પશુધનની દ્રષ્ટિએ ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ છે અને પશુ ઉત્પાદનોની નિકાસ કુલ કૃષિ પેદાશોમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ભેંસના માંસના...
સુરત: (Surat) પોલીસ કમિશનરે થોડા મહિના પહેલાં જ શહેરમાંથી ગેંગનો સફાયો બોલાવવા માટે અજ્જુ ટામેટા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો....
સુરત: (Surat) શહેરમાં ગઈકાલે રાત્રે બનેલી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેવી ઘટનાને રાતથી જ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી. આ ઘટનામાં...
સુરત: (Surat) સુરતમાં ઘણું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનો ભયાવહ કિસ્સો શહેરના...
નવી દિલ્હી (New Delhi): આ અઠવાડિયુ દેશમાં કોરોનાની રસીની (Corona Vaccine) મંજૂરી અને જલ્દી જ રસીકરણ (Vaccination) શરૂ થવાના સારા સમાચાર લઇને...
વડોદરા: સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઠગવાનો સિલસિલો યથવાત છે. અત્યાર સુધી ફેસબુક અથવા ઓનલાઇન એપ્લીકેશન થકી યુઝર્સ સાથે છેતરપીંડી કરવામાં આવતી હોવાના...
વડોદરા: શહેરના હરણી રોડ પર આવેલી પિતાની મિલકતમાં ભાઈએ બંને બહેનોને જાણ કર્યાં વગર સિટી સર્વેની કચેરીમાં ખોટુ પેઢીનામું તૈયાર કરાવીને પોતાના...
ઉત્તર પ્રદેશ લવ જેહાદ(LOVE JIHAD) સંબંધિત વટહુકમના મુદ્દે બુધવારે સુપ્રીમ કોર્ટ(SUPREM COURT)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં આ વટહુકમ...
વડોદરા: ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓની પરીક્ષા થોડી મોડી લેવામાં આવશે તેવો નિર્ણય...
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનમા એમ.એસ. યુનિવર્સિટીને પ્રતિનિધિત્વ આપવા માટે સિન્ડિકેટ સભ્યનું નામ મોકલવામાં આવ્યું હતું. તેનો સ્વીકાર નહીં કરતા આજે વિદ્યાર્થીઓએ એમ.એસ....
મુંબઇ (Mumbai): કોરોના વાયરસને (Corona Virus/Covid-19) કારણે લાંબા સમયથી અટકેલી મુંબઇ લોકલ ફરી દોડવા લાગી છે. જોકે, હાલમાં ટ્રેનમાં પહેલા જેટલી ભીડ...
ખેડૂત આંદોલનનો બુધવારનો 42 મો દિવસ છે. કૃષિ કાયદો રદ કરવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી...
ગુરુવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થનારી મહત્ત્વપૂર્ણ ત્રીજી ટેસ્ટ માટે ભારતે તેની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી. રોહિત શર્મા શુબમન ગિલ...
ગાંધીનગર (Gandhinagar): રાજ્ય સરકાર દ્વારા બુધવારે શાળાઓ ખોલવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો...
દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી(PRANAV MUKHARJI) એ તેમની આત્મકથા ‘ધ પ્રેસિડેશનલ યર્સ’ પુસ્તકમાં ઘણા ચોંકાવનાર તથ્યોનો ખુલાસો કર્યો છે. આવી સ્થિતિમાં પંડિત...
સુરત (Surat): કોરોનાના (Corona virus/ Covid-19) કેસ હવે ઓછા થયા છે. બધાનું ધ્યાન રસીકરણ પ્રક્રિયા પર છે. એવામાં છેલ્લા કેયલાક દિવસથી સિવિલમાં...
વડોદરા: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ભાયલી ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ની રસી મૂકવાના પૂર્વ અભ્યાસ રૂપે નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને...
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના વરિષ્ઠ સલાહકાર અને ટોપ સાયન્ટિસ્ટ ડો. તપન મિશ્રા(TAPAN MISRA)એ દાવો કર્યો છે કે ત્રણ વર્ષમાં ત્રણ...
