Business

TATAએ BMW સાથે હાથ મિલાવ્યા, આ ઈન્ડસ્ટ્રીમાં મચાવશે ધૂમ…

નવી દિલ્હી: દેશની અગ્રણી ડિજિટલ સર્વિસ ફર્મ ટાટા ટેક્નોલોજીસ અને જર્મન કંપની બીએમડબ્લ્યુ ગ્રુપે હાથ મિલાવ્યા છે. બંને કંપનીએ આજે અધિકૃત રીતે જણાવ્યું હતું કે તેઓ ભારતમાં ઓટોમોટિવ સોફ્ટવેર અને આઈટી ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવા માટે સંયુક્ત સાહસ કરશે. બંને કંપનીઓ સાથે મળીને પૂણે, બેંગલુરુ અને ચેન્નાઈમાં ઓટોમોટિવ સોફ્ટવેર અને આઈટી વિકાસ કેન્દ્રો સ્થાપવાની યોજના પર કામ કરી રહી છે.

ટાટા ટેક્નોલોજીસ (Tata Technologies) અને બીએમડબ્લ્યુ (BMW) ગ્રુપે આ સંયુક્ત સાહસના કરાર પર આજે તા. 2 એપ્રિલના રોજ હસ્તાક્ષર કર્યા છે. ટાટા ટેક્નોલોજીએ આ સંયુક્ત સાહસની જાહેરાત કરતાની સાથે જ કંપનીના શેરમાં લગભગ 6%નો વધારો થયો હતો.

કંપનીનું મુખ્ય ડેવલપમેન્ટ અને ઓપરેશન એક્ટિવિટી બેંગલુરુ અને પુણેમાં થશે. જ્યારે ચેન્નાઈમાં બિઝનેસ આઈટી સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કંપનીઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સંયુક્ત સાહસના કરારની સમીક્ષા કરવામાં આવશે અને સંબંધિત અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવશે.

આ જોઈન્ટ વેન્ચર શું કરશે?
આ સંયુક્ત સાહસ (Joint Venture) ઓટોમેટેડ ડ્રાઇવિંગ (Automated Driving) અને ડેશબોર્ડ સિસ્ટમ (Dashboard System) સહિત વિવિધ સુવિધાઓ માટે ઓટોમોટિવ સોફ્ટવેર (Automotive Software) બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કંપનીઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવું સંયુક્ત સાહસ ઓટોમોટિવ સોફ્ટવેર બનાવશે, જેનો ઉપયોગ BMWના પ્રીમિયમ વાહનોમાં કરવામાં આવશે. આ સિવાય કંપનીના બિઝનેસ માટે સોફ્ટવેર તૈયાર કરવાની જવાબદારી પણ આ સંયુક્ત સાહસ પર રહેશે.

શું થશે ફાયદો?
ટાટા ટેક્નોલોજીસના ઓટોમોટિવ સેલ્સ પ્રેસિડેન્ટ નચિકેત પરાંજપેએ જણાવ્યું હતું કે, સદા વિકસતા ઓટોમોટિવ લેન્ડસ્કેપમાં, સોફ્ટવેર-વ્યાખ્યાયિત વાહનો તરફની આ નવી સફર ઓટોમોટિવ સોફ્ટવેર અને વાહન ઉત્પાદનની દિશામાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે.

પરાંજપેએ વધુમાં જણાવ્યું હતું કે, અમે BMW ગ્રૂપ સાથે અમારો અનુભવ અને જાણકારી શેર કરીશું કે જે માત્ર ટેક્નોલોજીની રીતે અદ્યતન નથી પરંતુ વિશ્વભરના ગ્રાહકોને અસાધારણ અનુભવો પણ પ્રદાન કરે છે. સ્વાભાવિક છે કે, અદ્યતન અને સલામત વાહનોના રૂપમાં આ સંયુક્ત સાહસનો સૌથી મોટો લાભ સામાન્ય માણસને મળશે.

આ ઉપરાંત આ નવા સંયુક્ત સાહસ દ્વારા જ્યાં પણ કેન્દ્રો બનાવવામાં આવશે ત્યાં નોકરીની નવી તકો પણ ઉભી થશે. જો કે, આ કરારની નાણાકીય વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ભાગીદારી હેઠળ, Tata Technologies અને BMW ગ્રુપ દરેક નવી કંપનીમાં 50% હિસ્સો ધરાવશે.

તમને જણાવી દઈએ કે ટાટા મોટર્સની પેટા કંપની ટાટા ટેક્નોલોજીસ ઓટોમોટિવ, એરોસ્પેસ અને હેવી મશીનરી ઉત્પાદકોને એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સેવાઓ પ્રદાન કરવામાં નિષ્ણાત છે.

Most Popular

To Top