National

કુનો નેશનલ પાર્કમાં મેટિંગ વખતે નર ચિત્તાના પંજાથી ઘાયલ થયેલી માદા ચિત્તા દક્ષાનું મોત

નવી દિલ્હી: કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) છેલ્લા દોઢ મહિનામાં 3 ચિત્તાના (Leopard) મોત થયા છે. મંગળવારે માદા ચિત્તા દક્ષાનું મૃત્યું (Death) થયું હતું. આ પહેલા શાશા નામની માદા ચિત્તા અને ઉદય નામનો નર ચિત્તાનું મોત થયું હતું. હવે કુનો નેશનલ પાર્કમાં માત્ર 17 ચિત્તા જ બચ્યા છે.

વન વિભાગે જાણાવ્યું હતું કે મંગળવારના સવારે 10 વાગીને 45 મિનિટે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલી માદા ચિત્તા દક્ષાને મોનિટિરિંગ કરતી ટુકડીએ ધાયલ જોઈ હતી. ધાયલ દક્ષાની સારવાર કરવામાં આવી હતી પણ બપોરે 12 વાગ્યે તેનું મોત થઈ ગયું હતું. દક્ષાને આ વર્ષે સાઉથ આફ્રિકાથી કુનો લાવવામાં આવી હતી. કહેવામાં આવ્યું છે કે મેલ ચિત્તા સાથે મેટિંગ દરમિયાન બન્ને હિંસક થયા હતા. નર ચિત્તાએ દક્ષાને પંજાથી માર મારીને ઈજા પહોંચાડી હતી. દક્ષાનું પોસ્ટમોટમ કરવામાં આવી રહ્યું છે જેનાં આધારે તેનું મૃત્યુ કયાં કારણોસર થયું તે જાણી શકાશે. સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા નર ચિત્તા કોયલિશન, અગ્નિ અને વાયુને માદા ચિત્તા દક્ષા સાથે રાખવાનો નિર્ણય ચિત્તા ટાસ્ક ફોર્સના અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

કુનો નેશનલ પાર્કમાં 20માંથી માત્ર 17 ચિત્તા જ બચ્યા
કુનો નેશનલ પાર્કમાં પ્રથમ કન્સાઈનમેન્ટમાં લાવવામાં આવેલાં 8 ચિત્તાઓને રાખવામાં આવ્યાં હતાં. જેમાંથી શાશા નામની માદા ચિત્તાનું મૃત્યું કિડનીના ઈન્ફેક્શનને કારણે થયું હતું. 18 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકાથી કુનોમાં વધુ 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. જેમાંથી નર ચિત્તો ઉદય કાર્ડિયાક એટેકના કારણે મૃત્યુ પામ્યો હોય તેવું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મંગળવારે દક્ષા નામની માદા ચિત્તાનું મોત થયું હતું. આમ કુલ 20 ચિત્તામાંથી ત્રણના મોત બાદ હવે કુનો નેશનલ પાર્કમાં માત્ર 17 ચિત્તા જ બચ્યા છે. નામીબિયાની જ્વાલા નામની માદા ચિત્તાએ હાલમાંજ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો.

Most Popular

To Top