Madhya Gujarat

મોડાસાના મામલતદારે હજીરામાંથી ત્રણ ઓવરલોડ ખનીજ વહન કરતા વાહનો ઝડપ્યા

મોડાસા:  અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લામાંથી ખનીજનું બિન્ધાસ્ત ખનન અને વહન વાહનો મારફતે થઇ રહ્યું છે જીલ્લાના માર્ગો પર રોયલ્ટી પાસ વગર તેમજ ઓવરલોડ ખનીજ ભરી વહન કરનારા સરકારી તિજોરીને મહિને દહાડે લાખ્ખો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે.

 બેફામ ખનીજ વહન કરતા ખનીજ માફિયાઓને જીલ્લા ખાણખનીજ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ કર્મીઓનું રક્ષણ હોવાની બૂમો ઉઠી રહી છે.ત્યારે મોડાસા મમલતદારે હજીરા વિસ્તારમાંથી પસાર થતી ઓવરલોડ ખનીજ ભરેલ ટ્રક અને બે ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે મોડાસા મામલતદારની કામગીરી થી જીલ્લા ખનીજ કચેરીની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે ત્યારે જીલ્લા કલેકટર જીલ્લા ખનીજ તંત્ર પગલા લે તેવી માગ છે.

મોડાસા મામલતદાર અરુણદાન ગઢવી અને તેમની ટીમ મોડાસા હજીરા વિસ્તારમાંથી સઘન ચેકીંગ હાથધરી  સાદી રેતી ભરેલી ટ્રક અને બે ડમ્પરમાં ઓવરલોડ સાદી રેતીનું વહન થતું હોવાનું જણાઈ આવતા ટ્રક અને બે ડમ્પરને અટકાવી રોયલ્ટી પાસ માંગતા પાસમાં દર્શાવ્યા કરતા વધુ જથ્થો જણાઈ આવતા બને ડમ્પર અને ટ્રકને જપ્ત કરી ખાણખનીજ વિભાગને જાણ કરી ત્રણે ઓવરલોડ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top