Dakshin Gujarat

મહુવાના કોષ ગામે આતંક મચાવનાર કદાવર દીપડો વનવિભાગના પાંજરે પુરાયો

મહુવા (Mahuva) તાલુકાના કોષ ગામે આતંક મચાવનાર કદાવર દીપડો (Panther) વનવિભાગના પાંજરે કેદ થવા પામ્યો હતો.

તાલુકાના કોષ પંથકમાં ખૂંખાર દીપડાએ પાલતુ પશુઓને શિકાર બનાવી ભયનો માહોલ ઉભો કરી દીધો હતો ત્યારે કોષ ગામના કાનજી ફળિયામાં વાછરડીનો શિકાર કરતા સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા રાકેશ પટેલના ખેતરમાં દીપડાને ઝડપવા માટે પાંજરું ગોઠવ્યું હતું.

રાત્રીના સમય દરમિયાન શિકારની શોધમાં આવેલ દીપડો પાંજરામાં રાખેલ મારણ જોઈ લલચાય ગયો હતો અને મારણ ખાવાની લાલચમાં વનવિભાગ ના પાંજરે કેદ થઈ જવા પામ્યો હતો. જેને કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખૂંખાર દીપડો ઝડપાવાની વાત વાયુવેગે પ્રસરતા દીપડાને જોવા લોકો ઉમટી પડ્યા હતા. વનવિભાગ દ્વારા દીપડાનો કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top