વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટેનો કકળાટ શરુ થઇ ગયો છે. અગાઉ પૂર્વ વિસ્તારમાં પાણીની મોકાણ શરુ થઇ હતી તે...
પ્રશસ્ત પંડયા ભારતીય રાજકારણના કોઈ એક સ્થાયી લક્ષણને તારવીને મૂકવું હોય તો તે જોડતોડ છે. એકબીજા સામે ગંભીર આક્ષેપ કરનારા, એક પક્ષમાં...
સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવ અને એલોપથી પદ્ધતિ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. બાબા રામદેવે તેમની યોગશિબિરો દ્વારા અને પતંજલિની પ્રોડક્ટો દ્વારા યોગ...
કોઈ પણ માનવી આસ્તિક કે નાસ્તિક હોવા માત્રથી સારા ગુણો ધરાવે છે એ માન્યતા ભૂલભરેલી છે. સદીઓથી માનવીની આસ્તિક અને નાસ્તિક હોવા...
વિવિધભારતી મુંબઈ પર ફરમાઇશના કાર્યક્રમ પત્ર, ઈ મેઈલ, ફોનીંગ પ્રોગ્રામ વર્ષો સુધી આવતા હતા. હાલ ત્રણ ચાર વર્ષથી આ કાર્યક્રમ બંધ છે....
એક વ્યક્તિને પગે બચકું ભરતા લોકોમાં રોષ અગાઉ પણ ત્રણથી ચાર બાઈક સવારો પાછળ કૂતરા ભાગતા તેઓ પડી જતા ગંભીર ઈજા પહોંચી...
દેશ ભલે આઝાદ હોય પણ તેના દેશવાસીઓમાં લાખો કારાવાસમાં કેદ હોય છે. ભારતમાં જેલોની ક્ષમતા સવા ચાર લાખ કેદીઓની હોવાની સામે સાડા...
એક વૃધ્ધ ભિખારી એક શેઠના આંગણે લાકડી ઠપકારતો ઠપકારતો આવ્યો અને ભીખ માંગી.શેઠાણીએ તેમને દક્ષિણામાં સો રૂપિયા આપ્યા.વૃધ્ધ ભિખારી બોલ્યો, ‘માઈ મને...
લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ 31 માર્ચે દાવો કર્યો હતો કે, બારામતી મતવિસ્તારમાં તેમની અને તેમની ભાભી સુનેત્રા પવાર વચ્ચેની લડાઈ એ એનસીપીના...
સ્વતંત્ર ભારતના અમૃતપર્વે ગામડામાં અને શહેરોમાં રહેતા યુવકોની સામાજિક, આર્થિક સ્થિતિ, તેઓમાં ગુણાત્મક અને સંખ્યાત્મા સ્વરૂપમાં સમૃહ સંચાર માધ્યમો સાથેના સંપર્કનું પ્રમાણ...
આ વખતે ઉનાળો આકરો રહેશે એવા એંધાણ માર્ચ મહિનામાં જ શરૂ થઇ ગયેલી સખત ગરમી પરથી વર્તાઇ રહ્યા હતા ત્યારે હવામાન વિભાગે...
તુર્કીમાં (Turkey) મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દેશના ઈસ્તાંબુલ (Istanbul) શહેરમાં એક નાઈટક્લબમાં (Nightclub) રિનોવેશન દરમિયાન આગ લાગી હતી, જેમાં અત્યાર...
ધ્વનિ પ્રદૂષણ નિયમો મુજબના ડેસીબલ પ્રમાણે માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ કરી શકાશે વરઘોડા સહિતના પ્રસંગમાં ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઇક સીસ્ટમ ભાડે આપી...
અન્ય ભાઇ – બહેનોને હિસ્સો ન મળતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો ખંભાતની ભુવેલ ગામમાં રહેતા માતા – પુત્રએ અંદરો અંદર પ્લોટનો સોદો...
મંદિર પરિસરમાં જ દર્શન મામલે થયેલ મારામારી બાદ ટેમ્પલ કમિટી અને પોલીસ તંત્રની કાર્યવાહી મોબાઈલ ઉપયોગના પ્રતિબંધનો ચુસ્તપણે અમલ તેમજ કડકપણે નિયમોનું...
