નવી દિલ્હી: (New Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi_ ફરી એક વખત મુખ્યમંત્રી અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ (Senior administrative officers) સાથે...
તૌક્તે વાવાઝોડાના ( tauktea cyclone) કારણે ગુજરાતના બધા જ જિલ્લાઓમા ભારે તારાજી થઈ છે. અંદાજે 3 હજાર કરોડ રૂપિયાનું નુકશાન ( loses...
ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) એ કોરોના સંકટ મુદ્દે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 54 જિલ્લાના મેજિસ્ટ્રેટ્સના સાથે બેઠક...
આણંદ : રાજ્યમાં ત્રાટકેલ તાઉટે વાવાઝોડાને કારણે આણંદ જિલ્લા સહિત શહેર વાવાઝોડાની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી હતી. આણંદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય...
surat : ઓલપાડ સહિતના આસપાસનાં વિસ્તારોના ખેડૂતોની ( farmer) કામધેનુ ગણાતી સાયણ સુગર ( sayan sugar) માં બુધવારે સવારે એકાએક આગ ભભૂકી...
મોડાસા: મોડાસા – હિંમતનગર રાજ્ય ધોરીમાર્ગ પર ગાઢ અંધારું અને વરસાદના પગલે શામપુર પાટીયા નજીક બાઈક ચાલક ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર...
આ સરકાર છે સાહેબ, એક વર્ષ 500ની નોટ બદલીને રૂપિયા રૂપિયા કરી દીધા હતા. આ વર્ષે રસી રસી કરી નાખી, તેમનીપાસે ન...
કહેવાય છે ને કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’ પરંતુ અત્યારની મમ્મીઓ ખરેખર મા કહેવાને લાયક છે કે નહીં? બાળકનો,...
પ્રજાએ દરેક વસ્તુને પછી સરકાર માટે હોય કે પોતાના જીવન માટે હોય દરેકનો વિચાર વિવેકબુધ્ધિથી જ કરવો જોઇએ. સુનીલ શાહનું ચર્ચાપત્ર યોગ્ય...
આજે 21-21 મી સદીમાં મધ્યમ વર્ગની મહિલાઓએ કાઠુ કાઢયું છે. ભણતર, કારકિર્દી, નોકરી ધંધામાન તેઓનું જમાપાસુ નોંધનિય છે. સંતાન ઉછેર, ગૃહ લક્ષમીની...
વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે સર્જાયેલી પરિસ્થિતિ બાદ શહેરમાં તંત્ર દ્વારા સાફસફાઈ હાથ ધરવામાં આવી છે. ઠેરઠેર ઝાડ પડવાને પગલે રસ્તાનો ડીવાઈડર સહિતના...
કોરોના વાયરસ ( corona virus) હવામાં પણ ફેલાય છે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના આચાર્ય વૈજ્ઞાનિક...
surat : તાજેતરમાં ફર્ટિલાઇઝર ( compost) ) ઉત્પાદક કંપનીઓને સરકારે ખેડૂતો ( farmers) ને આપવા પાત્ર સબસીડી ( subsidy) અટકાવતા ગુજરાતની સરકારી...
ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્યે એક ચોરને આજીવન કેદની સજા કરી.આ સજા સાંભળી ચોરને ખૂબ જ ક્રોધ આવ્યો. તે રાજા વિક્ર્માદિત્યને ન બોલવાના બોલ...
વડોદરા : શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.તેવામાં શહેરની સયાજી હોસ્પિટલ માં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો નોંધાયો છે.એસએસજીમાં...
કોવિડની મહામારીની પ્રથમ લહેરને નાથી લીધી હોવાની સરકારી ઘોષણા પછી ત્રાટકેલી બીજી લહેરમાં જાણે કે અનેકોના નકાબ ચીરાઈ ગયા છે. સરકારમાં રહેલા...
વડોદરા : પડતર માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહેલા નર્સિંગ સ્ટાફના આગેવાનોની બદલીઓ કરી દેવાતાં નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ પર ઉતરી ગયો હતો.જેના...
વડોદરા: કોરોના મહામારીના બીજા તબક્કાના સંક્રમણને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં કોવિડ દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગી એવી એમ્બ્યુલન્સની જરૂરિયાત...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ સરકારની નિષ્ફળતાનું, વ્યવસ્થાની ખામીનું...
surat : સેકંડ વેવ ( second wave) માં શહેરની હોસ્પિટલો ભલે ઊંઘતી ઝડપાઇ હોય, પરંતુ આ વખતે હોસ્પિટલ સંચાલકોએ જુલાઇ મહિનામાં થર્ડ...
દેશમાં આઝાદીકાળથી એક નારો ચાલતો આવ્યો છે અને તે છે જય જવાન જય કિસાન. જો કે, કમનસીબીની વાત એ છે કે આ...
વડોદરા: પુત્રની ફી માટે નાણાં માંગતી પત્નીની ઉપર ઉશ્કેરાયેલા પતિએ ગડદાપાટુનો માર મારીને હાથ મચકોડી નાંખતા ફ્રેકચર થઈ ગયો હતો. જે.પી. રોડ...
દેશમાં કોરોનાવાયરસ ( corona virus) ના અઢી લાખથી વધુ નવા કેસ દેશમાં ચાલી રહ્યા છે. જોકે ગુરુવારે મોતની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવ્યો...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે જો જાતિ સામાન્ય સભા નું આયોજન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. સભા...
surat : લિંબાયત પોલીસ બે દિવસ પહેલા રાત્રે કરફ્યૂનું ( night curfew) પાલન કરાવવા માટે ઓમનગરમાં બજાર બંધ કરાવવા ગઈ હતી. ત્યારે...
