Columns

અમેરિકામાં મોદીની આંધી: રાહુલનું બધું ઊડી ગયું: નહેરુનું દિવાનાપન યાદ આવ્યું

પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી માંડીને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે અમેરિકાની મુલાકાત લીધી છે. મનમોહન સિંહ ઘણી વખત અમેરિકા પહોંચ્યા હતા જેમના વડાપ્રધાન પદ સિઝનલ અથવા મોસમી રહ્યા હતા તેઓને કદાચ અમેરિકાના મહેમાન બનવાનો કે અમેરિકા જવાનો સમય મળ્યો ન હતો. છતાં જે સત્તાવાર મુલાકાતે ભારતીય વડાપ્રધાનો કે પ્રમુખ ગયા તેમાંની માત્ર ત્રણ મુલાકાતને સ્ટે વિઝિટનો દરજ્જો મળ્યો છે.

ભારતીય વડાની પ્રથમ સ્ટેટ વિઝિટ જૂન 1963માં ભારતના ત્યારના વિદ્વાન રાષ્ટ્રપતિ S.રાધાકૃષ્ણનના નામે બોલે છે. બીજી સ્ટેટ વિઝિટ નવેમ્બર 2009માં મનમોહન સિંહે લીધી હતી. અને ત્રીજી સ્ટેટ વિઝિટ ગઇ ચોવીસ જૂન સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામે ચડી છે. પંડિત જવાહરલાલ નહેરુ અમેરિકામાં J.F.કેનેડી રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે અમેરિકા ગયા હતા પણ તે સન્માનનીય સ્ટેટ વિઝિટ ન હતી. બલ્કે એ એક એવી મુલાકાત પુરવાર થઇ હતી જેને કોંગ્રેસ અને ગાંધી-નહેરુ પરિવાર ભુલી જવાનું અને દેશને ભૂલાડી દેવાનું વધુ પસંદ કરશે.

સ્ટેટ વિઝિટનો દરજ્જો એ મુલાકાતને અપાય છે જેમાં યજમાન દેશ તરફથી મહેમાન વડાને નિયંત્રણ મળે છે કે, આપ અમારે ત્યાં પધારો અને અમારા રાષ્ટ્રના મહેમાન બનો. મહેમાન નેતા ઘણી વખત સામે ચાલીને યજમાન રાષ્ટ્રમાં પહોંચે છે. તેમાં પણ મહેમાનની તેના દેશની હેંસિયત પ્રમાણે માન મરતબો યજમાન રાષ્ટ્ર તરફથી મળે છે. સારી એ મહેમાનગતી થાય, પણ તે સ્ટેટ વિઝિટની તોલે ન આવે. સ્ટેટના મહેમાનનું વધુ ગરમજોશીથી સ્વાગાત થાય.

એની આગતા-સ્વાગતામાં કશી મણા ન રહે. જેમ કે નરેન્દ્ર મોદીની હાલની સ્ટેટ વિઝિટમાં અમેરિકી પ્રમુખ જો બાઈડન અને એમનાં પત્ની જીલ બાઈડન વડાપ્રધાનના સત્તાવાર યજમાન ગણાય અને એ હિસાબે તમામ પ્રવાસમાં મોદીજીની સાર સંભાળ લેવાની જવાબદારી કહો તો જવાબદારી અને યશ કહો તો યશ જો બાઈડનની ફાળે જાય. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રમુખ હતા ત્યારે નરેન્દ્ર મોદી અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયા હતા ત્યારે ટ્રમ્પ અને મેલિન્ડા ટ્રમ્પે મોદીજીનું વ્હાઈટ હાઉસના દરવાજે આવીને સ્વાગત કર્યું હતું અને એકમેકને આલિંગન આપ્યું હતું.

