National

મહારાષ્ટ્ર: 16 મહિના પહેલા એક અજાણ વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જાણો પોલીસે કઈ રીતે પરિવારને ખોળી કાઢ્યો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં અજાણ્યા શખ્સની લાશ મળી હોવાના 16 મહિના પછી પોલીસે તેના ડીએનએ નમૂનાના આધારે તેના પરિવારને શોધી કાઢ્યો છે. એક અધિકારીએ આ માહિતી આપી છે, જેમાં ઓક્ટોબર 2019 માં, પોલીસને પાલઘર અને બોઇસર રેલ્વે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર 32 વર્ષીય વ્યક્તિની ડી-કમ્પોઝ હાલતમાં લાશ મળી હતી.

પાલઘર રેલ્વે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર યોગેશ આત્મરામ દિયોદેએ જણાવ્યું હતું કે તે સમયે મૃતકની ઓળખ થઈ શકી નથી, પરંતુ તેના હાડકાં મુંબઇની લેબોરેટરીમાં ડીએનએ પરીક્ષણ માટે સાચવવામાં આવ્યા હતા. જો કે આજ હાડકા તેની ઓળખ માટે ખુબ ઉપયોગી સાબિત થયા હતા. અને પોલીસે પણ આ વાતની ગંભીરતા લઈને આ કેસને એક ઉદાહરણ તરીકે લીધો હતો.

વધુમાં તેમણે કહ્યું હતું કે ‘પોલીસ આ મામલાની શોધમાં લાગી હતી. અમે નજીકના ગામોમાં ગયા અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી કે શું કોઈ પરિવારનો સભ્ય ગુમ છે કે કેમ. દરમિયાન, કોલગાંવના એક 58 વર્ષીય મજૂરે જણાવ્યું હતું કે તેનો પુત્ર ગુમ છે.

અધિકારીએ જણાવ્યું કે મજૂરના લોહીના નમૂના પછી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા અને ડીએનએ પરીક્ષણોથી પુષ્ટિ મળી છે કે મૃતક તેનો પુત્ર હતો. દેવડાએ કહ્યું કે, ‘પાંચ દિવસ પહેલા અમને લેબોરેટરી દ્વારા જાણ કરવામાં આવી હતી કે મૃતકના ડીએનએ મજૂરના નમૂના સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. આ પછી તેના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી હતી.

મહત્વની વાત છે કે એફએસએલ સાયન્સ મુજબ જયારે પણ કોઈ ડેથ બોડી મળી આવે અને તેમાં યોગ્ય દિશામાં ઓટોપ્સી કરવામાં આવે તો અડધો કેસ સોલ્વ થઇ જતો હોય છે, ત્યારે આ કિસ્સા ઉપરથી તે સાફ થઇ ગયું છે, કે કઈ રીતે પોલીસે માત્ર ડી.એન.એના આધારે જ પોતાની તપાસને આગળ ધપાવી અને મૃતકની ઓળખ કરી પરિવારને જાણ કરાય હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top