નડિયાદ: ડાકોરના માર્ગો પર માસ્ક પહેર્યાં વિના મોટરસાઈકલ ઉપર ફરતાં પાલિકાના કાઉન્સિલર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. જોકે, નિયમ મુજબ ૧૦૦૦...
નડિયાદ: કઠલાલ શહેરમાં આવેલ સરસ્વતી સ્કુલના ગેટ આગળ પાર્ક કરેલી ત્રણ ઈકો ગાડીમાંથી સાઈલેન્સરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાં હતાં. વાહનમાલિકોને...
દાહોદ: દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે ઓવર બ્રીજ નજીક એક પેસેન્જર ભરેલ છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે...
દાહોદ: દાહોદ જિલ્લાના નાનકડા ગામ એવા ગરબાડામાં એક ભેજાબાજ ઈસમો પોતાની ઓળખ આર.પી.એફ.માં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી અને ગરબાડામાં રહેતાં...
દાહોદ: ગુજરાતના દાહોદના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનશ બંધ હોવાથી વિદેશ જવા ઇચ્છુક લોકો મુંઝવણમાં મુકાયા છે .વિદેશમાં કોવિડશિલ્ડને જ માન્યતા...
શહેરા: શહેરા તાલુકાના બીલીથા ગામે પત્નીની હત્યા કરનાર પતિની લાશ ઘરથી થોડે દૂર આવેલ કુવામાંથી મળી આવતા ચકચાર મચી હતી.પોલીસે હત્યાના આરોપીની...
વડોદરા: વડોદરામાં તૈયાર થઈ રહેલા આંતરરાષ્ટ્રીય હવાઈમથકને શ્રી સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નામ આપવાની માંગ સાથે શહેરના ચાર વિવિધ સંગઠનો દ્વારા...
વડોદરા: આજથી સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે શરૂ થઈ ગઈ હતી. ત્યારે અગાઉ 50 ટકા કર્મચારીઓ સાથે કાર્યરત કચરીઓ 100 ટકા...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અંતર્ગત બેઠક દોર શરૂ થયો છે. આજે પર્યાવરણવિદો સાથે મેયર કેયુર રોકડિયા બેઠક યોજી હતી....
વડોદરા: ફાયર બ્રિગેડના 56 જવાનો અને ઉચ્ચ પગારના લાભો નથી મળ્યા, માગણી નહીં સંતોષાય તો બુધવારથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે....
વડોદરા: સાવલી નગર પાલિકામાં સત્તાધિશો તેમજ ચૂંટાયેલી પાંખના સભ્યોની મીલીભગતથી િબલ્ડર અને પૂર્વ સભાસદો દ્વારા શાકભાજી માર્કેટમાં ઓટલા બાંધવાનું કામ શરૂ કરવામાં...
વડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલ હાલમાં જ બ્યુટીફીકેશન કરાયેલ વડોદરા શહેરની શાન સમા સુરસાગર તળાવમાંથી વધુ એક કાચબો મૃત અવસ્થામાં મળી આવતા...
વડોદરા: વિદેશ જનાર વિદ્યાર્થીઓ માટે કોર્પોરેશન દ્વારા બીજા ડોઝ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આજે ૨૧૬ જેટલા વિદ્યાર્થીઓએ રસી...
વ્યારા આઇટીઆઇમાં અભ્યાસ કરતા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનાં તાલિમાર્થીઓની પરીક્ષા લાંબા સમયથી કોવિડનાં કારણે નહીં લેવાતાં તેઓ નોકરી માટે અરજી કરી શકે તેમ...
વિશ્વ પર્યાવરણ દિવસના 2 દિવસ બાદ સોમવારે બપોરે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી જય અંબે કેમિકલ્સ કંપનીમાં અચાનક ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઇ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કપલસાડી ગામે સોમવારે બપોરે એક મકાનમાં કોઇ કારણોસર આગે દેખા દીધી હતી. જે સ્થળે આગ...
ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધી રહી છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફ્રૂટ માર્કેટ પાસે કોઈ વ્યવસ્થા વગર લારીઓ ઊભી રહેવાથી...
નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં રોડ અને નાળાનાં કામો ગુણવત્તાનો અભાવ હોવાની ગ્રામજનોએ નાંદોદ ટી.ડી.ઓ.ને ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે.નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં...
બારડોલીના ઉમરાખમાં થતું હોય પોલીસે 10968 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 14.85 લાખ તેમજ દારૂ કાર્ટિંગ માટેના ચાર વાહનો મળી કુલ...
સુરત: સુરત એસઓજી પોલીસ (SURAT SOG POLICE) પાસેથી મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળ (WEST BENGAL)ના કોલકત્તા શહેરના બોવ બજાર પોલીસ સ્ટેશનની હદમાં...
ગુજરાતમાં ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન રૂ. ર૪ હજાર કરોડના રોકાણ સાથે ૬ નવા પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે. આ સંદર્ભમાં સોમવારે આઈઓસી અને રાજ્ય સરકાર...
વડોદરામાં છ જુદા જુદા પ્રોજેકટસમાં આઈઓસી દ્વારા 24,000 કરોડનું રોકાણ કરવામાં આવશે, તે માટે રાજ્ય સરકાર અને આઈઓસી વચ્ચે મંગળવારે ગાંધીનગરમાં કરાર...
રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી છે. સોમવારે નવા 778 કેસ નોંધાયા હતા. બીજી તરફ 2613 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા...
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે 5 વાગ્યે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના કરોડો યુવાનોને કોરોનાથી સુરક્ષીત કરવા માટે આગામી તા. ૨૧ મી...
રોહતક: મેદાન્તામાં દાખલ ડેરા સચ્ચા સૌદા (Dera saucha soda)ના વડા બાબા રામ રહીમ (baba ram rahim) માટે, તેમની માનેલી બહેન હનીપ્રીત (hanipreet)...
નવસારી, વલસાડ, ઘેજ, પારડી, વાંસદા, સેલવાસ: ચીખલી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા સાથે ખેડૂતોની...
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) વિસ્તારમાં અગાઉ તાર-ફેન્સિંગ કામગીરી મામલે નર્મદા નિગમ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે બોલાચાલી થતી જ રહેતી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં તા. 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને...
લંડન : ઇંગ્લેન્ડના ઝડપી બોલર (England fast bowler) ઓલી રોબિન્સને (Ollie Robinson) આજથી 7-8 વર્ષ પહેલા કરેલું એક વિવાદી ટ્વિટ (tweet) તેના...
આપણા વેદ અને ઉપનિષદોએ સાધુ, સંન્યાસી, ત્યાગી, મુનિ, સંત વગેરેના રૂપમાં કોણ તેની વિગતે ચર્ચા કરેલ છે. જેનામાં આટલી લાયકાત સત્ય સ્વરૂપ...
સમાચાર માધ્યમોમાં જોવાં મળેલાં આ મથાળાં ભલે ચીલા-ચાલુ લાગે પણ આ વખતે સાર્થક અને સચોટ છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતીનની આ વખતની ભારતયાત્રા અનેક અર્થમાં ખરેખર ઐતિહાસિક છે. પુતિનની આ યાત્રા અમેરિકા દ્વારા અનેક દેશો સામે સીમા શુલ્કના ઝીંકાયેલા શસ્ત્ર અને રશિયા સાથે મિત્રતા રાખશો તો જોવા જેવી થશેની બાંય ચડાવી અપાયેલી ધમકી વચ્ચે આવી છે. અને પુતિને અવારનવાર કહ્યું છે, જે તેમણે અહીં ફરી કહ્યું કે આ વખતનું ભારત ૭૭ વર્ષ પહેલાંના ભારત જેવું ન સમજશો. આ વાત આત્મસમર્પણ કરનાર માઓવાદી એમ. વેણુગોપાલરાવે પણ જુદી રીતે કહી છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે અમે રાજ્ય (સ્ટેટ)ની શક્તિ ઓછી આંકી. એટલે વિફળ રહ્યા. પુતિન અને રાવની સાથે અમેરિકા સહિતના વિદેશી મીડિયાએ પણ અમેરિકાની ધમકી સામે બાવડા ફૂલાવી ‘જાવ, થાય તે કરી લો’ની સંવાદપટ્ટાબાજી વગર જ પુતિનની ભવ્ય આવભગતને વખાણતા કહ્યું કે હવે ભારત કોઈના દબાણમાં આવે તેમ નથી.
