Charotar

ખંભાતમાં માતાએ પુત્રને પ્લોટ આપી દેતાં વિવાદ સર્જાયો

અન્ય ભાઇ – બહેનોને હિસ્સો ન મળતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

ખંભાતની ભુવેલ ગામમાં રહેતા માતા – પુત્રએ અંદરો અંદર પ્લોટનો સોદો કરી નાંખ્યો હતો. જેના કારણે અન્ય ભાઇ – બહેનોના હિસ્સા મુદ્દે વિવાદ સર્જાયો હતો. આ મામલે બહેને ભાઇ અને માતા સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

ભુવેલ ગામની ગાયત્રી સોસાયટીમાં રહેતા ઇન્દીરાબહેન કાન્તીભાઈ પટેલ તેમના ભાઇ જયંતી પટેલ તથા પુત્રી પ્રિયંકાબહેન સાથે પિયરમાં રહે છે. તેઓ બે બહેન તથા બે ભાઇ છે. તેમના માતા શાન્તાબહેન કાન્તીભાઈ પટેલ છે. ઇન્દીરાબહેનના પિતા કાન્તીભાઈનું 19મી નવેમ્બર,23ના રોજ અવસાન થયું હતું. આ અવસાન બાદ મિલકત પ્લોટ નં.9 તથા પ્લોટ નં.10 વાળીમાં વારસાઇ કરવામાં આવેલી. જે વારસાઇમાં પ્લોટ સર્વે નં.93 અને 94 ગામતળની મિલકત જેમાં બે મકાનો આવેલા છે. તે મિલકતમાં શાંતાબહેનના નામે હતી અને પાંચેય ભાઇ બહેનો વારસદારો તરીકે હતાં. દરમિયાનમાં 27મી એપ્રિલ, 2022ના રોજ પ્લોટ નં.9 સર્વે નં.93ના બદલે નવો સર્વે નં.101 તથા પ્લોટ નં.10 સર્વે નં.94ના બદલે નવો સર્વે નં.102 જેની આકારણીમાં શબ્દ નીકળી જતાં તમામ વારસદારોનો હક જતો રહ્યો હતો. આ તકનો લાભ લઇ શાંતાબહેન કાંતિભાઈ પટેલે ઇરાદાપૂર્વક તેમના પુત્ર બળવંત કાન્તી પટેલને અન્ય ભાઇ – બહેનોને જાણ કર્યા વગર રૂ.ચાર લાખ લઇ અવેજી લઇ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જેથી બીજા ભાઇ – બહેનોનો હક હિસ્સો ડૂબી ગયો હતો. આ દસ્તાવેજ ગ્રામ પંચાયતમાં નોંધ માટે આવતા ભાંડો ફુટ્યો હતો. આ અંગે ઇન્દીરાબહેને ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે માતા શાંતાબહેન પટેલ અને ભાઇ બળવંતભાઈ કાન્તીભાઈ પટેલ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top