Sports

સીએસકે 13 વર્ષ પછી મુંબઈ સામે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં જીત્યું

નવી દિલ્હી: IPLની 47મી મેચ એમઆઈ (MI) અને સીએસકે (CSK) વચ્ચે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ સીએસકે જીતતા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એમઆઈએ 140 રનનો ટાર્ગેટ એમઆઈ સામે મૂક્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે પરાજય આપ્યો હતો.

સીએસકેએ 17.4 ઓવરમાં 4 વિકેટે જ 140 રનના ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો. ચેન્નાઈને 13 વર્ષ પછી પહેલીવાર પોતાના ઘરે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મળી છે. છેલ્લે તેઓ 2010માં જીત્યા હતા. ચેન્નાઈ તરફથી સૌથી વધુ ડેવોન કોનવેએ 42 બોલમાં 44 રન બનાવ્યા હતા. રૂતુરાજ ગાયકવાડે 16 બોલમાં 30 રન કર્યા હતા. શિવમ દુબેએ 18 બોલમાં 26* રન કર્યા હતા. પીયુષ ચાવલાએ 2 વિકેટ લીધી હતી. જ્યારે આકાશ મેઢવાલ અને ટ્રિસ્ટન સ્ટબ્સને 1-1 વિકેટ મળી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 139 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 26 રન કર્યા હતા. ચેન્નાઈ તરફથી સૌથી વધુ મથિશા પથિરાનાએ 3 વિકેટ ઝડપી હતી. તો તુષાર દેશપાંડેએ અને દિપક ચહરે 2 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને 1 વિકેટ મળી છે.

ચેન્નાઈએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 10 મેચમાંથી પાંચમાં જીત મેળવી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે મુંબઈએ આ સિઝનમાં અત્યાર સુધી નવ મેચ રમી છે. જેમાં તેણે પાંચમાં જીત અને ચાર મેચ હારી હતી.

Most Popular

To Top