઉતારીને લીક કરી દીધો. જેના કારણે નાના પાટેકરને હાલ સોશિયલ મીડિયા ઉપર હેટ કૉમેન્ટ્સ મળી રહ્યા છે. જે તદ્દન ખોટી વાત છે.

Most Popular

To Top