ટ્રમ્પની ધમકીને તાબે ન થઈ “અમે દેશહિતમાં ઝૂકતા નથી” તેવું અગાઉ બોલેલું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાળી બતાવ્યું છે. તો બીજી તરફ, અમેરિકાની દાદાગીરીથી એકલા અટૂલા પડી ગયેલ રશિયાનેય આ પ્રકારના ઉષ્માસભર સ્વાગતની તીવ્ર ઝંખના હતી. વડા પ્રધાન મોદીએ પુતિનના સ્વાગતમાં લાલ જાજમ તો બિછાવડાવી જ પણ સાથે પ્રૉટૉકોલને નેવે મૂકી પોતે સ્વાગત કરવા વિમાન મથક દોડી ગયા અને એક જ કારમાં ત્યાંથી રવાના થયા.
અગાઉ, ચીનમાં શાંઘાઈ સહકાર સંસ્થા (SCO) વખતે મોદીને પુતિને પોતાની કારમાં બેસાડ્યા હતા અને ૪૫ મિનિટ, જેને ખરેખર સામસામે મંત્રણા કહેવાય, તે કોઈ દુભાષિયા વગર કરી હતી. આવું રાજદ્વારી ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળતું હોય છે. ભારતમાં વડા પ્રધાન મોદીએ પુતિનને પોતાની કારમાં બેસાડી, પુતિને કરેલી પહલનો ઉષ્માસભર ઉત્તર આપી મિત્રતા મજબૂત કરી છે.
પરંતુ આ મિત્રતા માત્ર વિશ્વને (અમેરિકા વાંચો) દેખાડી દેવા પૂરતી સીમિત નથી. વિશ્વમાં એકલા અટૂલા પડી ગયેલા રશિયાનો હાથ ઝાલી રાખી તેની ગરજનો લાભ ભારતને ન મળે તો આ હાથ ઝાલી રાખવાનો કોઈ અર્થ નથી કારણકે દેશ-દેશના સંબંધમાં મિત્રતા-શત્રુતા આવી લાગણીઓને કોઈ સ્થાન નથી હોતું. સહકાર બંને બાજુએથી હોય તો જ એ દેશને લાભનો સોદો છે. કેવળ વ્યક્તિગત ઇમેજ બિલ્ડિંગ કે ઇમેજને પૂશ કરવાથી દેશને કોઈ લાભ નથી થતો હોતો.
અને રશિયાની ગરજનો ભારતે ફાયદો ઉઠાવ્યો જ છે. ભારત અને રશિયાની આ મંત્રણા માત્ર ‘ખાધું, પીધું, એકબીજાની પીઠ થાબડી ને છૂટા પડ્યા’ જેવી સીમિત નથી. આ મંત્રણામાં સંરક્ષણ, વેપાર, અર્થતંત્ર, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા એમ અનેક ક્ષેત્રે સમજૂતીઓ થઈ છે. ક્રિટિકલ મિનરલ, પરમાણુ ઊર્જા, જહાજ નિર્માણ ક્ષેત્રે પણ રશિયા ભારતને સહયોગ કરશે. ભારતીય કંપનીઓએ રશિયાની URLCHEM સાથે રશિયામાં એક યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય પણ કર્યી. બંને દેશોએ આર્થિક સહયોગ આગળ વધારવા વિઝન ૨૦૩૦ પર હસ્તાક્ષર કર્યા. બંને દેશો સહ ઉત્પાદન અને સહ નવાચાર બાબતે આગળ વધશે.
