SURAT

બ્લેક બોક્ષના ઉપયોગથી 3 જ કલાકમાં ATM ખાલી કરી નાખતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી

સુરત: સુરત એસઓજી પોલીસ (SURAT SOG POLICE) પાસેથી મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળ (WEST BENGAL)ના કોલકત્તા શહેરના બોવ બજાર પોલીસ સ્ટેશનની હદમાં ગત 14 મે ના રોજ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ (ATM)મશીનમાંથી અજાણ્યાઓએ એટીએમ બ્લેક બોક્ષ એટેક (ATM BLACK BOX ATTACK) દ્વારા સાયબર ક્રાઈમ (CYBER CRIME) ફ્રોડ કરી અલગ અલગ કાર્ડ વડે 25 લાખની રોકડ વિડ્રો કરી હતી. આ ગુનાના આરોપી સુરતમાં હોવાની બાતમી કોલકત્તા ક્રાઈમ બ્રાંચને મળતા સુરતમાં ધામા નાખ્યા હતાં. સુરત એસઓજીની મદદ લઈ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બાતમીના આધારે ગોપીપુરા સુભાષ ચોક પાસેથી એટીએમ ફ્રોડના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી નવીન લાલચંદ ગુપ્તા (રહે. ૧૬૦ ફતેપુર બેરી આસોલા ન્યુ દિલ્હી) તથા મનોજકુમાર રાજપાલ ગુપ્તા (રહે. ૧૬૦ ફતેપુર બૈરી ન્યુ દિલ્હી) ને પકડી પાડ્યા હતાં.

આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે, મુખ્ય આરોપીઓએ તેમના સાગરીતો સાથે મળી કલકત્તા તેમજ દેશના અલગ અલગ મોટા શહેરોમાં એટીએમ મશીનના સર્વર હેક કરી ખાલી દેતા હતાંં. અલગ અલગ બેંકોના એટીએમ સેન્ટરમાં જઈ મશીનના ઉપરના હુડ ડુપ્લીકેટ ચાવીથી ખોલતા હતાં. તેમાં ખાસ પ્રકારનું બેંક સર્વરને બાયપાસ કરવામાં ઉપયોગી તેવું ઉઝબેકિસ્તાન દેશથી મંગાવવામાં આવેલું એટીએમ બ્લેક બોક્ષ મશીનને બેંક સર્વર સાથે કનેક્ટ કરતા હતાં. સર્વરના કેબલમાં વચ્ચે મીડલ વેર તરીકે જોડતા હતાં. અલગ અલગ એટીએમ કાર્ડ વડે અથવા એક જ એટીએમ કાર્ડ વડે અનલિમિટેડ રૂપિયાના ટ્રાન્ઝકશન કરી એટીએમ મશીનમાંથી બે – ત્રણ કલાકમાં મોટી રોકડ રકમ વિડ્રો કરતા હતાં.

દેશના અનેક રાજ્યોમાં એટીએમ ફ્રોડ કરી સુરતમાં ભાગી આવ્યા હતાં
આરોપીઓની વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કલકત્તાના બોવ બજાર પોલીસ સ્ટેશન, જાદવપુર પોલીસ સ્ટેશન, ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશન, વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ફ્રોડને અંજામ આપ્યો હતો. આ સિવાય દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, બેંગ્લોર સહિતના રાજ્યોમાં એટીએમમાં આ ફ્રોડ કરાયું છે.

શું છે એટીએમ બ્લેક બોક્ષ
આ એક એવી ડીવાઇસ છે જે એટીએમ મશીનને બેંક સર્વર સાથે જોડાણ કરતા કેબલમાં વચ્ચે જોડવામાં આવે છે. જેના કારણે એટીએમ મશીનમાં થયેલા ટ્રાઝેક્શનની માહીતી બેંક સર્વર સુધી જતી નથી. અને એટીએમ મશીન દ્વારા સર્વરની મોકલવામાં આવતી માહીતી બ્લેક બોક્ષ સુધીજ પહોંચે છે. અને બ્લેક બોક્ષમાં રહેલો સોફ્ટવેરના કારણે બ્લેક બોક્ષ જ બેંકના સર્વરની જેમ કામ કરવા લાગે છે. અને એટીએમ મશીનને ટ્રાન્ઝેક્શન ઓથોરાઇઝ કરે છે. એટીએમ મશીન દ્વારા સર્વરને મોકલવામાં આવતી માહીતી સર્વર સુધી ન પહોંચી શકવાના કારણે એટીએમ દ્વારા વિડ્રો થયેલા પૈસાનું ટ્રાન્સેક્શનની એન્ટ્રી બેંકમાં થતી નથી.

બેંકની ફ્રોડ વિંગની તપાસમાં માહિતી સામે આવી
જે બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયા તે એકાઉન્ટમાંથી બેલેન્સ માઇનસ થતું નથી. અને બેંકમાંથી વિડ્રો કરવામાં આવેલી મોટી રકમ આ ફ્રોડસ્ટરને મળે છે. પરંતુ બેંકની ફ્રોડ વિંગ અને ઇન્ટરનલ ઓડીટ વિંગ દ્વારા આ બાબતની તપાસ કરતા આવા ફ્રોડની જાણ બેંકને થાય છે.

Most Popular

To Top