Gujarat

હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતના વાતાવરણમાં થઈ રહ્યાં છે આવા ફેરફાર

ગાંધીનગર: દેશના કેટલાંક રાજ્યોમાં દિવાળી (Diwali) સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં (Gujarat) હજુ વરસાદ પડશે કે નહીં તે પ્રશ્ન મનમાં સહજ ઉઠે છે ત્યારે આજે રાજ્યના હવામાન વિભાગે (Weather Department IMD) જાહેરાત કરી છે કે ગુજરાતમાંથી ચોમાસાએ (Monsoon) વિદાય લઈ લીધે છે. 14 ઓક્ટોબરના રોજથી ચોમાસાએ અધિકૃત રીતે ગુજરાતમાંથી વિદાય લઈ લીધે છે. થોડા દિવસ ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થશે. પરંતુ ત્યાર બાદ ધીમે ધીમે શિયાળો (Winter) જામતો જશે અને કડકડતી ઠંડી પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે. વીતેલા બે દિવસથી ગુજરાતમાં રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દિવાળી પહેલાં શિયાળો બેસી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. દિવાળી બાદ નવેમ્બર મહિનાથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી
ગુજરાતમાંથી 14મી ઓક્ટોબરથી ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ હજુ પણ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે તા. 15મી ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી અને દમણમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બિલકુલ વરસાદ નહીં પડે. આજે રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં દિવસ દરમિયાન તાપમાનનો પારો એકથી બે ડિગ્રી જેટલો ઘટે તેવી શક્યતા છે. ઠંડીનો ચમકારો અનુભવાશે. આગામી એક અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી એકાદ અઠવાડિયામાં ઠંડી વધશે
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં હવે વરસાદની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. તેમ છતાં આગામી એકાદ અઠવાડિયા સુધી ગુજરાતના આકાશ વાદળોથી ઘેરાયેલા રહે તેવું બની શક છે. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ઘટાડો થવા સાથે ધીમે ધીમે ઠંડી વધશે.

આ વર્ષે રાજ્યમાં 121 ટકા કરતા વધુ વરસાદ પડ્યો
તમને જણાવી દઈએ કે ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે. રાજ્યમાં 47.78 ઈંચ સાથે મૌસમનો સરેરાશ 121.86 ટકા વરસાદ પડ્યો છે. ગયા વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મૌસમનો 98.48 ટકા વરસાદ પડ્યો હતો. તેની સરખામણીએ આ વર્ષે 23 ટકા વધુ વરસાદ પડ્યો છે.

Most Popular

To Top