National

નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસમાં ભીષણ આગ: છ ગંભીર

નવી દિલ્હી: ઇટાવામાં (Itava) એક મોટો ટ્રેન અકસ્માત (Train Accident) બન્યો છે. અકસ્માત બુધવારે દિલ્હી-દરભંગા ક્લોન એક્સપ્રેસ ટ્રેનમાં (Delhi Darbhanga clone express train) બન્યો હતો. આ ટ્રેનની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રેનના જનરલ ડબ્બામાં આગ લાગતા મુસાફરોનો સામાન બળીને ખાક થઈ ગયો છે. સાથે જ છ મુસાફરો ગંભીર રીતે દાજી ગયા છે.

છઠ પૂજા નજીક હોવાને કારણે હાલ થોડા સમય પહેલા જ સુરતમાંથી એક ટ્રેન અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક વ્યક્તિનો શ્વાસ રૂંધાતા તે મૃત્યુ પામ્યો હતો. ત્યારે દિલ્હી-દરભંગા ક્લોન એક્સપ્રેસ ટ્રેનમાં બનેલ આ બનાવ પણ ટ્રેનની અંદર મુસાફરી કરતા ઓવરલોડેડ પેસેન્જરના કારણે થયો હોવાનું કહી શકાય છે.

મળેલ વિગતો અનુસાર ઇટાવામાં નવી દિલ્હી-દરભંગા ક્લોન એક્સપ્રેસના જનરલ કોચમાં બુધવારે આગ લાગી હતી. ટ્રેન નંબર 02570ના જનરલ કોચમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતુ. હાલ ટ્રેન સરાઈ ભોપત સ્ટેશન પર રોકાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે.

વધુમાં મળેલ વિગતો અનુસાર ટ્રેનના S-1 અને S-2 કોચમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ કોચમાં ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ તાત્કાલિક પગલા સ્વરૂપે એન્જિન સહિત અન્ય કોચને અલગ કરી દેવામાં આવ્યા છે. માહિતી મળતાં એડીએમ અભિનવ રંજન શ્રીવાસ્તવ, એસપી સિટી કપિલ દેવ સિંહ, એસડીએમ સદર વિક્રમ રાઘવ સહિત અનેક પોલીસ સ્ટેશનના દળો ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગના કારણે છ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેમને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

છઠ પૂજાના કારણે કોચમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે આગ લાગતા સેંકડો મુસાફરોનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. શતાબ્દી એક્સપ્રેસ, કામાખ્યા એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો હાલ લૂપ પર ઊભી છે.

નોર્થ સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જ્યારે ટ્રેન નંબર 02570 દરભંગા ક્લોન સ્પેશિયલ ઉત્તર પ્રદેશના સરાય ભોપત રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક કોચમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઈને સ્ટેશન માસ્તરે તરત જ ટ્રેન રોકી દીધી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કોઈ ઈજા કે જાનહાનિ નથી. ટ્રેન ટૂંક સમયમાં રવાના કરવામાં આવશે.

Most Popular

To Top