ઊંચો આતિથ્ય સત્કાર થયો હતો તો પણ એ સ્ટેટ વિઝિટ ન હતી. હમણાંની સ્ટેટ વિઝિટ હતી તેનું મહત્ત્વ મોદી અને રાષ્ટ્ર તેમજ ભારતીય જનતા પક્ષ માટે સર્વાધિક એટલા માટે છે કે જે અમેરિકાએ મોદીને આંતરરાષ્ટ્રીય સમૂહમાં તનખૈયા જાહેર કર્યા હતા, વિઝા નહીં આપીને જ્ઞાતિ બહાર મૂકયા હતા એ જ અમેરિકાએ થોડાં વરસો બાદ મોદીને વાજતે ગાજતે તેડાવવા પડયા. દુનિયા ઝૂકતી હૈ, સર્વે સર્વા અમેરિકા ઝૂકે છે, બસ નરેન્દ્ર મોદી ચાહીએ. આ ઘટનાની ભારતના ઇતિહાસમાં કાયમી નોંધ તો લેવાશે અને ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયક બનશે.

ચાર દિવસના સ્ટેટ આતિથ્યમાં એ એક સમયના જ્ઞાતિ બહાર જણને અમેરિકાના રાષ્ટ્રપતિએ વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડીનર આપ્યું. વિઝિટ માટે અમેરિકા કે કોઇ પણ દેશ એવા દેશોના વડાઓને નિમંત્રણ આપે છે જે દેશ, સમજો કે અમેરિકાનો ખૂબ નજીકનો સહયોગી અને મિત્ર દેશ હોય. સત્તાવાર વિઝિટમાં ધામધૂમ હોય છે પણ એટલી નથી હોતી જેટલી સ્ટેટ વિઝિટમાં હોય. મોદીનો સત્કાર છેક હવાઈ મથકથી શરૂ થયો.

19 તોપોની સલામી આપવામાં આવી. એમણે અમેરિકન સંસદને આ બીજી વખત સંબોધી યોગ દિવસ મનાવ્યો. પંજાબમાં આપ સરકારના મુખ્ય મંત્રી ભગવંત માને પણ યોગ દિવસ સરકારી રાહે મનાવ્યો. એટલી હદે દેશ વિદેશમાં તેની અસર થઇ છે. મોદીએ યોગ સાથે વિજ્ઞાનયોગને પણ સાંકળી લીધો. સાથે વાણિજ્ય અને સંરક્ષણ યોગની મહત્વની ખેવના લીધી. ટેસ્લા અને સ્પેસ-X કંપનીના જગપ્રસિદ્ધ માલિક ઇલોન મસ્ક અને જગતમાં વિજ્ઞાનને વધુ લોકપ્રિય બનાવનાર આકાશવીર નીલ દગ્રાસ ટાયસનની સાથે મહત્વની ચર્ચા વિચારણા કરી.

નરેન્દ્રભાઈ મોદી માટે, ભારતથી લાખોની સંખ્યામાં પહોંચેલા અને વરસોથી નિષ્ઠાપૂર્વક કામ કરીને ત્યાંના અભ્યાસોમાં અવ્વલ દરજ્જાની નિપૂણતા હાંસલ કરી રહેલા ભારતીય વંશના લોકો અને તેઓની નવી પેઢીએ એક સુંદર, વાતાવરણ તૈયાર કરી રાખેલું જ છે. અમેરિકા જે જાય તેણે એ વાતાવરણ વધુ નિખરે, તેની વધુ કદર થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ, નહીં કે ભારતની લોકશાહી બાબતે ખોટી મનઘડંત અફવાઓ ફેલાવવી જોઈએ અને ન તો કૌરવંશના મામાઓ પાસેથી ભારતની લોકશાહી (અર્થાત પોતાનાજ કુટુંબની સત્તા) બચાવવા માટે મદદ માંગવી જોઈએ.

