વડોદરા: કોરોનાના કહેરને કાબુમાં લેવા સજ્જ પોલીસ તંત્ર કડક હાથે ડામ લેવા માસ્ક વિના ફરતા નાગરિકોને વાહનચાલકોને તોતિંગ દંડ ફટકારવાની કામગીરી હાથ...
GNDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસ ( CORONA CASE ) વધતાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એવી માગ કરાઈ છે કે...
તાજેતરમાં ‘મિલિટરી ડાયરેક્ટ’ નામની વેબસાઈટ દ્વારા બહાર પડાયેલા એક અધ્યયન મુજબ સુપર પાવર દેશ અમેરિકાને પછાડી ચીની સેના પોતાના સતત આધુનિકરણ દ્વારા...
આઝાદી કાળથી કાશ્મીરી પ્રજા અને એના નેતાઓ ભારતને પોતાનો દેશ ગણતા જ નથી. આ બધાંના ચહેરો પાકિસ્તાન તરફ જ રહેતો આવ્યો છે....
હમણાં એક નાનકડો પણ ખૂબ સુંદર મેસેજ વાંચવા મળ્યો. જે માનવ જાતને ઘણી મોટી શીખ આપતો જાય છે. નોબલ વિજેતા ડેસમંડ ટુટૂ...
જે પંજાબની પ્રજાએ 1857થી આઝાદી મળી તે વર્ષ દરમિયાન આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશને આજાદી મળે તે માટે હજારો પંજાબી ક્રાંતિવીરોએ પોતાના...
પોશાક એટલે કે પરિધાન એ આપણા વ્યકિતઓની ઓળખ છે. સુંદરતાની વ્યાખ્યા તો દરેકને માટે અલગ અલગ હોય છે. વ્યકિતને સુંદર બનાવવામાં સુંદર...
આ વર્ષે માર્ચ આવતાની સાથે જ ગરમીએ તેનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી-એનસીઆરમાં 1 લી એપ્રિલે તાપમાનનો પારો 34 ડિગ્રી...
ટી.વી.નું ઘરમાં આગમન થયું ત્યારથી શ્રી રજતશર્મા દ્વારા સંચાલીત રાત્રે નવ વાગ્યે આવતાં સમાચારો સાંભળવાની આદત સાથે વિશ્વાસનિયતા પણ ખરી. ઝીણામાં ઝીણી...
મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન છે. જે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એપ્રિલ મહિનામાં થવાની છે તેમાં મમતા બેનરજીના પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ...
તાજેતરમાં એક વીડિયો જોવા મળ્યો, જેમાં એક કહેવાતો તબીબ કોરોનાથી બચવા દિવસમાં પાંચ-સાત વખત મોમાં થોડું થોડું મીઠું (સોલ્ટ) મૂકવાનું કહે છે.જેનાથી...
‘લખી લીધું એ આરસની તકતી પર’ ફલાણા ભાઈ કે બહેનના સ્મરણાર્થે માતબર દાન આપ્યું છે. આ બધું વાંચીને વિચાર આવે છે કે...
હમણાં થોડા દિવસો પહેલાં જ દાંડીયાત્રા સુરતમાં પ્રવેશી. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. ખરેખર, આ આઝાદી પછીની જ દાંડીયાત્રા હોઈ શકે?...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ માં યુદ્ધ થયું હતું. એમાં તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના મજબુત મનોબળનો સિંહફાળો હતો. પાકિસ્તાને, હારના ફળ...
એક અંગ્રેજી લેખક નામ સિમોન્સ;સરસ લખાણ લખે અને સામાયિક,વર્તમાનપત્રમાં કોલમ લખે,વાર્તા અને નિબંધો પણ લખે.અને તેનું બધું લખાણ વખણાય. વાચકો તેના લખાણને...
ઇંધણના વધતા જતા ભાવોથી જનતા ચિંતિત છે. છેલ્લાં ચાર વર્ષોમાં, વિશ્વ બજારમાં ક્રૂડ ઇંધણની કિંમત બેરલ દીઠ 40 થી 70 ડોલરની આસપાસ...
દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના કેસ નોંધાયા છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસના...
અમૃતા પ્રિતમ (1919-2005) એટલે વીસમી સદીનાં ભારતીય સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર. તેમણે લખ્યું છે કે “પ્રેમ એ જિંદગીની અવિસ્મરણીય ઘટના છે. જો તમે...
આખા વિશ્વને છેલ્લા દોઢેક વર્ષથી ધ્રુજાવી રહેલી કોરોનાની મહામારી ફરી વકરવા માંડી છે. વચ્ચે થોડો સમય કેસ ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે, શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 305.03 અંક...