લોદી કોલોનીમાં રહેતો 42 વર્ષિય દિનેશ નારાયણ આ દિવસોમાં લિવરની બીમારી સામે લડી રહ્યો છે. એપોલોમાં દાખલ દિનેશને પાંચ યુનિટ લોહી (...
સુરત: શહેરમાં કોરોના (CORONA IN SURAT CITY)નું સંક્રમણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર (SECOND WAVE)માં શહેર પસાર થઈ...
તાઉતે વાવાઝોડાને કારણે રાજ્યના વીજ પુરવઠાની વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા પવનના કારણે 73651 વીજ થાંભલા...
સુરત: સુરત (surat)માં કોરોનાની બીજી લહેર (corona second wave) ચાલી રહી છે. જેને લીધે રાજ્ય સરકાર (state govt) દ્વારા મિની લોકડાઉન (mini...
ગુજરાતમાં મંગળવારે આવેલા ભયાનક વાવાઝોડાએ અમદાવાદને પણ ઝપટમાં લીધું હતું, વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં અંદાજે 2૦૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા,...
દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ 41 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થનાર બ્રિજની કામગીરી મંથર ગતિએ :
કોન્ટ્રાક્ટર દ્વારા 2022માં બ્રિજ પૂર્ણ કરવાના બેનર લગાવવામાં આવ્યા,પરંતુ 2024 વિતવા છતા બ્રિજની કામગીરી અધ્ધરતાલ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વડોદરામાં ઘણી વખત તંત્રના અણગઢ વહીવટ અને યોગ્ય સંકલનના અભાવે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાની ફરજ પડી છે. ત્યારે, માંજલપુર દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ 41 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થવાનો હતો. પરંતુ હાલ આ બ્રિજની કામગીરી ખોરંભે ચડી છે. પાલિકા રેલવે વિભાગને ખો આપી રહી છે. ત્યારે પાલિકા અને રેલવે વિભાગના વિવાદો વચ્ચે જનતા પારાવાર હાલાકીનો સામનો કરી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા 41 કરોડના ખર્ચે 5 વર્ષ પહેલા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યુ હતું. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2022માં બ્રિજ પૂર્ણ કરવાના બેનર લગાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2024 વિતવા છતા બ્રિજની કામગીરી અધ્ધરતાલ છે. આ બ્રિજને 7 વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી અને 5 વર્ષ પહેલા કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ 5 વર્ષ બાદ પણ બ્રિજ બનીને તૈયાર થયો નથી. જેના કારણે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. બ્રિજની કામગીરીમાં વિલંબ થતા પાલિકા દ્વારા રેલવે પર તમામ જવાબદારી થોપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
પાલિકાના કાર્મચારાીઓ રેલવેની કામગીરીને કારણે કામ અટક્યુ હોવાનો બચાવ કરી રહ્યા છે. આ તરફ ચાલબાઝ કોન્ટ્રાક્ટરે પણ બ્રિજ પર લગાવેલા 2022માં કામગીરી પૂર્ણ કરવાના બેનર સિફતતાથી હટાવી લીધા છે. કોઈપણ રીતે જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ પાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે. રોજ આ માર્ગ પરથી 2 લાખ જેટલા લોકો પસાર થાય છે. 5 વર્ષ પહેલા શરૂ કરાયેલી કામગીરીની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ પરંતુ કામગીરી હજુ અધ્ધરતાલ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોઈ જોવાવાળુ નથી. લોકોને અહીંથી અવરજવરમાં અકસ્માતનો પણ ભોગ બનવુ પડે છે, પરંતુ કોન્ટ્રાક્ટર વારે વારે સમય મર્યાદાના બોર્ડ બદલ્યા કરે છે પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી. આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો કલાલી, પાદરા અને અટલાદરા તરફ જતા લોકોને ફાયદો થઈ શકે છે .તેમને ફરી ફરીને જવુ ન પડે. લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ તંત્રને કંઈ પડી નથી. માત્ર પૈસાની પડી છે.
બ્રિજની કામગીરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક અધિકારીઓ બદલાઈ ગયા. પરંતુ, બ્રિજ પૂર્ણ થયો નથી. આસપાસના સ્થાનિકો આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆત કરી ચુક્યા છે. ત્યારે પણ તેમને તુમાખી સાથે જવાબ આપવામાં આવે છે કે, તમારે જ્યા રજૂઆત કરવી હોય ત્યા કરો. વરિષ્ઠ નાગરિકોનો સીધો આક્ષેપ છે કે, પાલિકાના અધિકારીઓ મંથર ગતિએ બ્રિજની કામગીરી કરી રહ્યા છે અને છેલ્લા એક વર્ષથી કોઈ પ્રગતિ જણાતી નથી. બ્રિજની કામગીરી પૂર્ણ ન થવાને કારણે ચોમાસામાં સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. રેલવેની દિવાલ તોડી નાખી હોવાથી રેલવેવાળા જ્યા સુધી કામ પૂર્ણ ન કરે ત્યા સુધી આ કામગીરી પૂર્ણ નહીં થાય. સ્થાનિક કાઉન્સિલરો પણ આવતા નથી.