Entertainment

KGF અભિનેતા યશના જન્મદિવસની ઉજવણીની તૈયારી કરતી વખતે મોટી દુર્ઘટના, ત્રણના મોત

મુંબઇ: કન્નડ સુપરસ્ટાર (Kannada superstar) યશ (Yash) છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દેશભરના ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. દેશભરમાં તેમની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે. KGF અભિનેતા આજે તેમનો 38મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે અને હંમેશની જેમ આ વર્ષે પણ તેમના ચાહકો જન્મદિવસની ઉજવણી માટે ખૂબ જ ઉત્સાહિત છે. દરમિયાન અભિનેતા યશના ચાહકોને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, અહેવાલ છે કે અભિનેતાના ત્રણ ચાહકો (Fans) તેમના જન્મદિવસની તૈયારી દરમિયાન મૃત્યુ (Death) પામ્યા છે.

સુપરસ્ટાર યશના ચાહકો તેના જન્મદિવસની ઉજવણી માટે એક દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. અભિનેતા યશના જન્મદિવસના ખાસ અવસર પર એક દુ:ખદ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે KGF ફેમ યશનું કટ-આઉટ લગાવતી વખતે વીજ કરંટ લાગવાથી ત્રણ યુવકોના મોત થયા છે. તેમજ અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, કટ આઉટ ઇલેક્ટ્રિક વાયરને અડી જતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

KGF ફેમ અભિનેતા યશના જન્મદિવસ વિશે ઉત્સાહિત ચાહકો કટ આઉટ બનાવતી વખતે ઇલેક્ટ્રિક શોકને કારણે મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત ગડગ જિલ્લાના લક્ષ્મેશ્વર તાલુકાના સુરંગી ગામમાં મધરાતે થયો હતો. આ ઘટનામાં હનમંતા હરિજન (21), મુરલી નાદવિનમણી (20), નવીન ગાઝી (19)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે લક્ષ્મેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

યશ છેલ્લે સુપરહિટ ફિલ્મ KGF 2માં જોવા મળ્યો હતો. ચેપ્ટર 2 રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બંને ભાગ સમગ્ર ભારતમાં બ્લોકબસ્ટર સાબિત થયા હતા. આ પછી યશે હજુ તેની આગામી ફિલ્મની જાહેરાત કરી નથી, પરંતુ અફવા છે કે તે ફિલ્મ નિર્માતા નીતિશ તિવારીની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવશે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મમાં રણબીર કપૂર અને સાઉથ એક્ટ્રેસ સાઇ પલ્લવી લીડ રોલમાં જોવા મળશે.

Most Popular

To Top