Vadodara

વડોદરામાં SSG હોસ્પિટલમાંથી ખાલી દારૂની બોટલો મળી આવતા સિક્યુરિટી સામે સવાલો

વડોદરા: મધ્ય ગુજરાતની (Madhya Gujarat) સૌથી મોટી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના (Sir sayajirao general hospital) કમ્પાઉન્ડમાંથી દારૂની (Alcohol) ખાલી બોટલો મળી આવતા ફરી એક વખત સિક્યુરિટી (Security) સામે સવાલો ઉઠ્યા છે. હાલ જે જગ્યાએથી શરાબની ખાલી બોટલો મળી આવી ત્યાં જીઆઈએસએફફની સિક્યુરિટી ફરજ બજાવે છે.

વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી જનરલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટ પાસે આવેલ નવા જનરેટર મશીનો જ્યાં મૂકવામાં આવ્યા છે. તેની પાછળના ભાગમાં અસંખ્ય દારૂની નાની મોટી ખાલી બોટલો મળી આવી છે. ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂની બંધી હોય, ત્યારે આટલા પુષ્કળ પ્રમાણમાં દારૂની નાની મોટી ખાલી બોટલો મળી આવ્યું હોય ત્યારે ક્યાંક અધિકારીઓ કર્મચારીઓ દારૂ પીતા હોય તેવો અંદેશો જઈ રહ્યો છે.

બીજી બાજુ જોવા જઈએ તો સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવી છે.તેમા ક્યાંક અધિકારી કે ક્યાંક કર્મચારીઓ પોતે દારૂ પીતા હોય તેવું દ્રશ્ય ઊભું થયું છે.સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં અસંખ્ય સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે.સિક્યુરિટી ગાર્ડ તમામ વિભાગોમાં મૂકવામાં આવેલા છે.ત્યારે સયાજીરાવ જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ વિભાગમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી તે ખૂબ જ ગંભીર બાબત છે.સામાજિક કાર્યકરે જણાવ્યું છે કે સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ બાબતની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અમારો પોઇન્ટ હાલ રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહ અને ગાયનેક પાસે અમારો પોઇન્ટ છે.દારૂની ખાલી બોટલો જ્યાંથી મળી આવી છે.ત્યાં જીઆઈએસએફની સિકયુરિટી છે.અને તેઓની લાલ્યાવાડી ચાલી રહી છે. : અંકુર બારોટ, સિક્યુરિટી ઈન્ચાર્જ

વરલી મટકાના આંક ફરફના આકંડાનો જુગાર રમતા એક પકડાયો

વડોદરા: શ્રાવણ માસ દરમિયાન શહેરમાં ચાલતા જુગારને લઈ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.એલ.આહીરે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ કરવાની સુચના આપી હતી.જેના આધારે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફને મળેલી બાતમીના આધારે પદમાવતી શોપીંગ સેન્ટરની સામે સુરસાગર તળાવના કાંઠે આવેલ શ્રી ન્યાય હનુમાન મંદીર પાસે રોડ પર જાહેરમાં વરલી મટકાના આંક ફરકના આંકડા લખી જુગાર રમતા શખ્સ (મહેશભાઇ લક્ષ્મણદાસ ગંગવાણી રહે-એ-૦૧/૧૩૫ દર્શનમ ગ્રીન ડુપ્લેક્ષ વાઘોડીયા ડભોઇ રીંગ રોડ,બી.પી.એસ. સ્કુલ-૦૨ ની બાજુમા વડોદરા શહેર)ને સ્થળ પર પકડી પાડયો છે.તેની પાસેથી રોકડા રૂપીયા ૧૦ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

Most Popular

To Top