બેંગલુરુ (Bengaluru): જાન્યુઆરી કર્ણાટકમાં શાળાઓ અને કોલેજો ફરી શરૂ થયાના માત્ર પાંચ દિવસ પછી ઘણા બધા શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો....
ભારતનાં કેરળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં બર્ડ ફ્લુના સમાચાર આવતાં આતંક ફેલાઈ ગયો છે. સત્તાવાળાઓ દ્વારા...
વોશિંગ્ટન (Washington): અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વ્હાઈટ હાઉસમાંથી વિદાય લેતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિતની...
ચીનના વિસ્તારવાદી વલણથી અનેક પડોશી દેશો પરેશાન છે. થોડા દિવસો પહેલાં ચીને ચાલાકીથી આપણી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ ચીન...
પ્રકૃતિ જયારે અરાજકતાએ ચઢે છે ત્યારે જાન-માલ લઇ પણ લે છે. આમ છતાં પ્રકૃતિનો મૂળભૂત સ્વભાવ અવિરતપણે આપતા રહેવાનો છે. પ્રકૃતિ તરફથી...
MUMBAI, સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં તેજીનો દોર ચાલુ છે. સેન્સેક્સ (SENSEX)79 અંક વધીને 48,517.49 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડેક્સ(INDEX)માં ઓએનજીસીના...
જાન્યુઆરી માસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈની સ્મરણગાથા લઈને આવે છે. મહાદેવભાઈ દેસાઈ જીવનભર બાપુનો પડછાયો થઈને રહ્યા હતા. ભાગ્ય પણ...
ફેસબુક(FACEBOOK)ની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે(WHATSAPP) તેની શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી છે અને તેની સૂચના મંગળવાર સાંજથી ધીમે ધીમે ભારતમાં...
આપણે ત્યાં કોઇકનું અવસાન થાય તો શ્રધ્ધાંજલિના કાર્યક્રમમાં એમ જ કહેવામાં આવે દેશને, રાજ્યને, જ્ઞાતિને કે કુટુંબને એમના જવાથી કદી પુરાય નહીં...
પ્રેમની પતંગની ઉડાન નફરતની પેચ કાપવી, જેટલો લાંબો સંબંધ વધારવો હોય તો દિલથી નભાવવો જોઇએ. જેમના સ્વભાવમાં પ્રેમ નથી, લાગણી નથી તેના...
એક યુવાન કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો .નામ પ્રણવ …..ઘણો હોશિયાર હતો ….ભણતા ભણતા ઘણા કામ કરે …પ્રયોગો કરે ..પૈસા કમાવાની...
ભારતે હમણાં જ કોરોના વાયરસ આપતી એ રસીઓના તાકીદના ઉપયોગને અધિકૃતતા આપી છે. તેમાંની એક છે ‘કોવીશીલ્ડ’ અને બીજી છે ‘કોવાકસીન’.‘કોવીશીલ્ડ’ રસી...
મહારાષ્ટ્રના નાસિક શહેરમાં કોર્પોરેટ લવજિહાદનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. નાસિકના ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના BPO યુનિટમાં મહિલા કર્મચારીઓના જાતીય શોષણના ગંભીર આરોપો બાદ કંપનીએ તેની કામગીરી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. કર્મચારીઓને આગામી સૂચના સુધી ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે. કંપનીએ નવી ભરતીઓ પર પણ રોક લગાવી દીધી છે. જાતીય સતામણી, ત્રાસ અને બળજબરીથી ધર્મપરિવર્તનના ગંભીર આરોપો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ નવ FIR નોંધવામાં આવી છે અને પોલીસે સાતથી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કંપનીના એચઆર મેનેજરનો પણ સમાવેશ થાય છે.
