Vadodara

રિફાઇનરીએ પાલિકાને સુવિધા સજ્જ 1 એમ્બ્યુલન્સ ભેટ આપી

વડોદરા: કોરોના મહામારીના બીજા તબક્કાના સંક્રમણને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં કોવિડ દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગી એવી એમ્બ્યુલન્સની જરૂરિયાત વધતા તંત્ર દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા નજીક આવેલી  ગુજરાત રિફાઇનરીએ વડોદરા મહાનગર પાલિકાને એક આધુનિક સુવિધા  સહિતની એમ્બ્યુલન્સ ભેટ આપી છે.

 કોરોનાની બીજી લહેરમાં કોરોના કેસોમાં ધરખમ વધારો નોંધાયો હતો. ત્યારે દર્દીઓની  હેર ફેર માટે એમ્બ્યુલન્સની માંગમાં વધારો થયો હતો.  કોવિડ મહામારીમાં તંત્રને મદદરૂપ થવા એનજીઓ સહિત ટ્રસ્ટ આગળ આવીને જરૂરી મદદ કરી રહ્યા છે.

ત્યારે  કોવિડ  સંક્રમણમાં  દર્દીઓને હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોમાં ઝડપી પરિવહન માટે  ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઇનરીએ સામાજિક જવાબદારી નીભાવતા વડોદરા મહાનગર પાલિકાને એક એમ્બ્યુલન્સ ભેટ આપી છે. આ પ્રસંગે ગુજરાત રિફાઇનરીના અધિકારીઓ મેયર, મ્યુનિસિપલ કમિશ્નર,  જિલ્લા કલેકટર, સાંસદ, વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી , તેમજ ધારાસભ્યોએ એમ્બ્યુલન્સ  પ્રસ્થાન કરાવી હતી.

Most Popular

To Top