ટ્રેનમાંથી ઉતરેલો પરપ્રાંતિય શખ્સ કેરીબેગમાં ગાંજો છુપાવીને જતો હતો. નડિયાદ રેલવે પોલીસે પાર્સલ ઓફિસની પાસેના વચ્ચેના ફુટ ઓવરબ્રિજ ઉપરથી બહાર જતી વખતે...
સુરત: (Surat) વરાછા ખાતે રહેતાં આર્મી મેનની ગર્ભવતિ પત્ની મોપેડ લઈને તેના ઘર તરફ જતી હતી ત્યારે બાઈક સવાર બે જણાએ આંતરી...
ભરૂચ: (Bharuch) ચાલુ વર્ષે વાલિયાના વટારિયાની ગણેશ સુગરના (Ganesh Sugar) ૬૬ હજાર ખાંડના દાગીના ઓછા બનતાં એક દાગીના રૂ.૩૦૦૦ના ભાવ પ્રમાણે કુલ...
લોકસભા ચૂંટણી 2024ને (Loksabha Election 2024) લઈને ચૂંટણી પંચ (Election Commission) એક્શન મોડમાં આવી ગયું છે. મંગળવારે એક મોટો આદેશ જારી કરીને...
નવી દિલ્હીઃ (New Delhi) તૃણમૂલ કોંગ્રેસના (TMC) નેતા અને પૂર્વ લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અહેવાલો અનુસાર EDએ...
દાહોદમાં મહિલા નાયબ મામલતદાર સાથે મુખ્ય શિક્ષકે ગેરશિસ્ત કરતાં કાર્યવાહીનો આદેશ… દાહોદ શહેરની સરકારી ઇજનેરી કોલેજમાં યોજેલી લોકસભા અંતર્ગત ચૂંટણીની તાલીમમાં દાહોદની...
અધિકારી મિટિંગમાં વ્યસ્ત હોઈ અરજદારો તાપમાં શેકાયા : સરકારી અનાજના ગોડાઉન ખાતે પુરવઠા શાખાની ઝોનલ 1 ની કચેરી બહાર અરજદારોની ભીડ જામી...
સુરત(Surat): શહેરના રૂદરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં 4 વર્ષની માસૂમ બાળકી પર રેપ થયો છે. રેપ કરનાર પડોશમાં રહેતો 11...
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 17 એપ્રિલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાનાર મેચના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે...
નવી દિલ્હી: ગૂગલે (Google) તેની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. જેમાં ગૂગલ પ્લસ, નેક્સસ અને બીજા ઘણા નામ સામેલ છે. હવે...
પાછલા વર્ષની સરખામણીમાં 9 ટકા વધ્યું.આણંદ સ્થિત અમૂલ ડેરીનું ટર્નઓવર રેકોર્ડબ્રેક સ્થિતિએ પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અમૂલનું ટર્નઓવર અંદાજીત...
ફતેગંજ બ્રિજ પાસે છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ હતું જો કે મંગળવારે આખરે તેના સમારકામનું મુહૂર્ત નીકળ્યું હતું અને પાલિકા તંત્રે...
નવી દિલ્હી: દેશની અગ્રણી ડિજિટલ સર્વિસ ફર્મ ટાટા ટેક્નોલોજીસ અને જર્મન કંપની બીએમડબ્લ્યુ ગ્રુપે હાથ મિલાવ્યા છે. બંને કંપનીએ આજે અધિકૃત રીતે...
નવી દિલ્હી: ગયા મહિને માર્ચમાં ગુજરાતનું (Gujarat) જામનગર (Jamnagar) આખાય વિશ્વમાં ચમક્યું હતું. જામનગરમાં રિલાયન્સના કેમ્પસમાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી...
છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં તૈનાત અમેરિકન એમ્બેસીના (American Embassy) કેટલાક અધિકારીઓમાં ‘હવાના સિન્ડ્રોમ’ (Havana Syndrome) નામનો રહસ્યમય રોગ જોવા મળી રહ્યો છે....