એક મહિલા કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે શરૂઆતમાં નોકરીની ઓફરના બહાને તેનો વિશ્વાસ મેળવવામાં આવ્યો હતો અને પછી તેને બળજબરીથી સંબંધો બાંધવાની ફરજ પાડવામાં આવી હતી, ધમકીઓ આપવામાં આવી હતી અને માનસિક દબાણનો ભોગ બનાવવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તે કોલેજકાળ દરમિયાન મુખ્ય આરોપી દાનિશ શેખને મળી હતી. તેણે તેણીને નોકરીનું વચન આપ્યું હતું અને ધીમે ધીમે નજીક આવી હતી. આ સંબંધ પછી બળજબરીમાં પરિણમ્યો હતો. આરોપીએ તેણીને લગ્નનું વચન તેમ જ લાલચ આપીને શારીરિક સંબંધો બાંધવા દબાણ કર્યું હતું. અન્ય સાથીદારોની ભૂમિકા પણ પ્રકાશમાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર HR મેનેજર નિદા ખાન પર પીડિતાની ફરિયાદો દબાવવાનો અને આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. તપાસમાં ૭૮ શંકાસ્પદ કોલ રેકોર્ડ, ઇમેઇલ અને ચેટનો પણ પર્દાફાશ થયો છે. મહિલાનો આરોપ છે કે આરોપી અને તેના સાથીઓ સતત ધર્મની ચર્ચા કરતા હતા અને તેના પર ધર્મપરિવર્તન માટે દબાણ કરતા હતા. તેઓએ તેના ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી અને તેના પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કર્યો હતો.
TCS ના નાસિક યુનિટમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણની SIT તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ મહિલા કર્મચારીઓ સાથે શારીરિક સંબંધો બાંધવા ઉપરાંત તેમને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કર્યું હતું, નમાઝ પઢવાનું, રોજા કરવાનું અને માંસાહારી ખોરાક ખાવાનું પણ કહ્યું હતું. એસઆઈટીના જણાવ્યા અનુસાર એચઆર મેનેજર નિદા ખાન મુખ્ય કાવતરાંખોર છે, જેણે ફરિયાદ દબાવવા અને આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે TCS નાસિકના HR મેનેજર, નિદા ખાને કર્મચારીઓની ૭૦ ફરિયાદો અવગણી હતી. આ કેસમાં વિદેશો સાથે જોડાણ હોવાનું જણાય છે. HR મેનેજર નિદા ખાનના આતંકવાદી જોડાણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસને નાણાંકીય વ્યવહારોના પુરાવા પણ મળ્યા હતા. નિદા ખાને પીડિતોને આ બાબત ભૂલી જવા કહ્યું હતું અને તેઓ પોતે ઓફિસમાં જાતીય સતામણી નિવારણ સમિતિના સભ્ય હોવા છતાં કોઈ નક્કર પગલાં લીધાં નહોતાં. SIT એ આરોપીને એક શંકાસ્પદ મલેશિયન ધર્મગુરુ સાથે જોડતી WhatsApp ચેટ પણ મેળવી છે. SIT ની તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવા સૂચવે છે કે TCS ઓફિસમાં અનેક નેટવર્ક કાર્યરત હતાં. પોલીસે એવા WhatsApp ગ્રુપ્સ ઓળખી કાઢ્યાં છે, જેનો ઉપયોગ આરોપીઓ સહકાર્યકરોની ચર્ચા કરવા અને યોજના બનાવવા માટે કરતા હતા. ફોરેન્સિક ટૂલ્સનો ઉપયોગ કરીને ડિલીટ કરેલી ચેટ પુનઃપ્રાપ્ત કરવામાં આવી રહી છે. SIT એ અત્યાર સુધીમાં સેક્સ રેકેટમાં સામેલ ૧૨ કર્મચારીઓની ઓળખ કરી છે. ઘણા ટીમ લીડરો અને એન્જિનિયરો સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમનાં નામો છે : આસિફ અંસારી, તૌફિક અત્તાર, દાનિશ શેખ, રઝા મેમન, શાહરુખ કુરેશી અને શફી શેખ.