પરંતુ વયસ્ક ઉંમરના બાળપણમાં રાત્રે પથારીમાં પ્રજ્ઞાલન થઇ જાય અને પછી ‘મમ્મી’ પોકારી ઊઠે તેની વાતમાં ન તો કોઈ તાલ હોય, ન મેળ હોય. અમેરિકનોને વિજ્ઞાન અર્થકારણ અભ્યાસમાં રસ છે. કોઇનો સત્તા પરનો નાજાયજ કબજો બચાવવા તેઓ શા માટે આગળ આવે. અને તે કૃત્ય જ્યારે રાષ્ટ્રદ્રોહ ગણાતું હોય ત્યારે સ્વાભાવિક છે કે માત્ર પાંચ-પચ્ચીસ જણ હાજર રહે. રાહુલ ગાંધીએ મોદીજીના માર્ગમાં રોડા નાખવા, કંટકો બિછાવવા એક અબજ ડોલરની ટૂલકીટના ઉપક્રમે અમેરિકા જઇને પ્રયત્નો કર્યાં. ગંદકી ફેલાવી અને ઘર આંગણે ભારતમાં ફરીથી મફતમાં બદનામ થયા. અમેરિકા જઈને મુસ્લિમ લીગને ધર્મનિરપેક્ષ જાહેર કરી. તેમ કરવાને બદલે રાહુલે અમેરિકામાં જઇને જાહેરાત કરી હોત કે પોતે પુરુષ નથી, પરંતુ પુરુષના રૂપમાં એક નારી છે તો પણ લોકોને ખાસ નવાઈ લાગી ન હોત જેટલી મુસ્લિમ લીગને ધર્મનિરપેક્ષ ગણાવ્યા બાદ દેશ અને દુનિયાને લાગી.

ખેર! અબજ ડોલરની ટૂલકિટના એક પ્રહસનનું નરેન્દ્રભાઈની મુલાકાતે સૂરસૂરિયું બોલાવી દીધું. સૂરસૂરિયું પણ રાહુલની હરકતો માટે માનભર્યો શબ્દ ગણાય. મોદીજીની મુલાકાત બાબતમાં કોંગ્રેસીઓ દૂધમાંથી પૂરા કાઢશે. અક્કલ તો રોમમાં ગીરવે મૂકી છે. સામુહિક પણે અગાઉ એમ હતું કે એક ગધેડાને ઘોડો બનાવવા બધા કોંગ્રેસીઓ મચી પડયા છે પણ, જે મચી પડયા છે તે પણ ગધેડાઓથી ખાસ વિશેષ જણાતા નથી બલ્કે, નિમ્નતર જણાય છે. ગોરખપુરના ગીતાપ્રેસે હિન્દુ આસ્થાઓને લગતાં પુસ્તકોનું લાંબા સમયથી પ્રકાશન કર્યું છે.

હવે તેને ગાંધી પુરસ્કાર અપાયો તે જયરામ રમેશ ઇત્યાદિથી સહન થતું નથી. હિન્દુઓને લગતી કોઇ સારી વાત તેઓથી સહન થઇ શકતી નથી અને મત હિન્દુઓના જોઈએ છે. બેશક, હિન્દુ પ્રજાની સંસ્કૃતિ અને સભ્યતાને જાળવી રાખવામાં અને પ્રમોટ કરવામાં ગીતા પ્રેસનું અનન્યયોગદાન છે. ગીતા પ્રેસે કોઇ અન્ય ધર્મની બદબોઇ કરતું પ્રકાશન કયારેય છાપ્યું કે પ્રસિદ્ધ કર્યું નથી. હકીકતમાં એક ધર્મ દ્વારા થતી હિંસાને ગાંધીજીએ વાજબી ઠરાવી હતી. ગાંધીજીએ જીવનમાં જુઠ, અસત્ય, લંપટવેડા, હિંસા વગેરેને ઉત્તેજન આપ્યું હતું.

તેના પૂરતા ડોક્યુમેન્ટસ આજે નેશનલ આર્કાઇવ્સમાં ઉપલબ્ધ છે. જો ગીતાપ્રેસને ગાંધી પુરસ્કાર અપાયો તો તેમાં ગાંધીનું માન ખોટી રીતે વધારાયું છે. ગીતાપ્રેસને કોઇ ફરક પડતો નથી. સાર છે કે જેઓના DNAમાં મોદી અને હિન્દુત્વ પ્રત્યે આટલી ધૃણા ઘૂસીને ડિફોલ્ટ બની ગઇ છે તે અમેરિકાના, આજ સુધીના ઇતિહાસમાં સર્વાધિક પ્રવાસને કેવી રીતે સહન કરશે? તેઓએ સોનિયા ગાંધીના સાનિધ્યમાં સાંજના સમયે એક ‘છાજિયા સભા’નું આયોજન કરવું પડશે. તો જ માનસિક રૂગ્ણતાના અજરમાં થોડી રાહત મળશે. નરેન્દ્ર મોદીનું અભૂતપૂર્વ સ્વાગત થયું તેની વાત બાજુએ રાખીએ. નક્કર કારોબારનું આયોજન પણ અભૂતપૂર્વ રહ્યું.

