National

CWG માં મીરાબાઈ ચાનુંએ ઇતિહાસ રચ્યો :3 મેડલ પર ભારતનો કબ્જો

બર્મિંગહામ: cwgમાં મીરાબાઈ ચાનું (Mirabai chanu) એ આજે ઇતિહાસ રચ્યો છે. ભારતની સ્ટાર વેઇટલિફ્ટરે (star weightlifter) મીરાબાઈ ચાનુંએ સ્નેચમાં તેના પ્રથમ પ્રયાસમાં (First attempt) 84 કિલો વજન ઉપાડ્યું હતું. બીજા પ્રયાસમાં, તેણીએ 88 કિલો વજન(kg weight) ઉપાડીને તેના વ્યક્તિગત શ્રેષ્ઠની(greatness) ની બરાબરી કરી અને ગોલ્ડ મેડલના સ્થાન ઉપર મીરાબાઈ ચાનુ પહોંચી હતી અને તેને ગોલ્ડ ઉપર અંતે તેનો કબ્જો કરી લીધો હતો.આમ cwg માં આજનો દિવસ ભારતનો રહ્યો હતો.

ભારતને નામેં ગોલ્ડ-સીવર અને બ્રોંન્સ

આજે ભારતેગોલ્ડ,સીવર તથા બ્રોંન્સ એમ ત્રણ-ત્રણ મૅડલ મેળવીને ઇતિહાસ રહી દીધો છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે પહેલો સુવર્ણ ચંદ્રક જીતીને શુભ શરૂઆત કરી હતી. ચાનુ, ક્લીન એન્ડ જર્ક વિભાગમાં તેની પ્રથમ લિફ્ટ સાથે, તેના તમામ હરીફોથી આગળ નીકળી ગઈ હતી.અને મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ જીતી ગઈ હતી. . તો બીજી તરફ સંકેત સરગર (સિલ્વર) અને ગુરુરાજા (બ્રોન્ઝ) એ દિવસની શરૂઆતમાં ડિલિવરી કર્યા પછી આ રમતમાંથી ભારતનો દિવસનો આ ત્રીજો મેડલ હતો.અને આમ ગોલ્ડ,સિલ્વર અને બ્રોનસ ત્રણે કેટેગરી માટે આજે ભારતના નામે રહ્યા હતા,ત્યારે મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચીને ભારતનો પહેલો ગોલ્ડ જીત્યો હતો.

ક્લીન એન્ડ જર્કમાં પ્રથમ પ્રયાસે 109 કિલો વજન ઉપાડી જીત્યો ગોલ્ડ

અંતિમ રાઉન્ડ માં ક્ષણે ક્ષણ ઉપર જયારે લોકોની આશા ચાનું ઉપર બંધાઈ હતી ત્યારે 49 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. ચાનુંએ સ્નેચમાં સર્વાધિક 88 કિલો વજન ઉપાડવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેના પ્રથમ પ્રયાસમાં 109 કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધો. અત્રે ઉલ્લેખનીય છે કે,2018માં પણ ગોલ્ડ જીત્યો હતો.જયારે બીજા દિવસે ભારતનો આ ત્રીજો મેડલ રહ્યો છે.. અગાઉ 21 વર્ષીય સંકેત મહાદેવ સરગરે સિલ્વર અને ગુરુરાજા પૂજારીએ વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ત્રીજા પ્રયાસમાં તેણે સફળતાપૂર્વક 113 કિલો વજન ઉપાડ્યું હતું જ્યારે ચોથા અને છેલ્લા પ્રયાસમાં તે 115 કિલો વજન ઉપાડી શકી નહોતી.

Most Popular

To Top