Vadodara

પાલિકાની સામાન્ય સભા ઓનલાઇન મળી કોંગ્રેસના સભ્યોની કામગીરી માટે રજૂઆત

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે જો જાતિ સામાન્ય સભા નું આયોજન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. સભા દરમિયાન કોંગી નગરસેવક અમીબેન રાવતે લેન્ડફીલ સાઇટ ફાયરબ્રિગેડના સેન્ટર તથા સ્મશાનો ની સુવિધા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.

આ ઉપરાંત વોર્ડ નંબર 13 માં ઉદભવેલી દુષિત પાણી ની સમસ્યા નો ભાજપના કાઉન્સિલર જાગૃતિ કાકા એ પણ સમર્થન આપ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દૂષિત પાણી તથા ડ્રેનેજ મુદ્દે કોંગ્રેસ કાઉન્સિલર બાલુભાઇ સુર્વે લડત ચલાવી રહ્યા છે આ ઉપરાંત પુષ્પાબેન વાઘેલા દ્વારા કોરોના ની ચિંતા સંદર્ભે મૂકેલી દરખાસ્ત એજન્ડામાં પર ન લેવાતા રોષ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સભા દરમિયાન કોર્પોરેટર સોશિયલ મીડિયા પર લાઈવ ન થાય તેવું મેયર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત ગ્રીન સીટી બનાવવા માટે કરવામાં આવેલ સુચનોને આવકાર્યા હતા, અને જણાવ્યા હતા કે જે સુચનો સારા હશે તેને અમે અમલમાં મુકીશું. અને શહેરને સુંદર બનાવી લોકોની સુિવધામાં વધારો કરીશું.

Most Popular

To Top