રશિયાની શિક્ષણ સંસ્થાનું કાર્યાલય એ સિનર્જી કૉર્પોરેશન અને ઇન્નોપ્રાક્ટિકાનો સંયુક્ત પ્રૉજેક્ટ છે. તેનાથી ભારતના વિદ્યાર્થીઓને રશિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં લાભ થશે. અમેરિકા ભારતીયો માટેનાં દ્વાર ધીમેધીમે બંધ કરી રહ્યું છે ત્યારે વિદેશ ભણવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર છે. રશિયા ભારતની સૈન્ય શક્તિ મજબૂત કરવા શસ્ત્રો પણ પૂરા પાડતું રહેશે. એટલે કે રશિયા ભારતનો મુખ્ય આધાર તરીકે ચાલુ રહેશે.
રશિયાએ કહ્યું છે કે તે ભારતમાંથી આયાત વધારવા તૈયાર છે. અમેરિકાના સીમા શુલ્કના નિર્ણયના શસ્ત્રથી ભારતની નિકાસના ફટકો પડ્યો હતો. એટલે તેનું સંતુલન કરવા આ તોડ ભારતને તો કામે લાગશે જ, પણ એકલા અટૂલા પડી ગયેલા રશિયાને યુક્રેઇન યુદ્ધથી આર્થિક રીતે ફટકો પડ્યો છે. તેથી તેને પણ ભારતની એટલી જ આવશ્યકતા છે. સામા પક્ષે, રશિયા માટે ભારતે પણ કેટલાંક દ્વાર ખોલી દીધાં. રશિયાના પર્યટકૉ માટે ત્રીસ દિવસના વિઝા આપવા ભારતે જાહેરાત કરી છે. ભારત રશિયા પાસેથી ઈંધણ ખરીદવાનું પણ ચાલુ રાખશે. નવા રૂટ પણ શોધવામાં આવી રહ્યા છે.
હવે બેલારુસથી સામાન સીધો હિન્દ મહાસાગર થઈ ભારત પહોંચશે. ભારતમાં રુસ ટૂડે ચેનલ શરૂ કરાશે. પુતિને જે બીજી વાત કરી તે અમેરિકાના પેટમાં તેલ રેડનારી છે. તેમણે કહ્યું કે બંને દેશો ધીરેધીરે પોતપોતાની મુદ્રા (કરન્સી)માં વેપાર તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે ૯૬ ટકા લેવડદેવડ આ રીતે જ થાય છે. આનો અર્થ એ થયો કે બંને દેશો મળીને અમેરિકી મુદ્રા ડૉલરને હાંસિયામાં ધકેલી રહ્યા છે. અમેરિકાની દાદાગીરી જે જોર પર છે તેમાંથી એક આ ડૉલર પણ છે.
દરેક દેશના વડા સાથેની મંત્રણામાં અચૂક ઉઠાવાતો (પાકિસ્તાન પ્રેરિત) ત્રાસવાદનો મુદ્દો ભારતે રશિયા પ્રમુખની ભારતયાત્રામાં પણ ઉઠાવ્યો. વડા પ્રધાન મોદીએ પહલગામ આતંકવાદી આક્રમણની સાથે રશિયામાં ૨૨ માર્ચ ૨૦૨૪ના દિને ક્રૉકસ સભા ગૃહમાં એક સંગીત કાર્યક્રમમાં થયેલા આતંકવાદી આક્રમણને જોડી ભારતના એ દૃષ્ટિકોણનો પુનઃ ઉચ્ચાર કર્યો કે સારા ત્રાસવાદ અને ખરાબ ત્રાસવાદ જેવું કંઈ નથી હોતું, ત્રાસવાદ ત્રાસવાદ જ હોય છે. પુતિને પણ ત્રાસવાદ સામેની લડાઈમાં રશિયા ભારત સાથે છે તેમ કહ્યું છે. આમ, પુતિનની આ યાત્રાથી એક પંથ અનેક કાજ જેવો ઘાટ ભારત માટે સર્જાયો છે.
– જયવંત પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.