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવજાત શિશુઓની ચીસોથી મેડિકલ કોલેજ ગૂંજી ઉઠી હતી. અચાનક લગભગ 10 વાગ્યે મેડિકલ કોલેજના SNCU (સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ અને ધુમાડા ઝડપથી બહાર આવવા લાગ્યા. અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગની જ્વાળાઓમાં દસ નિર્દોષ નવજાત બાળકોના જીવ હોમાઈ ગયા હતા. જ્યારે 16 બાળકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ઘટનાને લઈને સરકાર કડક છે. આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. આ ટીમનું નેતૃત્વ DGME કરશે.
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ સરકારી મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 3 બાળકો વિશે માહિતી મળી નથી. શનિવારે સવારે તેમના પરિવારજનો મેડિકલ કોલેજ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.
આ અકસ્માત શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. વોર્ડ બોયએ આગ ઓલવવા માટે અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે 4 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયો હતો, તેથી તે કામ થયું ન હતું. જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ આવી પહોંચી હતી. બારી તોડી પાણી છાંટ્યું. જોત જોતામાં આગ વધુ ફેલાતા સેનાને બોલાવવામાં આવી હતી. લગભગ 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવવામાં આવ્યો હતો.
બીજી તરફ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. પ્રથમ વખત શોર્ટ સર્કિટની અવગણના કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મેડીકલ કોલેજના વહીવટી તંત્રે બેદરકારી દાખવી હતી.
ફેબ્રુઆરીમાં જોઈ હતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં અગ્નિશામક ઉપકરણોની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તેથી તેનો ઉપયોગ કરી શકાતો નહીં. ડેપ્યુટી સીએમએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે ફેબ્રુઆરીમાં મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું અને જૂનમાં મોક ડ્રિલ કરવામાં આવી હતી. હવે જો થોડા મહિના પહેલા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ટ્રાયલ કરવામાં આવી હતી તો બધું જ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું… તો ઘટના સમયે બધુ કેવી રીતે ફેલ થઈ ગયું?
ઝાંસી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે પરિવારના 3 સભ્યો તેમના બાળકોનો પત્તો મેળવી શક્યા નથી. પરિવારે જણાવ્યું કે તેમના બાળકોને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે મેડિકલ કોલેજ પ્રશાસન અકસ્માત બાદ કોઈ માહિતી આપી રહ્યું નથી. આ અંગે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. પરિવારના 3 સભ્યો તેમના બાળકોને શોધી શક્યા ન હતા.
શોર્ટ સર્કિટના કારણે ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં આગ લાગી
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આખો વોર્ડ આગની લપેટમાં આવી જતાં વોર્ડમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર સ્ટાફ અને પરિવારના સભ્યો નવજાત શિશુને લઈને બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટાફથી માંડીને દર્દીઓ અને તેમના પરિવારજનોએ બારીઓ તોડીને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયાનક હતી કે કોઈ વ્યક્તિ વોર્ડની અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું.
નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડ (SNCU) માં ભીષણ આગને કારણે 10 નવજાત શિશુઓ સળગતા અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 39 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી. આર્મી અને ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવામાં મદદ કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે SNCU વોર્ડના અંદરના ભાગમાં વધુ ગંભીર બાળકોને અને બહાર ઓછા ગંભીર બાળકોને દાખલ કરવામાં આવે છે. બહાર દાખલ થયેલા લગભગ તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અંદરના ઘણા બાળકો પણ બચી ગયા છે. દસ બાળકોના મોતની માહિતી મળી છે.
તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પીડિત બાળકોની તપાસની વ્યવસ્થા કરવામાં મોડી રાતથી રોકાયેલા છીએ. 10 બાળકોના કરુણ મોત થયા છે બાકીના બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની આખી ટીમ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી પરંતુ તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે.
ડેપ્યુટી સીએમએ કહ્યું- જેમની ઓળખ થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવું પડકાર
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે જે બાળકોની ઓળખ હજુ સુધી થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવાનો પડકાર છે. બાકી રહેલા બાળકોને યોગ્ય સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હજુ સુધી ત્રણ નવજાતની ઓળખ થઈ શકી નથી.