અમેરિકાની પ્રસિદ્ધ જનરલ ઇલેકટ્રિક કંપનીની મહત્વની શાખા GE એરોસ્પેસ દ્વારા યુદ્ધ વિમાનો માટેનાં જેટ એન્જીનોનું નિર્માણ થશે. અમેરિકા ભાગ્યે જ મિલીટરી ટેક્નોલોજી બીજા દેશને ટ્રાન્સફર કરવા સહમત થતું હોય છે. હળવી ભાષામાં શૈલીમાં પ્રહાર કરવા માટે જાણીતા બની ગયેલા વિદેશ મંત્રી S.જયશંકર વડાપ્રધાન અને એમની ટીમ આ સિદ્ધિ મેળવવા પ્રથમવાર સફળ થઇ છે. ભારતમાં ફોકસ કોન-વેદાંતનો એક સેમિકન્ડકટર પ્લાન્ટ આવી ગયો છે.

ગુજરાતમાં સ્થપાઈ રહ્યો છે. એ ઉપરાંત માઈક્રોન કંપની બીજો પ્લાન્ટ પણ સ્થાપશે તે આ મુલાકાતમાં નક્કી થયું. અવકાશ સંશોધન ક્ષેત્રમાં સહયોગ સ્થપાશે. જે મિગ-21 વિમાનો ચલાવવામાં ભારતના લગભગ 90 જેટલા બત્રીસ લક્ષણા યુદ્ધ પાઈલટો વિમાનની ક્ષતિને કારણે શહીદ થયા તે ખખડધજ વિમાનો વડે જ કોંગ્રેસી શાસને વાટ લગાડી દીધી હતી. નાની પિસ્તોલો, શૂઝ, બંદૂકો, કોફીન વગેરે દુનિયા પાસેથી મોંઘી દાટ કિંમતે ખરીદવામાં આવતા હતા જેથી બદલામાં બોફોર્સ અને ઓગસ્તા (કટકીનો પ્રકાર) મળે.

આજે જેટ વિમાનો બનશે. રફાલ બનશે. બ્રહમોસ મિસાઈલો બીજા દેશોને વેચવામાં આવી રહી છે. બેનમૂન માર્ગો, રેલવે સ્ટેસનો એરપોર્ટસ રેલ સેવાઓ, આધાર અને પેમેન્ટ પદ્ધતિઓ, ચીપ્સનું ઉત્પાદન વગેરે નજરે ચડે છે ત્યારે શું નરેન્દ્ર મોદીની ટીકા કરવી? ભારતને એક આત્મવિશ્વાસ સાંપડયો છે કે કાશ્મીર, ખાલિસ્તાન, ચીન કે અન્ય કોઇ વિઘટન કરી તત્વો સામે ભારતમાં અને જરૂર પડે તો પાકિસ્તાન, કેનેડા કે અમેરિકામાં પણ ટોડી દેવાશે. ખોટી ધર્મ નિરપેક્ષતાનો અંચળો ઓઢીને ભારતને 2014 સુધીમાં ગરીબડું, માયકાંગલું બનાવી દીધું હતું.એ પશ્ચિમના રાષ્ટ્રો અને ભારતમાંની એમની વગદાર નેત્રીઓ એ સ્થિતિ જવાબદાર હતી અને છે પણ હવે ભારત કશું સહન કરી લેતું નથી તો ઘણી શાંતિ છે. બધું સરખું ચાલી રહ્યું છે. એ સમયે નરેન્દ્રભાઈની પ્રસંશા ન કરવી તો શું રાહુની ઇચ્છા મુજબ દેશદ્રોહ આચરવો? અમારું તો માનવું છે કે પત્રકારોએ ગોદી મિડિયાના લેબલથી ડરવું ન જોઈએ અને, ‘ગર્વ સે કહો કે હમ ગોદી મિડિયા હૈ’ એ સૂત્ર અપનાવવું જોઇએ જયાં સુધી સરકાર પ્રસંશનીય કામો કરતી રહે છે ત્યાં સુધી. જયાં જરૂર પડયો ત્યાં વિરોધ કર્યો પણ છે.