ફેબ્રુઆરીમાં પોલીસને TCS ઓફિસમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણ અંગે ફરિયાદ મળી હતી. આ માહિતીના આધારે પોલીસે એક ગુપ્ત કાર્યવાહી શરૂ કરી હતી, જેના પછી સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. આ કામગીરીમાં મહિલા કોન્સ્ટેબલોને લગભગ બે અઠવાડિયાં સુધી TCS ઓફિસમાં ગુપ્ત રીતે હાઉસકીપિંગ સ્ટાફ તરીકે તૈનાત કરવામાં આવી હતી. આ પોલીસ અધિકારીઓએ કર્મચારીઓના પરસ્પર વર્તન પર નજીકથી નજર રાખી હતી અને વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી, જેના કારણે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. TCSનાં AGM અશ્વિની ચૈનાનીને બુધવારે કોર્ટે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. દરમિયાન સમગ્ર કેસ પાછળની મુખ્ય સૂત્રધાર માનવામાં આવતી HR મેનેજર નિદા ખાન હજુ પણ ફરાર છે અને તપાસ ટુકડીઓ દ્વારા તેની આક્રમક શોધ ચાલી રહી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે આ ઘટનાની જાતે જ નોંધ લીધી છે અને તપાસ માટે એક તથ્યશોધ સમિતિની રચના કરી છે. આ સમિતિ ૧૭ એપ્રિલે સંબંધિત એકમની મુલાકાત લઈને ઘટનાની આસપાસના સંજોગો અને અધિકારીઓના પ્રતિભાવનું મૂલ્યાંકન કરશે. ચાર સભ્યોની સમિતિમાં બોમ્બે હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ સાધના જાધવ, હરિયાણાના ભૂતપૂર્વ ડીજીપી બીકે સિંહા, સુપ્રીમ કોર્ટનાં વકીલ મોનિકા અરોરા અને મહિલા આયોગનાં સિનિયર કોઓર્ડિનેટર લીલાબતીનો સમાવેશ થાય છે. સમિતિ બેદરકારી ઓળખવા અને ગુનેગારો સામે કાર્યવાહીની ભલામણ કરવા માટે પીડિતો, પોલીસ અને કંપનીના પ્રતિનિધિઓની મુલાકાત લેશે. તે મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુધારાત્મક પગલાં પણ સૂચવશે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે TCS નાસિક શાખાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કેસ નોંધાયા પછી પણ ત્રીજા આરોપી દાનિશ શેખના સંપર્કમાં રહ્યા હતા. ધરપકડ પહેલાં તેણે શેખને ફોન કર્યો હતો. કોલ અને ઈમેલ રેકોર્ડનું વિશ્લેષણ કર્યા પછી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આરોપીઓ વચ્ચે મિલીભગતની શક્યતાની પણ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ નવ કેસ નોંધાયા છે, જેમાં એક દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં અને આઠ મુંબઈમાં સાકી નાકા ખાતે નોંધાયો છે. ઉત્પીડન, ત્રાસ અને બળજબરીથી ધર્મપરિવર્તનનો આરોપ લગાવતી કુલ નવ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ રેકેટ ૨૦૨૨ માં શરૂ થયું હતું અને આજે પણ ચાલુ છે.
TCS ના નાસિક યુનિટમાં વરિષ્ઠ કર્મચારીઓ દ્વારા સાથીદારોના જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણનો મુદ્દો વધુ વકર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે અને આ ઘટનાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. બજરંગ દળે પોતાના નિવેદનમાં લવ જેહાદ, જમીન પર અતિક્રમણ અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં કથિત દમન જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. VHP (વિશ્વ હિન્દુ પરિષદ) ના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતું કે સંગઠનના કાર્યકરો દેશભરમાં વિરોધ કરશે અને હિન્દુ સમુદાયને એકત્ર કરશે.
અગાઉ VHP એ દેશમાં ધાર્મિક પરિવર્તન અને લવ જેહાદની કથિત ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો અને તેમના વિરુદ્ધ કડક રાષ્ટ્રીય કાયદાઓની માંગણી કરી હતી. VHPના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે નાસિકની ઘટના કોઈ અલગ કેસ નથી પરંતુ તે એક મોટા નેટવર્કનો ભાગ લાગે છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ મુદ્દા પર નક્કર પગલાં લેવા અપીલ કરી હતી. નાસિકની ઘટનાને કારણે દેશભરમાં લવજિહાદ ચાલી રહી હોવાની અફવા સાચી પડી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.