National

કોરોનાની પહેલી લહેરની યાદો તાજી થઈ, મુંબઈમાં વસતા પરપ્રાંતીય મજૂરોની વતન તરફ દોટ, રેલવે સ્ટેશનો ઉભરાયા

મુંબઈ: (Mumbai) દેશભરમાં કોરોનાની (Corona) ત્રીજી લહેર (Third wave) ત્રાટકી છે. રોજ 1 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની (Maharashtra) છે. અહીં ગુરુવારે એક જ દિવસમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા. વધતા કેસોના લીધે મહારાષ્ટ્રમાં લોકડાઉન (Lockdown) લાગુ પડે તેવી હવા ઉભી થઈ છે, જેના લીધે દેશની આર્થિક રાજધાનીમાં રોજીરોટી માટે આવેલા મજદૂરોએ (Workers) વતન તરફ દોટ મૂકવા માંડી છે. મુંબઈના રેલવે સ્ટેશનો મજૂરોની ભીડથી 24 કલાક ઉભરાઈ રહ્યાં છે.

કોરોનાની ત્રીજી લહેરે ફરી પહેલી લહેરની યાદો તાજી કરી દીધી છે. પહેલી લહેરમાં સરકારે 3 મહિના લાંબુ લોકડાઉન લાગુ કરી દીધું હતું ત્યારે દૈનિક મજદૂરી પર કામ કરતા લાખો મજદૂરોને ભૂખે મરવાનો વારો આવ્યો હતો. આ મજદૂરોએ પરિવાર સાથે પગપાળા જ વતન તરફ દોટ લગાવી દીધી હતી, જેના લીધે કરૂણાજનક દ્રશ્યો સર્જાયા હતા. અનેક મજૂરોએ વતન જવાની આશમાં રસ્તામાં જ દમ તોડી દીધો હતો. પહેલી લહેર જેવી કફોડી હાલત નહીં થાય તે માટે આ વખતે મજૂરોએ પહેલાથી જ વતન જવાનું મુનાસીબ માની રહ્યાં છે.

મુંબઈના કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનલથી જ ઉત્તરપ્રદેશ અને બિહાર (UP and Bihar) જતી મોટાભાગની ટ્રેન (Train) ઉપડે છે. મુંબઈના પ્રવાસીઓમાં મોટી સંખ્યા આ જ વિસ્તારના લોકોની છે. એવામાં લોકમાન્ય ટર્મિનલ પર ગુરુવારના રાતના 8 વાગ્યાથી જ ભીડ વધવા લાગી હતી. તેમાં મોટાભાગના મજૂર વર્ગન લોકો હતા, જે શુક્રવાર સવારની ટ્રેન માટે લોકડાઉનના ડરથી મોડીરાતે જ સ્ટેશન પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે જો તે રોકાયા તો ભૂખમરાનો સામનો કરવો પડશે. એવામાં અહીં રોકાઈને શું કરશે.

પોલીસે પ્રવાસીઓને રેલવે સ્ટેશન પર જતા રોક્યા

મોટી સંખ્યામાં પ્રવાસીઓ રેલવે સ્ટેશનની અંદર જવા પ્રયાસ કરી રહ્યાં હતાં પરંતુ પોલીસ તેમને અંદર ન જવા દીધા. પોલીસે તેમને ડંડા બતાવ્યા અને કહ્યું જો જવું જ હતું તો શાં માટે બિહાર-UPથી આવી જાવ છો. બિચારા લાચાર મજૂર સ્ટેશનની સામે બેસી ગયા. ટ્રેન સવારની હતી. રાતે પહોંચ્યા તો ચિંતા ટિકિટની હતી. ટિકિટ કોઈની પાસે નથી. બધાએ પ્લાન બનાવ્યો કે જનરલ ડબ્બામાં ચઢી જઈએ. TC આવશે તો ચલણ ફડાવી લઈશું. આ વાત નક્કી કરીને મજૂર પ્લેટફોર્મ તરફ વધ્યા હતા.

Most Popular

To Top