SURAT

કોરોનાની બીજી લહેરમાં સુરત મનપાને કુલ 50 કરોડનો ખર્ચ : એક દર્દી પાછળ 2.66 લાખ રૂપિયા ખર્ચ્યા

સુરત: શહેરમાં કોરોના (CORONA IN SURAT CITY)નું સંક્રમણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર (SECOND WAVE)માં શહેર પસાર થઈ ચૂક્યું છે. અને હવે પોઝિટિવિટી રેટમાં પણ ઘણો ઘટાડો (POSITIVITY RATE GOES DOWN) આવી રહ્યો છે. જેથી હવે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પ્રતિદિન (EVERY DAY) 2000 થી વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતાં જેમાં હવે ઘટાડો થઈ આંક 300 પર આવી ગયો છે. જેથી હવે મનપા દ્વારા જે પ્રાઈવેટ હોસ્પિટલો (PRIVATE HOSPITAL)માં કોવિડ માટે બેડ રિઝર્વ (BED RESERVE) રાખવામાં આવ્યા હતાં તે તમામ હોસ્પિટલો સાથેના કરાર મનપાએ રદ (CONTRACT CANCEL) કરી દીધા છે.

માર્ચ માસની શરૂઆતથી શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ હતી. જેથી મનપાને પ્રાઈવેટ હોસ્પિટલો સાથે ફરી કરાર કરવાનો વારો આવ્યો હતો. મનપાએ કુલ 94 જેટલી ખાનગી હોસ્પિટલોમાં બેડ રિઝર્વ રાખ્યા હતા. પરંતુ ધીરે ધીરે શહેરમા કોરોનાનું સંક્રમણ ઓછું થતા મનપાએ તબક્કાવાર હોસ્પિટલો સાથેના કરાર રદ કરવા માંડ્યા હતા. પરંતુ હવે શહેરમાં સંક્રમણ ખુબ જ ઓછુ થતાં તમામ મનપા દ્વારા ડેઝિગ્નેટ કરાયેલી કોવિડ પ્રાઈવેટ હોસ્પિટલો આવતીકાલથી બંધ કરાવી દેવાશે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જમાવ્યું હતું કે, શહેરમાં કોરોનાની બીજી લહેરમાં સુરત મનપાને કુલ 50 કરોડનો ખર્ચ થયો છે. ખાસ કરીને મનપા દ્વારા જે 94 પ્રાઈવેટ હોસ્પિટલો સાથે ટાઈ-એપ કરાયું છે. તેમાં કુલ 1875 દર્દીઓ સારવાર લઈ સાજા થયા છે. જેમાં મનપા દ્વારા 50 કરોડનો ખર્ચ કરાયો છે. આમ એક દર્દી પાછળ મનપાએ 2.66 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

સંજીવની રથમાં પણ ઘટાડો કરાશે
શહેરમાં લોકોને ડોર-ટુ-ડોર કોવિડની સારવાર મળી શકે તે માટે મનપા દ્વારા સંજીવની રથ શરૂ કરાયા છે. મનપા દ્વારા હાલમાં સમગ્ર શહેરમાં કુલ 212 સંજીવની રથ કાર્યરત કરાયા છે. પરંતુ સંક્રમણ ઘટતા મનપા 21 મી મેથી 63 સંજીવની રથ ઓછા કરાશે. એટલે કે, હવે 21 મી થી શહેરમાં 149 સંજીવની રથ કાર્યરત રહેશે.

તાઉતેને પગલે ટેસ્ટિંગ ઘટ્યું હતું, પરંતુ હવે રાબેતા મુજબ વધારો કરાશે
શહેરમાં વાવાઝોડાને પગલે 2 દિવસ ટેસ્ટિંગ 50 ટકા ઓછું થયું હતું. મનપા દ્વારા પ્રતિદિન 25 થી 30 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ વાવાઝોડાને કારણે ગઈકાલે માત્ર 15 હજાર જ ટેસ્ટ થયા હતા. પરંતુ હવે રાબેતા મુજબ શહેરમાં ટેસ્ટિંગ વધારાશે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, સંક્રમણની ચેઈન તોડવા માટે વધુમાં વધુ ટેસ્ટ કરવા જરૂરી છે.

વેક્સિન ન લીધી હોય તેઓએ ફરજીયાત અઠવાડિક ટેસ્ટ કરાવવાના રહેશે
મનપા દ્વારા દુકાનદારો માટે ખાસ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરાયા છે. હેલ્થ કાર્ડમાં તેઓને દર અઠવાડિયે ટેસ્ટ કરાવીને નેગેટિવ રિપોર્ટ આવે તો જ દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, જે લોકોએ હજી સુધી વેક્સિન નથી મૂકાવી તેમણે ફરજિયાત હેલ્થ કાર્ડ પર ટેસ્ટિંગનું અપડેટ આપવું જ પડશે. જેઓએ વેક્સિનના બે ડોઝ મૂકાવી દીધા હોય તેમના માટે આવુ કરવું ફરજિયાત નથી.

ગુરૂવારથી વેક્સિનેશનની કામગીરી રાબેતા મુજબ શરૂ કરાશે
શહેરમાં વેક્સિનનો જથ્થો અપૂરતો હોય, તેમજ વાવાઝોડાને કારણે છેલ્લા ચાર દિવસથી વેક્સિનની કામગીરી બંધ રાખવામાં આવી હતી. પરંતુ ગુરૂવારથી તમામ વયજુથના લોકો માટે વેક્સિનની કામગીરી રાબેતા મુજબ શરૂ કરાશે.

Most Popular

To Top