uncategorized

આ ડીલ બાદ દેશની બીજી સૌથી મોટી એરલાઇન બનશે એર ઈન્ડિયા અને વિસ્તારા, મર્જરને મંજૂરી

નવી દિલ્હી: એર ઈન્ડિયા (Air India) અને વિસ્તારાના (Vistara) પ્રસ્તાવિત મર્જરને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ શુક્રવારે કેટલીક શરતો સાથે મંજૂરી આપી દીધી છે. ટાટા ગ્રૂપ (TATA Group) માટે તેના એરલાઇન (Airlines) બિઝનેસના વિસ્તરણની દિશામાં આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. CCIએ શુક્રવારે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર કહ્યું કે તેણે મર્જરને મંજૂરી આપી દીધી છે. “CCI એ પક્ષકારો દ્વારા પ્રસ્તાવિત સ્વૈચ્છિક પ્રતિબદ્ધતાઓના પાલનને આધીન એર ઈન્ડિયા સાથે ટાટા SIA એરલાઈન્સના વિલીનીકરણ અને સિંગાપોર એરલાઈન્સ દ્વારા એર ઈન્ડિયામાં અમુક શેરના સંપાદનને મંજૂરી આપી છે,”

વિસ્તારા અને એર ઈન્ડિયા ટાટા જૂથની ફુલ-સર્વિસ એરલાઈન્સ છે. સિંગાપોર એરલાઇન્સ વિસ્તારામાં 49 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા જૂથે ગયા વર્ષે નવેમ્બરમાં એર ઈન્ડિયા સાથે તેના વિસ્તરણ મર્જરની જાહેરાત કરી હતી જેમાં એક ડીલ હેઠળ સિંગાપોર એરલાઈન્સ પણ એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ વર્ષે એપ્રિલમાં સૂચિત મર્જર માટે CCIની મંજૂરી માંગવામાં આવી હતી. ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડ (TSPL), એર ઈન્ડિયા લિમિટેડ, ટાટા SIA એરલાઈન્સ લિમિટેડ (TSAL) અને સિંગાપોર એરલાઈન્સ લિમિટેડને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ ડીલ બાદ એર ઈન્ડિયા દેશની સૌથી મોટી ઈન્ટરનેશનલ એરલાઈન અને બીજી સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન બની જશે.

ટાટા ગ્રૂપે જાન્યુઆરી 2022માં સરકાર પાસેથી ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયા પર નિયંત્રણ મેળવ્યું હતું. ત્યારથી, તેણે એરલાઇનના કાયાકલ્પ માટે ઘણા સ્તરે યોજનાઓ બનાવી છે. આ ક્રમમાં એર ઇન્ડિયાએ એરબસ અને બોઇંગને 470 એરક્રાફ્ટની સપ્લાય માટે $70નો ઓર્ડર પણ આપ્યો છે. આ સાથે કંપનીએ એર ઈન્ડિયાનો નવો લોગો અને બ્રાન્ડ ઓળખ પણ લોન્ચ કરી છે. એર ઈન્ડિયાએ જાહેરાત કરતા કહ્યું કે એરક્રાફ્ટનો નવો લુક ગોલ્ડ વિન્ડો ફ્રેમમાં તૈયાર કરવામાં આવ્યો છે, જે ભારતીય વિન્ડો અગાઉ એર ઈન્ડિયા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી.

એર ઈન્ડિયા અને વિસ્તારાએ (Vistara) કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ને જણાવ્યું છે કે તેમના મર્જરથી સ્પર્ધા પર કોઈ વિપરીત અસર થશે નહીં. કારણ કે સંયુક્ત એન્ટિટી જે માર્ગો પર ઉડશે તેના પર ઘણા સ્પર્ધકો હાજર છે, તેમ આ કેસ સાથે જોડાયેલા લોકોએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે સીસીઆઇની તપાસની બિઝનેસ પર કોઈ ખાસ અસર નહીં પડે.

Most Popular

To Top