કોંગ્રેસીઓ તો વિરોધ કરવા માટે કંઇ પણ શોધી કાઢશે, અને આ જન્મમાં જ પૂર્વજન્મ અને પુનર્જન્મ વચ્ચે હીંચકા ખાતાં (યાદ છે ને એ રાહુલ મરી ગયો હતો!) પપેટ પાસેથી બોલાવશે કે મોદીની અમેરિકા મુલાકાત નિષ્ફળ ગઇ છે. કશું નક્કર ઊપજયું નથી. માત્ર કાગળ પર, દેખાડા ખાતર બધું કરાયું છે. મુર્ખ શિરોમણિઓને ખ્યાલ ન રહ્યો, રશિયા પાસેથી અબજો ડોલરનું ક્રુડ મેળવી, બીજા અબજો ડોલરનો નફો કરીને મોદી સરકારે વેચી નાખ્યું. શું તમને પૂછવા આવે જે હાથમાં રોડા પકડીને ઊભા છે. કોંગ્રેસીઓની અગાઉની અમેરિકાની સત્તાવાર સફળનાં શા પરિણામો આવ્યા હતા? રાહુલે કયારેક સંશોધન ન કરે તો પણ વડીલોનો આંબો અને તેમના કર્મોની તપાસ કરવી જોઇએ. જવાહરલાલ નહેરુ નવેમ્બર 1961માં વડાપ્રધાન તરીકે પુત્રી ઇન્દિરા સાથે અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયા ત્યારે સ્વાગત માટે આવેલા પ્રમુખ J.F.કેનેડીનાં સ્વરૂપવાન પત્ની જેક્લિનને જોઈએ એટલા પાગલ બની ગયા હતા જેટલો જેક્લિન ફરનાન્ડીસને જોઇને તિહાર જેલમાં કેદી ઠગ સુકેશ થઇ ગયો હતો.

એ સમગ્ર મુલાકાતમાં નહેરુનું ધ્યાન માત્ર જેક્લિન તરફ જ હતું. જેક્લિનની નાની નાની વાતોમાં ધ્યાન આપવા માંડયા. એટલા ઘાયલ થઇ ગયા નેહરુને રસ પડતો નહીં નેહરૂની આ બેરૂખી અને દિવાપન જેક્લિનના પતિ, ડીયર, વ્હાઈટ હાઉસનો બીજો સ્ટાફ અને ખુદ જેક્લિન પામી ગયા હતા. CIA દ્વારા નહેરુનાં બેહૂદા વર્તનની ખાસ નોંધ લેવામાં આવી. જેક્લિનનો અમસ્થો સ્પર્શ કરવાને બહાને નહેરુ જેક્લિનના શરીરનાં અંગોને વધુ પકડમાં લેવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યાં. જેમ જ્યોતિષી હસ્તરેખા જોવાના બહાને બાવડું, ખભા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે તેમ નહેરુને કેનેડી કોઇ મહત્વની વાત કરતા તો એ ઉમ.. ઉંહ… જેવા પ્રત્યુત્તરો ધીરેથી ઉચ્ચારતો. ન્યુયોર્કથી નજીક આવેલો ન્યુપોર્ટ વિસ્તાર એક અતિસમૃદ્ધ અને અદ્દભૂત વિસ્તાર છે. ત્યાં અમેરિકાના ધનાઢયો એમના વિશાળ મહેલનુમા મકાનોમાં વસે છે.