આપણે બધા એક અથવા બીજા સ્વરૂપે ભેદભાવનો શિકાર છીએ, પરંતુ આર્ચી સિંઘ ( aarchi singh ) નો અનુભવ આપણા કરતા ઘણો ખરાબ...
મેરઠના મોહમ્મદપુર વિસ્તારમાં રહેતા આ યુવકનું નામ મનોજ કુમાર ( MANOJ KUMAR ) છે. તેણે બેનરો અને પોસ્ટરોને કાવડ જેવો દેખાવ આપ્યો...
ફ્રાન્સના એક પ્રકાશન(FRENCH PUBLICATION)માં દાવો કરવામાં આવ્યો છે કે રાફેલ (RAFAEL) બનાવનાર ફ્રેન્ચ કંપની દસોને ભારતમાં વચેટિયાને દાનમાં એક મિલિયન યુરો ‘ભેટ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI)એ રવિવારે દેશભરમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક (review meeting) યોજી...
કોરોનાના સંક્રમણ વચ્ચે નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં આજે એક ગંભીર બેદરકારી સામે આવી હતી. મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દેવાયો હતો....
સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાંડીયાત્રા એક મહત્વનો પડાવ હતો. ગાંધીજીની દાંડીયાત્રા આમ તો વલસાડ તાલુકાના ધરાસણા સુધી લંબાવાની હતી. પરંતુ ગાંધીજીની ધરપકડ થયા બાદ...
ભારતીય શૂટિંગ ટીમના કોચ રહી ચૂકેલા સંજય ચક્રવર્તીનું શનિવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 79 વર્ષના હતા. તેમણે દેશને કેટલાક શૂટર જેમ...
ભારતમાં રવિવારે કોરોના સંક્રમણના નવા 93,249 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના...
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ ભયંકર રૂપ ધારણ કરી રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે એનડીઆરએફની ટીમો કબજો લેશે. તેમજ કેન્દ્ર સરકાર...
પોલીસે છત્તીસગઢના જંગલમાં આજે વધુ ૨૦ જવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ સાથે ગત રોજ નક્સલવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સુરક્ષા...
મજદૂર વિરોધી ચાર લેબર કોડ રદ કરવા માંગ
સરકાર માંગોને ગંભીરતાથી નહીં લેય તો રાષ્ટ્રીય સ્તરે વધુ તીવ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી


( પ્રતિનિધિ )વડોદરા,તા.26
કેન્દ્ર સરકારે લાગુ કરેલા ચાર લેબર કોડના વિરોધમાં સંયુક્ત કામદાર સમિતિ, સંયુક્ત ટ્રેડ યુનિયન મેદાનમાં આવ્યું છે. કાયમી નોકરીને અસર થતાં યુનિયનો દ્બારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા યોજી કલેક્ટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા 21 નવેમ્બરે દેશમાં ચાર નવા લેબર કોડ અમલમાં મૂકાશે તેવી જાહેરાત બાદ સમગ્ર દેશમાં કામદાર વર્ગમાં ભારે અસંતુષ્ટિ ફેલાઈ છે. પહેલાં કાર્યરત 44 કામદારો સંબંધિત કાયદાઓમાંથી 29 કાયદાઓ રદ્દ કરી તેમની જગ્યાએ ચાર લેબર કોડ અમલમાં મૂક્યા છે. આ નવા કોડ મુજબ કાયમી નોકરીની પરંપરા સમાપ્ત કરી કોન્ટ્રાક્ટ પ્રથા તેમજ ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરાઈ છે. કામદાર સંગઠનોના મતે આ બદલાવ કામદારોની નોકરીની સુરક્ષા અને હક્કોમાં ઘટાડો કરે છે. આ કાયદાઓના વિરોધમાં ગાંધીનગર ખાતે સંયુક્ત કામદાર સમિતિ દ્વારા વિશાળ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઉદ્યોગો, સંગઠનો અને મજૂર સંગઠનોના પ્રતિનિધિઓ મોટા પ્રમાણમાં આ વિરોધમાં જોડાયા હતા અને નવા લેબર કોડને કામદારો વિરોધી ગણાવ્યો હતો. સંયુક્ત કામદાર સમિતિના આગેવાનો સહિત કામદારો જિલ્લા કલેક્ટર કચેરી પર જઈ વડાપ્રધાનના નામે પત્ર સોંપવામાં આવ્યો હતો. જેમાં લેબર કોડના અમલને પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. સાથે કામદાર સંગઠનોએ ચેતવણી પણ આપી હતી કે જો સરકાર આ માંગોને ગંભીરતાથી નહીં લેય તો રાષ્ટ્રીય સ્તરે વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે.