Latest News

More Posts

ગુજરાતને અમેરિકા બનાવવાનો કામનામા મન લગાડી મન કી બાતમાં ઇકોનોમીક રેન્કીંગમાં ત્રીજે ક્રમે લાવવાના કામમાં પડેલા નમોએ આરામ ન તો હરામ કરી બતાવ્યો છે. તેમાં વિકાસનું મોડેલ સ્ટેટ ગુજરાત હોવાનું દુનિયાને બતાવવામાં હમણાની કામગીરીમાં સેમી કંડકટરની કંપની ગુજરાતમાં લાવવા અથાગ શ્રમ કરી રહ્યા હોવાનું જોઇ એસટી બસમાં લેડી કંડકટરની સેવા કરતી અમારી આદિવાસી બહેનો હવે ડ્રોન દીદીઅન લખપતિ દીદી કયારે બનશે? નમો નમસ્તે?
ધરમપુર           – ધીરૂ મેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વરસાદનો માર
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદને કારણે જગતનો તાત ખેડૂતની મહેનત ‘પાણીમાં’ જતી રહી છે. આજે પોણો ઓક્ટોબર મહિનો વિતવા જઈ રહ્યો હોવા છતાં વરસાદ થોભવાનું નામ નથી લેતો તેથી દક્ષિણ ગુજરાતનો મુખ્ય ચોમાસુ પાક લગભગ ૧૦૦% બરબાદ થવાને આરે છે, તો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને ‘દિવાળી’ કરાવી તેમ ખેડૂતોના બરબાદ થયેલા પાકનું (ઈમાનદારી પૂર્વક) સર્વે કરાવી યોગ્ય વળતર મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સરકારી કર્મચારીઓને ‘દિવાળી’ અને ખેડૂતોને હૈયે ‘હોળી’ એવું ન થવું જોઈએ.
કિલ્લા પારડી – જતિન ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top