SURAT

ગાંધીનગરની ગિફ્ટ સિટીની જેમ સુરતના આ વિસ્તારમાં દારૂની છૂટ આપવા માંગ ઉઠી

સુરત: ગુજરાત સરકારે તા. 22 ડિસેમ્બરે ઐતિહાસિક નિર્ણય લેતા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે. સરકારના આ નિર્ણયે રાજ્યભરમાં આજે દિવસ દરમિયાન ભારે ચર્ચા જગાવી છે. ગિફ્ટ સિટીની જેમ રાજ્યના અન્ય શહેરો, વિસ્તારોમાં પણ દારૂની છૂટ આપવા માંગ ઉઠી રહી છે ત્યારે હવે સુરતમાં તાજેતરમાં જેનું ઉદ્દઘાટન થયું હતું તે સુરત ડાયમંડ બુર્સ જ્યાં આવેલું છે તે ખજોદ સરસાણાની ડ્રીમ સિટી વિસ્તારમાં પણ લીકરની છૂટછાટ આપવા માંગ ઉઠી છે.

સુરત ડાયમંડ બુર્સની કમિટીના અનુસાર સુરત ડાયમંડ બુર્સમાં 175 દેશમાંથી હીરાની લે-વેચ કરવા વેપારીઓ આવતા હોય છે. દેશના અન્ય શહેરોમાંથી પણ અહીં વેપારીઓ આવે છે. ડાયમંડ વેપારીઓ અને વિદેશના વેપારીઓ સાથે હવે બુર્સમાં સીધો વેપાર થતો હોવાથી તેઓને માટે લિકર પ્રાથમિક જરૂરિયાત બની રહેશે. જેથી ડ્રીમ સિટીમાં દારૂબંધીનો નિયમમાં ફેરફાર કરી છૂટ આપવી જોઈએ. સુરત ડાયમંડ બુર્સની કમિટીએ આ મામલે આગામી દિવસોમાં સરકારને રજૂઆત કરવાની પણ તૈયારી આરંભી દીધી છે.

સુરત ડાયમંડ બુર્સ કમિટીના મીડિયા કન્વીનર દિનેશ નાવડીયા એ જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીને કારણે ક્યારે કોઈપણ જગ્યાએ લીકરની પરમિશન આપવામાં આવતી નહોતી, પરંતુ 22 ડિસેમ્બરે સરકારે સાહસિક નિર્ણય લીધો છે. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં લીકરની પરમીશન આપી સરકારે ખૂબ મોટું પગલું ભર્યું છે. રાજયમાં વેપાર ઉદ્યોગના વિકાસ માટે આ પગલું ખૂબ જ આવકારદાયક છે.

નાવડીયાએ વધુમાં કહ્યું કે સુરતની ડ્રીમ સિટીમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ બની છે. અહીં 4200 ઓફિસો છે. રોજ 60 હજારથી વધુ લોકોની અવરજવર રહેશે. 175 દેશોમાંથી વેપારીઓ સુરત આવશે. દેશના અન્ય રાજ્યોમાંથી પણ વેપારી, ખરીદદારો આવશે. ગુજરાત સિવાય દેશના અ્ન્ય રાજ્યોમાં લીકરની છૂટછાટ છે. વિદેશમાં પણ છૂટથી દારૂ પીવાતો હોય છે, તેથી ડ્રીમ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવે તો સુરત ડાયમંડ બુર્સમાં હીરાના વેપારને વેગ મળશે. લીકરની પરમિશન મળવી જરૂરી છે.

ગાંધીનગરના ગિફ્ટ સિટી જેવું જ સુરતનું ડ્રીમ સિટી
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી છે તે જ રીતના સુરત શહેરની અંદર પણ ડ્રીમ સીટી સરકારદ્વારા આયોજન કરવામાં આવ્યું છે.1 8 એકર કરતાં વધારે જમીનની અંદર આ ડેવલોપ થવાનું છે. સૌપ્રથમ સુરત ડાયમંડ બુર્સથી શુભ શરૂઆત થઈ છે. દુનિયાનું સૌથી મોટું ટ્રેડિંગ હબ સુરત ડાયમંડ બુર્સ શરૂ થતા હવે આની અંદર સો ટકા વિદેશ આધારિત થશે જેમાં રફ પણ વિદેશથી આવે છે સાથે કટ એન્ડ પોલીસ પણ વિદેશથી થાય છે. ત્યારે આ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો દુનિયાના અલગ અલગ દેશોથી ખરીદ વેચાણ માટે આવતા હોય છે.જેને લઇ ડ્રીમ સિટી વિકાસ માટે લિકરની પરમિશન જરૂરી બની રહેશે.

સુરતમાં હોસ્પિટાલિટી સર્વિસ વધુ બહેત્તર બને તે આવશ્યક: દિનેશ નાવડીયા
દિનેશ નવડિયાએ વધુમાં જણાવ્યું હતુંકે દારૂબંધીના લીધે સુરતમાં હોસ્પિટાલિટી સેક્ટર વિકાસ કરી શક્યુ નથી. સુરત ડાયમંડ બુર્સમાં ફાઈવ અને સેવન સ્ટાર હોટેલ ગ્રુપ પોતાની હોટલો શરૂ કરવા માંગે છે, પરંતુ લીકરની પરમિશન નહીં હોવાના લીધે તેઓ અટકી જાય છે.

સરકાર દ્વારા ડ્રીમ સિટીની અંદર ફાઇસટાર, સેવન સ્ટાર હોટલોને વેપાર કરવા માટે ઇન્વાઇટ કરવામાં આવે અને તેમને ઇન્વાઇટ કરવામાં આવે તે પહેલા ગિફ્ટ સિટીના જે કાયટેરિયામાં લિકરની પરમિશન આપવામાં આવી છે તે જ પ્રકારની અગાઉથી જ પરમિશન આપી દેવામાં આવે તે જરૂરી છે. જેથી હોટલ માલિકોને અહીં ઇન્વેસ્ટ કરવામાં એટ્રેક્શન વધશે. જેથી બહાર થી વેપારીઓ અને લોકો અહીં આવતા થાય અને ડ્રીમ સિટીનો ડેવલોપમેન્ટ થાય.

Most Popular

To Top