એ બતાવીને કેનેડીએ હળવી મજાકમાં નહેરુને કહ્યું કે ‘અમેરિકાના ગરીબો અહીં વસે છે.’ નહેરુ ઉદાસ વદને ‘ઉહં’ એટલું જ બોલ્યા. નહેરુના આવાં છીછરાં વર્તનને જોઈને જહોન કેનેડીએ નાના ભાઈ રોબર્ટ કેનેડીને કહ્યું કે, ‘જગતના ચોકમાં શાણા ઉપદેશો માણસ એક કુટણખાનામાં પકડાઈ જાય’એવી નહેરુની હાલત કેનેડીના એ બયાન, નહેરુના વર્તનની વિગતો વગેરે કલાસિફાઈડ ડોકયુમેન્ટ્સ તરીકે સાચવી રાખવામાં આવ્યા હતા. જે 2015માં ડિક્લાસિફાઈ અથવા મુકત કરવામાં આવ્યા. એ મુલાકાત બાબતે કેનેડીએ લખ્યું હતું કે આટલી હલકી પ્રકારની સ્ટેટ વિઝિટ એમણે અગાઉ કયારેય જોઇ નથી અને કદાચ અમેરિકાના કોઇ પ્રમુખે નહી જોઈ હોય.

નહેરુએ જેક્લિન કેનેડીની એમની સાથેની ક્ષણોની તસવીરો ખાસ મઢાવીને દિલ્હીમાં રાખી હતી અને જેકીની એક તસવીર પોતાના બેડરૂમમાં માથા પાસેના ફર્નીચર પર કાયમ માટે રખાવી હતી. પાકા પ્રેમ જોગી. નોર્મલ સ્ત્રી અને પુરુષોને એકમેકની જરૂર પડે. રૂપ જોઈને ઘાયલ પણ થઇ જાય. કેનેડી પણ કંઇ દૂધે દોયેલા ન હતા. ખૂબસૂરત અભિનેત્રી મેરેલીન મનરો સાથેનાં એમનાં સંબંધો વિવાદાસ્પદ રહ્યા હતા. પરંતુ એક અતિ મહત્વના દેશની સત્તાવાર મુલાકાત વખતે પ્રોટોકોલ, સદાચાર રાષ્ટ્રીય હિતોને નેવે મૂકીને, એક સુંદર અને પોતાનાથી ચાલીસ વરસ નાની એવી સ્ત્રી પાછળ એ સ્ત્રીનાં સર્વસત્તાધીશ, હેન્ડસમ, યુવાન પતિને હાજરીમાં લટ્ટુ થઇ જવું એ તો ફીદાગીરીની નહીં પણ મુંબઇની હદ કહેવાય.

અમેરિકાના એક CIA અધિકારીનો વિડિયો યુ-ટયુબ પર કોઇ જોઇ શકે છે. જેકી કેનેડી અને એની બહેનને ભારત તેડાવીને પણ નેહરુએ તેઓના દેશના રાજમહેલોમાં ઊતારો આપીને દિવસો સુધી જલસો કરાવ્યો હતો. જેકીને ઇમ્પેરસ કરવા માટે ભારતમાંની ગરીબીનો કોઇ અહેસાસ અમેરિકન બહેનોને થવા દીધો ન હતો. રાહુલ તો એવા વાંધા વચકાં લઇ આવે જેની કોઇએ કલ્પના પણ કરી ન હોય.

જેમ કે RSSવાળા જય શ્રી રામ બોલશે પણ જય સિયા રામ નહીં બોલે એમ રાહુલનું કહેવું છે. સૌરાષ્ટ્રના ભારતના ગામોમાં આજે પણ જાણીતા કે સાવ અજાણ્યા માણસો મળી જાય તો પણ ‘એ રામ રામ’ કહેશે. એટલે શું એ બધા સંઘવાળા? રામ પ્રત્યેના પૂજયભાવ સાથે સીતાજી પ્રત્યેનો પૂજયભાવ નિહિત છે એટલે તો રામ અને સીતાની જ નહીં પણ લક્ષ્મણની મૂર્તિઓ પણ રામજી મંદિરમાં હોય છે. જેને દેશની સંસ્કારની, સંસ્કૃતિની તસુભાર ખબર નથી એવા કાર્ટુનને ભારતના માથે ઠોકીને કોંગ્રેસ શું પુરવાર કરવા માંગે છે? કોંગ્રેસીઓ પણ આ જાણતા નહીં હોય.

Most Popular

To Top