National

અજિત, પ્રફુલ્લ, ભુજબળ અને સુપ્રિયા સુલે સહિત તમામ બળવાખોર નેતાઓ શરદ પવારને મળવા ઘરે પહોંચ્યા

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) NCPમાં વિભાજન થયા બાદ પાર્ટીના વડા શરદ પવાર (Sharad Pawar) કેટલાક મોટા પગલા લઈ શકે છે. બળવાના 14 દિવસ બાદ તેમણે પાર્ટીના મોટા નેતાઓની (Leaders) બેઠક બોલાવી છે. આ બેઠકમાં અગ્રણી નેતાઓને તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે. શરદ જૂથના નેતા જયંત પાટીલે જણાવ્યું કે તેમને સુપ્રિયા સુલે (શરદ પવારની પુત્રી)નો ફોન આવ્યો છે.

જયંત પાટીલે કહ્યું શરદ પવારે એક પગલું ભર્યું છે. મને તેના વિશે હજુ સુધી ખબર નથી. આ બેઠકમાં બળવાખોર નેતાઓ પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ પણ પહોંચ્યા હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે 2 જુલાઈના રોજ મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક નવો વળાંક આવ્યો હતો. અજીતના નેતૃત્વમાં એનસીપીના દિગ્ગજ નેતાઓએ પાર્ટી સામે બળવો કર્યો અને એનડીએમાં જોડાયા. અજીત સહિત 9 ધારાસભ્યો સરકારમાં જોડાયા હતા. અજીત ડેપ્યુટી સીએમ બન્યા હતાં.

સૂત્રોનું પાસેથી જાણકારી મળી આવી છે કે અજિત પવાર અને તેમના સાથી મંત્રીઓ અને ધારાસભ્યો નારાજ શરદ પવારને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે જો શરદ પવારનો ગુસ્સો શાંત થાય છે તો સુપ્રિયા સુલે માટે કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણમાં મંત્રી બનવાનો રસ્તો સરળ થઈ શકે છે.

અજિત પવાર બે દિવસ પહેલા પણ શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેઓ કાકા શરદ પવાર અને બહેન સુપ્રિયા સુલેને મળ્યા હતા. ત્યારે આજે શરદ પવારની આ બેઠકના લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે બાદમાં અજિત પવારે બેઠકનું કારણ જણાવ્યું હતું. અજિતે કહ્યું કે તે તેની કાકી (પ્રતિભા પવાર)ને મળવા અને તેની તબિયત વિશે જાણવા ગયો હતો.

અજીત પવારે કહ્યું કે અમે અમારા પરિવારને મહત્વ આપીએ છીએ. મારા માતા-પિતાએ આ શીખવ્યું છે. મારા કાકી હોસ્પિટલમાં હતાં તેથી હું તેમને મળવા ગયો હતો. અંતરાત્માના અવાજે મને કહ્યું એટલે હું તેમને મળવા ગયો હતો. કાકા શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ ત્યાં હાજર હતા. તેમણે વધુમાં કહ્યું શરદ પવાર આપણા માટે પ્રેરણા છે અને મને આ માટે સન્માન પણ છે. મારી પાસે મારા રૂમમાં તેમની તસવીર પણ છે.

Most Popular

To Top