Gujarat

કચ્છમાં 4.7નો ધરતીકંપનો આંચકો, કેન્દ્રબિંદુ ગાંધીધામથી 7 કિમી દૂર નોંધાયું

ગાંધીનગર: (Gandhinagar) કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7ની નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાંધીધામથી 7 કિ. મી દૂર નોંધાયું છે.

  • કચ્છમાં 4.7નો ધરતી કંપનો આંચકો, કેન્દ્રબિંદુ ગાંધીધામથી 7 કિમી દૂર નોંધાયું
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત અને પાકિસ્તાનની બોર્ડર તરફ નોંધાયું

આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત અને પાકિસ્તાનની બોર્ડર તરફ નોંધાયું છે. આ ધરતીકંપનો આંચકો સાંજે 4.45 કલાકે અનુભવાયો હોવાની માહિતી મળી છે. ભૂકંપના આંચકાની સૌથી વધુ અસર ભચાઉમાં અનુભવાઇ હતી.ભૂકંપના પગલે કચ્છના ભચાઉ, નેર બંધડી, કડોલ સહિતના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભૂકંપની તિવ્રતા એટલી હતી કે, છતના નળિયા હલવા ઉપરાંત વાસણો પડી ગયા હતા અને લોકો ગભરાઇને ઘરની બહાર દોડી નીકળ્યા હતા. આ સાથે જ ફરી એકવાર જાન્યુઆરી મહિનામાં જ ભૂકંપ આવતા 26 જાન્યુઆરી 2001નાં આવેલા ભૂકંપની યાદ તાજી થઈ હતી. ભૂકંપની 23મી વરસીએ આવેલા ભયંકર ભૂકંપની યાદ આજે પણ કચ્છવાસીઓને ધ્રૂજાવી મૂકે છે.

Most Popular

To Top