Dakshin Gujarat

‘બાતમી આપી અમારાં લાકડાં કેમ પકડાવે છે?’ ખેરવાડા રેન્જના RFOને જાનથી મારી નાંખવાની ધમકી

વ્યારા: (Vyara) સોનગઢ ભટવાડાના બીટગાર્ડને અમારા લાકડાની (Wood) બાતમીઓ આપી પકડાવે છે કહી ગાળો બોલી જંગલમાં મળશે તો તને તથા મેડમને પતાવી દઇશું કોઇને ખબર પણ પડશે નહીં કહી ખેરવાડા રેન્જના આરએફઓ અને બીટગાર્ડને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસે આ મામલે છ જેટલા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • ‘બાતમી આપી અમારાં લાકડાં કેમ પકડાવે છે?’ કહી ખેરવાડાના RFO અને બીટગાર્ડને હત્યાની ધમકી
  • પોલીસે છ જેટલા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો

ખેરવાડા રેન્જના આરએફઓ અશ્વિનાકુમારી બાબુભાઇ પટેલ (મૂળ રહે.,મુ.પોસ્ટ-કનેરા, વાણીયા ફળિયા, તા.જલાલપોર, જિ.નવસારી, હાલ રહે.,ખેરવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, ખેરવાડા બંગલી ફળિયું, મુ.પોસ્ટ-ભટવાડા, તા.સોનગઢ, જિ.તાપી)ને શૈલેષભાઇ બોલું છું. અહીં લાકડાવાળાની બહુ મગજમારી ચાલે છે. તમે સમાધાન કરવા આવો, તમે લાકડાં પકડેલા તેના ઉપર મારું નામ લખેલું હતું. અમને ખોટા ચોર બનાવી દીધા છે. કહીં જંગલમાં આવશે તો જોઇ લેવાની ધમકી આપી હતી. ભટવાડા રોજમદાર વિનોદ રમણભાઇ વસાવા (રહે.,ભટવાડા, ડુંગરી ફળિયુ)ને પણ શૈલેષે કહ્યું કે, તું મેડમને ફોન કરી જણાવ કે, મારા ઘરે અજવાર ગામે લાકડાં મૂકેલાં છે.

મેડમ આવશે એટલે તેને પતાવી દઇશું. પણ રોજમદારે આવું કહેવાની ના પાડતાં ધમકી આપી હતી. અમારા લાકડાંની બાતમીઓ આપી પકડાવે છે કહી ગાળો બોલી જંગલમાં મળશે તો તને તથા મેડમને પતાવી દઇશું કોઇને ખબર પણ પડશે નહીં, કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસે ખેરવાડા રેન્જના આરએફઓ અશ્વિનાકુમારી બાબુભાઇ પટેલની આ અંગેની ફરિયાદને આધારે શૈલેષ રામસિંગ વસાવા (રહે., અઝવાર, તા.સોનગઢ), જેન્તી ગંભીર વસાવા, આશિષ ગુરજી વસાવા (બંને રહે., નિંદવાડા, તા.સોનગઢ) અને શૈલેષ વસાવા સાથે આવેલા અજવાર ગામના બીજા ત્રણ ઇસમ વિરુદ્ધ ગુનો નોંધતાં જંગલનો મામલો ફરી એકવાર ગરમાયો છે.

સોનગઢમાં બે મહિલા સહિત નવ જુગારી ઝડપાયાં
વ્યારા: સોનગઢ જમાદાર ફળિયામાં ઝાડ નીચે જુગાર રમતા તા.૩૧/૮/૨૦૨૩ના રોજ સાંજે ૫:૧૫ વાગ્યાનાં અરસામાં રૂ.૨૭૧૦ તથા જુગારના મુદ્દામાલ સાથે બે મહિલાઓ સહિત નવ જણા ઝડપાયાં હતાં, જેમાં કમુબેન દિનેશભાઇ ગામીત (ઉં.વ.૬૦), કમુબેન મનોજભાઇ ગામીત (બંને રહે.,પંચવટી, ઉકાઇ રોડ, સોનગઢ), ગુરજી સાતીયા ગામીત, ધીરૂ ઉર્ફે દિલીપ નુરીયા ગામીત (બંને રહે., જમાદાર ફળિયું, સોનગઢ), રવિયા ઠગિયા ગામીત, ધીરુ નુરિયા ગામીત (રહે.,વાંકવેલ, ઉકાઇ રોડ), સંજય ભાવલા કૈદાર (રહે.,પ્રતિમાનગર, સોનગઢ), અસ્લમ બસીર ખાટીક (રહે.,આલીફ નગર, સોનગઢ), જસવંત હરિ વસાવા (રહે.,શ્રી રામનગર, સોનગઢ)ની પોલીસે અટક કરી હતી.

Most Popular

To Top